Surat : અમૃતયા સ્પા એન્ડ સલૂનમાં આગની તપાસમાં ખુલાસો, પૈસાના દબાણમાં આવી ફાયર NOC આપી હોવાનો આક્ષેપ, જુઓ Video
સુરતના અમૃતયા સ્પા એન્ડ સલૂનમાં આગની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ફાયર વિભાગે ફોર્ચ્યુન મોલની બિલ્ડિંગને ફાયર NOC 15 ઓક્ટોબરે આપી હતી. NOC આપતા સમયે ફાયર સેફ્ટીની બાબતો અંગે ધ્યાન ન રાખ્યાનો ખુલાસો થયો છે.
સુરતના અમૃતયા સ્પા એન્ડ સલૂનમાં આગની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ફાયર વિભાગે ફોર્ચ્યુન મોલની બિલ્ડિંગને ફાયર NOC 15 ઓક્ટોબરે આપી હતી. NOC આપતા સમયે ફાયર સેફ્ટીની બાબતો અંગે ધ્યાન ન રાખ્યાનો ખુલાસો થયો છે. ફાયરના સાધનો, એક્ઝિટનો રસ્તો અને હવાની અવરજવર અંગે તપાસ ન કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પૈસાના દબાણમાં આવી ફાયર NOC આપી હોવાના આક્ષેપ છે. ઘટના સમયે એક્ઝિટનો રસ્તો નથી તેવુ ધ્યાને આવ્યુ તો NOC આપતા સમયે કેમ નહીં ? સ્પા એન્ડ સલૂનને એક વર્ષ પહેલા જ ફાયર સેફટીને લઈને નોટિસ આપવામાં આવી હતી. ફોર્ચ્યુન મોલમાં જિમમાં પાર્ટિશન કરીને સ્પા ચાલાવવામાં આવતુ હોવાનો પણ ખુલાસો થયો છે. જીમમાં લાગેલી આગ સલૂન સુધી પ્રસરતા ગૂંગળામણથી 2 યુવતીના મોત થયા હતા.
Latest Videos
Latest News