AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શા માટે મોબાઈલ કંપની વારંવાર મોકલે છે અપડેટ ? જો તમે અપડેટ ન કરો તો શું થશે નુક્સાન ? જાણો આ અહેવાલમાં

સમયાંતરે તમારો મોબાઈલ અપડેટ કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. કારણ કે નવી ટેકનોલોજી તમારા ફોન ચલાવવાના અનુભવને સુધારે છે.

શા માટે મોબાઈલ કંપની વારંવાર મોકલે છે અપડેટ ? જો તમે અપડેટ ન કરો તો શું થશે નુક્સાન ? જાણો આ અહેવાલમાં
Smartphone
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 7:00 AM
Share

સ્માર્ટફોનમાં સોફ્ટવેર તમને ઘણીવાર અપડેટ સંબંધિત મેસેજ મળતા હોય છે, પરંતુ તમે તે નોટિફિકેશન્સને અવગણો છો. કારણ કે અપડેટમાં ઘણો સમય લાગે છે અને તેને અપડેટ કરવા માટે ઘણો ડેટા પણ ઉપયોગમા લેવાય છે. પરંતુ સોફ્ટવેરને અપડેટ ન કરવું એ ભૂલ છે. કારણ કે અપડેટમાં કંપનીઓ એવી ઘણી વસ્તુઓ આપે છે જે તમારા માટે ફાયદાકારક છે.

સોફ્ટવેર અપડેટના ફાયદા

નવા ફીચર્સ મળશે

છેલ્લા કેટલાક વર્ષોમાં વોટ્સએપના ઘણા અપડેટ્સ આવ્યા છે અને દર વખતે કંપનીએ કેટલાક નવા ફીચર્સ આપ્યા છે. અપડેટ્સમાં આવું ઘણી વાર થાય છે. કંપનીઓ એપ્લિકેશન્સ અને ઓપરેટિંગ સિસ્ટમ્સ સાથે નવા ફીચર્સ આપે છે.

સ્પીડ વધી જાય છે.

અપડેટ એપ્સને પહેલા કરતા વધુ સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરે છે, જેથી તેમની સ્પીડ પહેલા કરતા વધુ સારી બની શકે. એપમાં ઉપલબ્ધ ફીચર્સને ઝડપથી એક્સેસ કરી શકાય, ટાઈપિંગમાં ઝડપી થઈ શકે અથવા વીડીયો માટેના એપ્સ છે તો ઝડપથી સ્ટ્રીમ થઈ શકે.

ઓપરેટીંગ વધુ સારુ બનશે

સોફ્ટવેર અપડેટ્સ દરમિયાન, સિક્યુરીટી અને નવા ફીચર્સ સાથે એવો પ્રયત્ન પણ કરવામાં આવતો હોય છે કે, એપ્લિકેશનનો ઉપયોગ વધુ સરળ બને. બજારમાં નવી નવી ટેકનોલોજીના ફોન હોય છે. આ સ્થીતીમાં સોફ્ટવેરના માધ્યમ દ્વારા એપ્લિકેશનને હાર્ડવેર અને ઓપરેટીંગ માટે કંપેટીબલ બનાવવામાં આવે છે.

ખામીઓ દૂર થશે

એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે, તમને ઘણી વખત કેટલીક ખામીઓ પણ જોવા મળતી હોય છે. આ સ્થિતિમાં, કંપનીઓ અપડેટ્સ આપીને તે ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે જેથી યુઝર્સને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

સુરક્ષા પહેલા કરતા વધુ સારી બને છે

તમારા ફોન અને ઇમેઇલ આઇડીને હેકરોથી બચાવવા માટે, કંપનીઓ સોફ્ટવેર અપડેટમાં સુરક્ષા અપડેટ્સ પર સૌથી વધુ ધ્યાન આપે છે. સુરક્ષા સંબંધિત ખામીઓને દૂર કરીને એપ્લિકેશન્સ અને ઓપરેટિંગ સિસ્ટમોમાં વધુ સુધારો કરવામાં આવતો હોય છે.

જો સોફ્ટવેર અપડેટ ન થાય તો હેકિંગ પણ થઇ શકે છે

સોફ્ટવેર અપડેટ ન કરવાથી તમારા ફોનની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. એટલે કે તમારો ફોન હેક થઈ શકે છે. તેથી જ સોફ્ટવેરને અપડેટ કરવું અત્યંત મહત્વનું છે. એન્ડ્રોઇડ એ વિશ્વની સૌથી મોટી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેથી જ મોટાભાગના હેકિંગ હુમલાઓ એન્ડ્રોઇડ પર જ થાય છે. એટલા માટે કંપની વારંવાર અપડેટ્સ મોકલીને તમારા ફોનની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. જેથી તમારો ફોન સુરક્ષિત રહે. તેથી જ્યારે પણ નવું સોફ્ટવેર અપડેટ આવે ત્યારે તમારા મોબાઈલને જલદી અપડેટ કરો.

આ પણ વાંચો :  Google Search : ગુગલમાં થવા જઇ રહ્યો છે આ ખાસ બદલાવ, જો તમને પણ ગુગલ કરવાની આદત છે તો વાંચો અહેવાલ

g clip-path="url(#clip0_868_265)">