Viral Video : નદીથી આકાશ સુધી દેખાઈ દિવ્ય રોશની, કુદરતી કરિશ્માનો Video થયો Viral
કુદરત શાંત હોય ત્યારે વધારે સુંદર લાગે છે, પણ જ્યારે રોદ્ર સ્વરુપ ધારણ કરે છે ત્યારે માનવજાત દંગ થઈ જાય છે. અનેક વાર પ્રકૃતિ આશ્ચર્યમાં મૂકનારા દ્રશ્યોના દર્શન કરવા મળે છે. હાલમાં આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
Trending Video : માનવીને ભગવાન પાસેથી મળેલી ઉત્તર ભેટમાંથી એક છે કુદરત. પ્રકૃતિનું હમેશા સન્માન કરવુ જોઈએ, તેની સુંદરતા-પવિત્રતાને કયારેય નુકશાન પહોંચવું જોઈએ નહીં. કુદરત શાંત હોય ત્યારે વધારે સુંદર લાગે છે, પણ જ્યારે રોદ્ર સ્વરુપ ધારણ કરે છે ત્યારે માનવજાત દંગ થઈ જાય છે. અનેકવાર પ્રકૃતિ આશ્ચર્યમાં મૂકનારા દૃશ્યોના દર્શન કરવા મળે છે. હાલમાં આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વીડિયો રશિયાના પર્મ ક્ષેત્રનો છે. આ સ્થળે પ્રકૃતિનું અનોખુ રુપ જોવા મળી રહ્યું છે. પર્મ ક્ષેત્રની કામા નદી પર એક શાનદાર , સુંદર અને સૌનું ધ્યાન ખેંચે તેવો પાણીનો ધોધ જોવા મળી રહ્યો છે. તે એક પાણીના સ્તંભ જેવો લાગે છે. તે આકાશમાંથી વળાંક લઈને સીધુ નદીમાં ભળી રહ્યું છે. એવુ લાગી કર્યું છે કે આકાશમાંથી એક પાઈપ સીધો નદીમાં ઉતર્યો છે.
આ પણ વાંચો : Viral Video : બાંગ્લાદેશના આ ખેલાડી સાથે થઈ ભારતીય ટીમની ટક્કર, આઉટ થતા ગુસ્સામાં કર્યુ આ કામ, જુઓ Video
અદ્દભુત કુદરતી ઘટનાનો વાયરલ વીડિયો
A little about nature and the difference of mentality. Kama River. Perm region. July 13, 2023. pic.twitter.com/AaWTHqrnCR
— Zlatti71 (@djuric_zlatko) July 17, 2023
વાયરલ થઈ રહેલો વીડિયો 13 જુલાઈ, 2023નો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવો અદ્દભુત નજારો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. જોકે આવી ઘટના કેમ બની, તેનું કારણ હમણા સુધી જાણવા નથી મળ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Viral Video : સિંહણ અને બ્લેક પેન્થર વચ્ચે પ્રેમ જોઈ લોકો રહી ગયા દંગ, સોશિયલ મીડિયા પર Viral થયો Video
આ વીડિયોને ટ્વિટર યુઝર @djuric_zlatko એ શેયર કર્યો છે. આ વીડિયો પોસ્ટને 1 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. મોટા ભાગના લોકો આ વીડિયો જોઈને દંગ રહી ગયા હતા.
આ પણ વાંચો : Women’s FIFA World Cup 2023 : સ્પેનના 6 મિનિટમાં 3 ગોલ, જાણો વર્લ્ડ કપના 2 દિવસના પરિણામો