11 લાખની કારના રિપેરિંગનો ખર્ચો આવ્યો 22 લાખ રુપિયા, આઘાતમાં છે કારનો માલિક
હાલમાં બેંગલોરનો એેક વ્યક્તિ આવા જ એક નુકશાનનો ભોગ બન્યો છે. તેની વાત સાંભળીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેની સાથે બનેલી ઘટનાની વાત હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral news) થઈ રહી છે.
Shocking news : વરસાદ જ્યારે રોદ્રરુપમાં વરસે છે, ત્યારે તે ધરતી પરના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. તમે પણ ચોમાસામાં ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીની સમસ્યાનો સામનો કર્યો જ હશે. તેના લીધે ઘણીવાર લોકોની કાર,બાઈક અને ઘર પણ ડુબી જતા હોય છે. જેને કારણે ભારે નુકશાન થાય છે. હાલમાં બેંગલોરનો એેક વ્યક્તિ આવા જ એક નુકશાનનો ભોગ બન્યો છે. તેની વાત સાંભળીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેની સાથે બનેલી ઘટનાની વાત હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral news) થઈ રહી છે.
અનિરુદ્ધ એમેઝોનમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરે છે. રિપેરિંગનું બિલ ભરવું કે સર્વિસ સેન્ટર પર કાર છોડી દેવી તે તેને સમજાતું ન હતુ. અંદાજિત બિલની તસવીર શેર કરતાં તેણે લખ્યું, ‘મારે રાત્રે 11 વાગ્યે ટોઇંગ ટ્રક પર મારી કારને કમરથી ભરેલા પાણીમાં ધકેલવી પડી હતી. અમે મધ્યમ વર્ગના લોકો છીએ. મદદ કરવાવાળું કોઈ નથી. પરંતુ તેમ છતાં તેઓ પોતાની જાતને કોઈક રીતે મદદ કરે છે.” તેણે આગળ લખ્યુ, ‘મુશ્કેલીઓ અહીં પૂરી નથી થઈ. લગભગ 20 દિવસ બાદ સર્વિસ સેન્ટરે અંદાજિત 22 લાખનું રિપેરિંગ બિલ આપવામાં આવ્યુ હતુ. તેની 11 લાખની કારના રિપેરિંગ માટે તેણે 22 લાખનો ખર્ચો આવ્યો હતો. જ્યારે તેના હાથમાં દિલ આવ્યુ ત્યારે તે આઘાતમાં સળી પડ્યો હતો.
વાયરલ થઈ રહેલી પોસ્ટ
બિલ જોઈને અનિરુદ્ધના હોશ ઉડી ગયા, કારણ કે તેની કારની કિંમત માત્ર 11 લાખની આસપાસ હતી. આ પછી તેણે તેના વીમા કંપનીનો સંપર્ક કર્યો. સદ્ભાગ્યે અનિરુદ્ધે આ વિચિત્ર ઘટના વિશે પહેલાથી જ તેણે કાર કંપની ફોક્સવેગનના મેનેજમેન્ટને ઈ-મેલ દ્વારા જણાવી હતી. જેની નોંધ લેતા કંપનીએ 5000 રૂપિયામાં મામલો થાળે પાડ્યો હતો. અનિરુદ્ધે એ પણ જણાવ્યું કે આખરે તેને 26 સપ્ટેમ્બરે તેની કાર પાછી મળી. હવે સોશિયલ મીડિયા પર અનિરુદ્ધની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.