ખ્યાતિ હોસ્પિટલ વિરૂદ્ધ રાજ્ય સરકાર એક્શનમાં, હોસ્પિટલની PMJAY માંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલ વિરૂદ્ધ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલને PMJAYમાંથી ડીબાર્ડ કરવામાં આવી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે હોસ્પિટલના માલિકો, ડોક્ટરો, સંચાલકો, મેનેજમેન્ટ સામે પણ થશે કેસ કરાશે તેવી વાત કરી હતી. જોકે ઓપરેશન કરનાર ડોક્ટર પણ હવે ઓપરેશન ક્યાંય નહીં કરી શકે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. સરકાર દ્વારા ખ્યાતિ હોસ્પિટલને PMJAYમાંથી ડીબાર્ડ કરવામાં આવી છે. તો જે ડોકટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા તે ડોકટરો હવે ક્યાંય ઓપરેશન પણ નહીં કરી શકે.
મૃતકોના મૃતદેહોનું માઈક્રો સ્કોપિક એનાલિસિસ કરવાનો પણ નિર્ણય
આ ઉપરાંત હોસ્પિટલમાં જેટલા પણ કાર્ડિયોલોજીના ઓપરેશન થયેલા છે તેનો રિવ્યૂ કરવાનો આદેશ પણ કરાયો છે. સમગ્ર કેસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે બંને મૃતકોના મૃતદેહોનું માઈક્રો સ્કોપિક એનાલિસિસ કરવાનો પણ નિર્ણય કરાયો છે.
ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે રાજ્ય સરકારે બેઠકોનો દોર શરૂ કરી વિચારણા હાથ ધરી છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે નવી ગાઈડલાઈન બનાવવાનો પણ નિર્ણય કરાયો છે.
એકાઉન્ટ રિકવરી, ગેરરીતિ હશે તો હોસ્પિટલને બ્લેક લિસ્ટ
આ સાથે મહેસાણામાં PMJAYની 20 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. બે થી ત્રણ વાર ડોકટરોને નોટિસ અપાઈ હોવાનુ સામે આવ્યું છે. નિયમ મુજબ નહિ ચાલનાર હોસ્પિટલો સામે કાર્યવાહીની પણ વાત કરવામાં આવી છે. એકાઉન્ટ રિકવરી, ગેરરીતિ હશે તો હોસ્પિટલને બ્લેક લિસ્ટ કરાશે.
રિવ્યૂ મિટિંગ દરમ્યાન આ હોસ્પિટલોની બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલો તરફથી યોગ્ય જવાબ નહીં મળતા કાર્યવાહી કરાશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. PMJAY યોજના મુજબ મળતી સહાયમાં દર્દીઓને સપોર્ટ ન મળતો હોવાની પણ વાત સામે આવી હતી. સમગ્ર મામલે રિકવરી અને દંડનીય કાર્યવાહી કરાશે.