Google Search : ગુગલમાં થવા જઇ રહ્યો છે આ ખાસ બદલાવ, જો તમને પણ ગુગલ કરવાની આદત છે તો વાંચો અહેવાલ
હવે ગુગલે મોબાઇલ માટે એન્ડલેસ સ્ક્રોલ લેઆઉટ રજૂ કર્યું છે. તેનો અર્થ એ છે કે જો તમે મોબાઇલમાં ગુગલ સર્ચ કરી રહ્યા છો, તો પછી આગળના પેજનો વિકલ્પ નીચે આવશે નહીં અને તમે અવિરત સ્ક્રોલ કરી શકો છો.
ગુગલ (Google) જ્યારથી લોકોના જીવનમાં આવ્યુ છે લોકોનું જીવન સરળ બની ગયુ છે. કોઇ પણ વિષયને લગતી માહિતી હોય, દુનિયાની કોઇ પણ ભાષામાં માહિતી જોઇતી હોય એક ક્લિક પર ગુગલ આપણી સામે લાવી આપે છે. જો તમે પણ દરેક નાની વસ્તુને ગુગલ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. હવે તમારા મોબાઇલ પર ગુગલ સર્ચનો (Google Search) અનુભવ બદલાવા જઇ રહ્યો છે. વાસ્તવમાં ગુગલે તાજેતરમાં મોટો ફેરફાર કર્યો છે. ચાલો જાણીએ ગુગલના આ નવા ફેરફાર વિશે.
સામાન્ય રીતે આપણે ગૂગલ પર આપણા દરેક નાના મોટા સવાલોના જવાબ શોધીએ છીએ, જો એક પેજ પર કોઈ જવાબ ન મળે તો આપણે આગલા પેજ પર જઈએ અને જ્યાં સુધી આપણો જવાબ ન મળે ત્યાં સુધી આપણી શોધ ચાલુ રહે છે અને આપણે આગલા પેજ પર જઇએ છીએ. પરંતુ હવે ગુગલ સર્ચ રિઝલ્ટ પેજમાંં Next Page નું વિકલ્પ દેખાશે નહીં.
આપણે બધા જાણીએ છીએ કે ગુગલ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે. કંપની આ સર્ચ ઇન્ટરફેસમાં નાના-મોટા ફેરફારો કરતી રહે છે. કેટલાક ફેરફારો આપણને દેખાય છે, જ્યારે કેટલાક ફેરફારો વિશે કોઈને ખબર નથી હોતી. તેવી જ રીતે, ગુગલે બીજો મોટો ફેરફાર કર્યો છે. તમે આ તાજેતરના ફેરફારને ગુગલ સર્ચમાં આ વર્ષનો સૌથી મોટો ફેરફાર કહી શકો છો.
અત્યારે ગુગલ સર્ચમાં 1 2 3 4 5… આ રીતે આગળના પેજના ઘણા બધા વિકલ્પો નીચે દેખાય છે. પરંતુ હવે ગુગલે મોબાઇલ માટે એન્ડલેસ સ્ક્રોલ (Endless Scroll) લેઆઉટ રજૂ કર્યું છે. તેનો અર્થ એ છે કે જો તમે મોબાઇલમાં ગુગલ સર્ચ (Mobile Google Search) કરી રહ્યા છો, તો પછી આગળના પેજનો વિકલ્પ નીચે આવશે નહીં અને તમે અવિરત સ્ક્રોલ કરી શકો છો. તમે સતત સ્ક્રોલ કરીને તમારી સર્ચ ક્વેરીને લગતા પરિણામો જોઈ શકો છો અને ગુગલનું પેજ ક્યારેય ખતમ નહીં થાય.
આ પણ વાંચો –
મહારાષ્ટ્ર પોલીસને માફિયા કહેવા બદલ CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ પોલીસ કંઈક ખોટુ કરતા રોકે તો “માફિયા”
આ પણ વાંચો –
હવે ગાય અને ભેંસ પણ ખાશે ખાસ કેન્ડી ચોકલેટ, પોષક તત્વોથી ભરપૂર આ ચોકલેટથી દૂધનું ઉત્પાદનમાં થશે વધારો
આ પણ વાંચો –