સંગીતના તાલે ઉંદરોએ ડાન્સ કર્યો, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ VIDEO
ટોક્યો યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે માણસોની જેમ ઉંદરો સંગીત સાંભળે છે ત્યારે તે ડાન્સ કરવાનું શરૂ કરે છે. લેડી ગાગા, મોઝાર્ટ જેવી હસ્તીઓના ગીતો ઉંદરોની સામે વગાડવામાં આવ્યા હતા, ત્યારે ઉંદરોએ દરેક બીટ પર માથું હલાવીને જવાબ આપ્યો હતો.
દરેક વ્યક્તિને સંગીત સાંભળવું ગમે છે અને જો આ સંગીત લાઉડ હોય તો ? જ્યારે આપણે લાઉડ સંગીત સાંભળીએ છીએ ત્યારે આપણા હાથ, પગ કાબુ કરવો મુશ્કેલ બની જાય છે અને પગ થીરકવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે મનુષ્યની જેમ જ ઉંદરો પણ સંગીતની ધૂન સાંભળીને નાચવા લાગે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે લેડી ગાગા, માઈકલ જેક્સન જેવી સેલિબ્રિટીના ગીતો ઉંદરો સામે વગાડવામાં આવ્યા હતા, ત્યારે ઉંદરોએ માણસોની જેમ જ ગીતના દરેક બીટ પર માથું હલાવીને નાચવા લાગ્યા હતા.
‘સાયન્સ એડવાન્સ‘ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન અહેવાલ અનુસાર, ટોક્યો યુનિવર્સિટીના સંશોધકોએ 10 ઉંદરો માટે ચાર અલગ-અલગ ટેમ્પો પર ગીતો વગાડ્યા હતા. તેઓએ જોયું કે ઉંદરો મનુષ્યોની જેમ 120 થી 140 ધબકારા પ્રતિ મિનિટની વચ્ચે સંગીત સાથે તેમના માથાને સારી રીતે સુમેળ કરી, નાચવાનો પ્રયાસ કરે છે. ઉંદરના માથાની હિલચાલ માપવા માટે વાયરલેસ એક્સીલેરોમીટર ફીટ કરવામાં આવ્યા હતા. સંશોધકોએ લેડી ગાગા દ્વારા બોર્ન ધીસ વે, વન બાઈટ્સ ધ ડસ્ટ બાય ક્વીન, ડી મેજરમાં બે પિયાનો, માઈકલ જેક્સન અને અમેરિકન પોપ રોક બેન્ડ મરૂન 5ના ગીતો વગાડ્યા હતા.
— vid_tele (@vid_tele) November 11, 2022
ટોક્યો યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર હિરોકાઝુ તાકાહાશીએ જણાવ્યું હતું કે ઉંદરોએ પ્રતિ મિનિટ 120-140 ધબકારા સારી રીતે સમન્વયિત કર્યા છે. આટલા ધબકારા સાંભળીને માણસો પણ ધ્રૂજવા લાગે છે. તેણે કહ્યું, ‘મને હવે એ જાણવામાં રસ છે કે મગજની મિકેનિઝમ શું છે, જે માણસને લલિત કળા, સંગીત, વિજ્ઞાન કે ટેક્નોલોજી જેવા ક્ષેત્રમાં જવા માટે પ્રેરિત કરે છે.’ હિરોકાઝુએ કહ્યું- કોઈપણ મનુષ્ય વિશે મગજ કેવી રીતે કામ કરે છે. આ પ્રશ્નનો જવાબ આગામી પેઢીના AI વિકસાવવામાં ખૂબ જ અસરકારક સાબિત થશે.