ગુજરાતમાં મીઠાના વેપારીઓ પર IT વિભાગની તવાઈ, 100 જેટલા અધિકારી જોડાયા સર્ચ ઓપરેશનમાં, જુઓ Video
રાજ્યના વિવિધ શહેરોમાં IT વિભાગે તવાઈ બોલાવી છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં 16 સ્થળો પર દરોડા પાડ્યા છે. રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યના વિવિધ શહેરોમાં IT વિભાગે તવાઈ બોલાવી છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં 16 સ્થળો પર દરોડા પાડ્યા છે. રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જામનગર, અમદાવાદના મીઠાના વેપારીઓને ત્યાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. મોરબીના માળિયા વિસ્તારમાં પણ IT દ્વારા તપાસની કામગીરી કરવામાં આવી છે. માળિયાની દેવ મીઠાની ફેકટરીમાં તપાસ ધરવામાં આવી છે. માર્ચ એન્ડીંગ પહેલા બાતમીના આધારે મીઠાના વેપારીઓ પર તવાઈ બોલાવી છે.
25 ટીમના 100 જેટલા અધિકારીઓ જોડાયા
મોરબીમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા દેવ સોલ્ટમાં IT વિભાગે દરોડા પાડ્યા છે. માળિયા કચ્છ હાઈવે પર આવેલા દેવ સોલ્ટ નામની ફેકટરીમાં IT વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.રાજકોટ,ગાંધીધામ અને અમદાવાદમાં આવેલી તેમની પેઢીઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 25 ટીમના 100 જેટલા અધિકારીઓ કામગીરીમાં જોડાયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.
બાતમીના આધારે મીઠાના વેપારીઓ પર તવાઈ
જામનગરમાં પણ સોલ્ટ ફેકટરીના સંચાલકોને ત્યાં IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટમાં ITની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. દેવ સોલ્ટ ગ્રુપના ડી.એસ.ઝાલા અને હિરેન .ડી ઝાલાને ત્યાં દરોડા પાડ્યા છે. પંચવટી વિસ્તારમાં આવેલું મકાન હાલ બંધ જોવા મળ્યું હતુ. હરીપર મિયાણા ખાતે મીઠાની ફેક્ટરી સહિત 15થી વધુ સ્થળે દરોડા પાડ્યા છે.

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે

ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ

Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ
