સુરત બેઠકના પરિણામને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી, જુઓ વીડિયો

સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના મુકેશ દલાલની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: May 01, 2024 | 11:16 AM

સુરત : લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે સુરત બેઠલ ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ હાંસલ કરી છે. સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના મુકેશ દલાલની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.

ચૂંટણીને લગતા મુદ્દાઓને જાહેર હિતના માધ્યમમાં લાવવા પર HCની નારાજગી છે. ચૂંટણી સંબધિત કેસોમાં રીપ્રેઝન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટની જોગવાઇ છે તેમ અદાલતે જણાવ્યું છે. આ સામે જો અરજદારએ ઉમેદવાર ન હોય તો તે રીપ્રેઝન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ મુજબ જીત પડકારી શકે નહીં તે જ માટે આ અરજી કરી છે તેમ અરજદારે દલીલ કરી છે.

રજદરે કહ્યું છે કે હું સુરતનો સામાન્ય મતદાર છું અને નકારાત્મક મતદાનનો હક પણ છીનવાયો છે. સુરતમાં લોકો પાસેથી પણ નકારાત્મક મતદાનનો હક છીનવાયો છે. બિન હરીફ ઉમેદવાર મતદાન બાદ જીતેલા ઉમેદવાર બરાબર જ છે અને તે જ માટે RP એક્ટમાં પણ અલગથી ગણી શકાય નહીં જે વાત પાર હાઇકોર્ટે તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.

આ પણ વાંચો : નવસારી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો, જુઓ વીડિયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">