AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC App Fraud: જો તમે આઈઆરસીટીસીની એપ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરો છો ? તો રહો સાવધાન, ફેક એપ દ્વારા થાય છે છેતરપિંડી, જુઓ Video

મુસાફરો તેમની ટિકિટ IRCTC મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુક કરે છે. પરંતુ, સાયબર ઠગ્સે આ એપ પણ છોડી નથી. તાજેતરમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સાયબર ઠગ્સ IRCTC ની ફેક એપ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

IRCTC App Fraud: જો તમે આઈઆરસીટીસીની એપ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરો છો ? તો રહો સાવધાન, ફેક એપ દ્વારા થાય છે છેતરપિંડી, જુઓ Video
IRCTC App Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 1:18 PM
Share

ભારતમાં કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. મુસાફરોની સુવિધા માટે ઓફલાઇન અને ઓનલાઈન ટિકિટ બુક (Ticket Booking) કરવાની સુવિધા આપવામાં આવી છે. એક આંકડા મુજબ ભારતમાં દરરોજ 10 લાખથી વધુ ટ્રેન ટિકિટ બુક થાય છે. મહત્તમ મુસાફરો તેમની ટિકિટ IRCTC મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુક કરે છે. પરંતુ, સાયબર ઠગ્સે આ એપ પણ છોડી નથી. તાજેતરમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સાયબર (Cyber Crime) ઠગ્સ IRCTC ની ફેક એપ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

અંગત માહિતી અને બેંક વિગતોની ચોરી કરે છે

સાયબર ઠગ નકલી IRCTC એપની લિંક લોકોને ઈમેલ અથવા જુદા-જુદા મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા શેર કરી રહ્યા છે. જે યુઝર્સ સાયબર ઠગ્સ દ્વારા મોકલવામાં આવેલી લિંકને ક્લિક કરીને ડાઉનલોડ કરે છે અને ટિકિટ બુક કરાવે છે, તો તેમની અંગત માહિતી અને બેંક વિગતોની ચોરી કરે છે. ત્યારબાદ તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. તેથી જો તમને પણ IRCTC રેલ કનેક્ટ એપ ડાઉનલોડ કરવા માટેની કોઈ લિંકનો મેસેજ મળે છે, તો તેનાથી સાવચેત રહો.

એપની લિંક વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા મોકલવામાં આવી રહી છે

IRCTCએ એડવાઈઝરી એક જાહેરી કરી છે, જેમાં લોકોને ‘irctcconnect.apk’ નામની શંકાસ્પદ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવાની ચેતવણી આપી છે. આ એપની લિંક વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા મોકલવામાં આવી રહી છે. IRCTCએ કહ્યું છે કે આ એપને WhatsApp અને Telegram જેવા મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા વ્યાપકપણે પ્રમોટ કરવામાં આવી રહી છે. IRCTCએ યુઝર્સને કહ્યું છે કે જો તમે આ નકલી irctcconnect.apk એપ ડાઉનલોડ કરો છો, તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

આ પણ વાંચો : Bank FD Fraud: બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ પર થઈ રહી છે છેતરપિંડી, આ બાબતોનું રાખો ધ્યાન, જુઓ Video

આ રીતે રાખો સાવચેતી

IRCTC એપ ડાઉનલોડ કરવા માટે Google Play Store પર જાઓ. Google Play Store પરથી સત્તાવાર IRCTC Rail Connect મોબાઇલ એપ ડાઉનલોડ કરવી જોઈએ. IRCTC લોકોને ક્યારેય તેમનો PIN, OTP, પાસવર્ડ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો, નેટ બેંકિંગ પાસવર્ડ અથવા UPI વિગતો પૂછતું નથી. જો કોઈ તમને આવી માહિતી માટે પૂછે તો સાવચેત રહો.

જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
g clip-path="url(#clip0_868_265)">