Ahmedabad : ગુજરાતની સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે અનુભવ, જુઓ Video
Ahmedabad : આપણા મૂળિયા તરફ, આપણા રૂટ્સ તરફ, આપણા પારંપરાગત ગરબા અને સંસ્કૃતિ તરફ રૂટ્સ ગરબા લઇ જાય છે. નવરાત્રી દરમિયાન અહીં આપણી સંસ્કૃતિની ઝલક સાથે ગરબાની અનોખી રમઝટ જોવા મળે છે.
અમદાવાદ, ગુજરાતનું એક ઐતિહાસિક શહેર, જેના ઇતિહાસના મૂળિયા ગુજરાતની ધરતીમાં અંદર સુધી પહોંચેલા છે. એ પછી અહિયાંની ખાણીપીણી હોય, અહિયાંની બોલી હોય, પહેરવેશ હોય કે પછી ગરબા હોય અને એ જ મૂળિયા તરફ, આપણા રૂટ્સ તરફ, આપણા પારંપરાગત ગરબા અને સંસ્કૃતિ તરફ રૂટ્સ ગરબા લઇ જાય છે. નવરાત્રી દરમિયાન અહીં આપણી સંસ્કૃતિની ઝલક સાથે ગરબાની અનોખી રમઝટ જોવા મળે છે.
રૂટ્સ ગરબામાં ગુજરાતના કોઈ ગામડા જેવા ગરબા કરવાનો એક અદભુત અનુભવ પીરસવામાં આવી રહ્યો છે. જ્યાં રાતના 9 થી 12 ગરબાની રમઝટ જામે છે. અઘોરી મ્યુઝિક ટ્રાયોના સંગીત પર અને પછી સવાર સુધી શરણાઈ અને ઢોલના નાદે તમે ગરબાની મજા માણી શકો છો. આ ગરબા મૉર્ડન અને પરંપરાગત ગરબાનો એક અજબનો સમન્વય છે. આ સમન્વયનો તમે સાચી રીતે આનંદ માણી શકો અને મન મૂકીને ગરબા કરી શકો, તેના માટે નિર્વાણા પાર્ટી લૉન ના વિશાળ લૉન મેદાનમાં પૂરતી જગ્યા પણ છે. જેથી તમને કોઈ સાથે અથડાવાની બીક કે ગરબા કરવા માટેની જગ્યા રોકી રાખવાની કોઈ ચિંતા જ રહેતી નથી.
એસ.જી. હાઈવે પર આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટ માં આ ગરબા થઇ રહ્યા છે જ્યાં તમે ગરબાનો આનંદ માણી શકો અને પાર્કિંગ ક્યાં કરવું એની મથામણ માં ના ફસાઓ તેના માટે વેન્યુ પર જ વેલે પાર્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે. 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ યોજાઈ રહેલા આ ગરબાની મજા માણવા લાયક છે, જે આપણે આપણી રૂટ્સ અને આપણા ટ્રેડિશનલ નવરાત્રી ના અનુભવ તરફ આપણને પાછું લઇ જઈ રહ્યું છે.