Viral Video: હે ભગવાન! શું તમે ક્યારેય જોયો છે ન્યુક્લિયર બોમ્બ બ્લાસ્ટ, Video જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે
પરમાણુ હુમલાને કારણે તીવ્ર ગરમી અને રેડિયેશન બહાર આવે છે. તે લોકોને લાંબા સમય સુધી અસર કરે છે અને લ્યુકેમિયા, કેન્સર સહિત અનેક રોગોનું કારણ બને છે.
જ્યારે પણ પરમાણુ ક્ષમતા ધરાવતા બે દેશો (Country) વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય છે કે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે સમગ્ર દુનિયા પરમાણુ હુમલો થવાની ચિંતામાં પડી જાય છે. દુનિયા પરમાણુ હુમલાથી પણ ડરે છે કારણ કે તે એક જ વારમાં કેટલાય કિલોમીટર જમીન અને ત્યાં રહેતા લોકોનો નાશ કરી શકે છે. તમે 1945માં જાપાનમાં થયેલા પરમાણુ હુમલા વિશે વાંચ્યું જ હશે. અમેરિકાએ જાપાનના બે શહેરો પર પરમાણુ બોમ્બ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 1થી 2 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો: Viral Video: રોડ પર ચાલી રહી હતી કાર, અચાનક પડી વીજળી, ભયાનક દ્રશ્ય કેમેરામાં થયા કેદ, જુઓ Video
મૃત્યુ માત્ર બ્લાસ્ટને કારણે જ નથી થયા, પરંતુ ભીષણ આગ, હાનિકારક રસાયણો અને ઝેરી રેડિયેશનને કારણે પણ કેટલાક લોકોના મોત થયા હતા. પરમાણુ બોમ્બની સૌથી ખતરનાક બાબત એ છે કે વિસ્ફોટ પછી, રેડિયોએક્ટિવ પોર્ટિકલ પર્યાવરણમાં ફેલાય છે અને તેની અસર પૃથ્વીના લોકો પર લાંબા સમય સુધી જોવા મળે છે. પરમાણુ હુમલાને કારણે તીવ્ર ગરમી અને રેડિયેશન બહાર આવે છે. તે લોકોને લાંબા સમય સુધી અસર કરે છે અને લ્યુકેમિયા, કેન્સર સહિત અનેક રોગોનું કારણ બને છે.
આ રીતે પરમાણુ બોમ્બ બ્લાસ્ટ થાય છે
શું તમે જાણો છો કે પરમાણુ હુમલો કેટલો જોરદાર હોય છે અને જ્યારે તે થઈ રહ્યો હોય ત્યારે તે કેવો દેખાય છે? જો નહીં તો આજે અમે તમને એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયો જોયા પછી તમને ખબર પડશે કે પરમાણુ હુમલાના માત્ર ઉલ્લેખથી જ દુનિયા કેમ ડરી જાય છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે બિકીની એટોલ પર 1946માં અમેરિકા દ્વારા કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણ હતું.
rare footage of underwater nuclear bomb test at Bikini Atoll, 1946 pic.twitter.com/TLSzidLKsc
— Insane Reality Leaks (@InsaneRealitys) July 18, 2023
બ્લાસ્ટ ખૂબ જ શક્તિશાળી છે
દરિયામાં ચારે તરફ વાદળી પાણીની વચ્ચે અચાનક એક જોરદાર વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટ એટલો જોરદાર છે કે સમુદ્રનો કેટલાય કિલોમીટરનો વિસ્તાર તેની લપેટમાં આવી ગયો છે. નજીકમાં હાજર હોડીના ચીંથરા ઉડી ગયા. આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું. વિચારો કે જ્યારે પરીક્ષણ આટલું ભયાનક છે, તો જ્યારે ખરેખર પરમાણુ હુમલો થશે, ત્યારે ત્યાંના લોકો અને રહેણાંક વિસ્તારોની હાલત કેટલી ખરાબ થતી હશે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો