હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં આવેલ છે. ગુજરાત વિશ્વ વિદ્યાલયથી અલગ કરીને 1986માં શરુ કરવામાં આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેડક્વાર્ટર તરીકે પાટણ શહેરને પસંદ કરવા માટેનુ ખાસ કારણ છે કે, આ સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
સોલંકી શાસકોના એક મોટા રાજ્યની રાજધાની આ નગર રહેલુ છે. આ સ્થળ હેમચંદ્રાચાર્યની પવિત્ર ભૂમિ છે. જે મહાન વિચારક જેઓએ વ્યાકરણ, સાહિત્ય, ધર્મ, અને દર્શન અધ્યયનમાં અમૂલ્ય યોગદાન આપ્યુ છે.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. શરુઆતમાં મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની 41 કોલેજને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જોડવામાં આવી હતી.