તાપસી પન્નુ
એક્ટ્રેસ તાપસી પન્નુ હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે. તેમનો જન્મ નવી દિલ્હીમાં 1 ઓગસ્ટ 1987માં થયો છે. તે શીખ પરિવારમાંથી આવે છે. તેના પિતા દિલમોહન સિંહ પન્નુ નિવૃત્ત રિયલ એસ્ટેટ એજન્ટ છે, જ્યારે તેની માતા નિર્મલજીત કૌર પન્નુ ગૃહિણી છે. તેને એક નાની બહેન શગુન પણ છે.
ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તાપસી પન્નુ ઘણી વાર આપણને ન્યૂઝ પેપરની એડમાં તેમજ ટીવીની એડવર્ટાઈઝમાં જોવા મળે છે. તેને ઘણી સ્પર્ધા પણ જીતી છે. જેમાં 2008 ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં “પેન્ટાલૂન્સ ફેમિના મિસ ફ્રેશ ફેસ” અને “સફી ફેમિના મિસ બ્યુટીફુલ સ્કિન”નો સમાવેશ થાય છે.
એકટ્રેસે ડેવિડ ધવનની ફિલ્મ ચશ્મે બદૂરથી હિન્દી સિનેમામાં પગરવ માંડ્યા છે. તેને ઘણા એવોર્ડ પણ મળેલા છે. જેમાંથી 2 ફિલ્મ ફેર એવોર્ડ તેમજ 1 ફિલ્મ ફેર ઓટીટી એવોર્ડનો સમાવેશ થાય છે. તેની આવેલી મુવી બેબી અને પિન્ક સફળ રહી છે. તેણે ગાઝી એટેક, મુલ્ક, મનમર્જિયા, બદલા તેમજ મિશન મંગલમાં કામ કર્યું છે. તે મિશન મંગલથી ફેમસ થઈ છે.