કબૂતરબાજી મામલે CIDની તપાસમાં થયા વધુ ખુલાસા, ઇન્વેસ્ટર સામેલ હોવાનું ખુલ્યું
ફ્રાન્સમાં ભારતીય પેસેન્જરો સાથેના વિમાનને રોકવાના મામલામાં અમેરિકા ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવતી હોવાનું સામે આવતા CID ક્રાઈમ દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક બાદ એક અનેક પેસેન્જરો અને તેમની વિગતો સામે આવ્યા બાદ હવે એજન્ટોથી લઈને ઘૂસણખોરી કરવાને લઈ અનેક વિગતો સીઆઈડીની તપાસમાં સામે આવી છે.
કબૂતર બાજી મામલે હવે CID ક્રાઈમની તપાસનો ધમધમાટ શરુ થયો છે. આ મામલે હવે સીઆઈડીએ દુબઈની ટિકિટથી લઈને મુસાફરી અંગેની છેલ્લા છ મહિનાની વિગતો તપાસવામાં આવી રહી છે. ફ્રાન્સમાં જે વિમાન રોકવામાં આવ્યુ હતુ, એ મામલે પણ વિગતો મોટા પ્રમાણમાં એકઠી કરવામાં આવી છે. જેમાં ગુજરાતી પેસેન્જરો અને એજન્ટોની રજે રજની વિગતો એકઠી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ PM મોદીએ લક્ષદ્વીપની સુંદરતાના કર્યા વખાણ,કહ્યુ- એકવાર અહીં આવનાર વિદેશી ટાપુ ભૂલી જશે!
CID ક્રાઈમના SP સંજય ખરાતે મીડિયાને જણાવ્યુ હતુ, અમુક એજન્ટના નામ સામે આવ્યા છે. જેમાં તપાસ કરતા ગુજરાતથી અમુક ફ્લાઈટ નિકળી હતી. જેમાં કયા એજન્ટે શું ભૂમિકા ભજવી હતી, કેટલા પેસેન્જર મોકલ્યા હતા એ વિગતો પણ મેળવવામાં આવી છે. તેમજ રુટને લઈને પણ વિગતો મળી હોવાનું જણાવ્યુ હતુ. આ મામલામાં ઇન્વેસ્ટર સામેલ હોવાનું ખુલ્યું છે અને એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો

કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર

KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ 34 લાખની સોનાની દાણચોરી
