AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank FD Fraud: બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ પર થઈ રહી છે છેતરપિંડી, આ બાબતોનું રાખો ધ્યાન, જુઓ Video

હાલમાં સાયબર ક્રાઈમના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. આજે આપણે જાણીશું કે, બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (Bank Fixed Deposit Fraud) પર કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે.

Bank FD Fraud: બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ પર થઈ રહી છે છેતરપિંડી, આ બાબતોનું રાખો ધ્યાન, જુઓ Video
Bank FD Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 1:39 PM
Share

દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેની સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. આજે આપણે જાણીશું કે, બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (Bank Fixed Deposit Fraud) પર કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે.

બેંકની એફડી દ્વારા છેતરપિંડી કરવાની નવી રીત

શું બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા ફ્રોડ થઈ શકે? તમે વિચારતા હશો કે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવું તો એકદમ સુરક્ષિત છે, તો તેમા કેવી રીતે છેતરપિંડી થઈ શકે? પરંતુ ઠગ્સ લોકોએ બેંકની એફડી દ્વારા છેતરપિંડી કરવાની નવી રીત શોધી લીધી છે. ફ્રોડ કરનારા પહેલા તો ડેટાની ચોરી કરે છે અને ત્યારબાદ કોન્ટેક્ટ ડીટેઈલ મેળવી લોકોને ફોન કોલ કરે છે.

બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે

જે લોકોએ જુદી-જુદી બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવેલી છે તેને ફોન કરીને કહેવામાં આવે છે કે તમારી ફિક્સ્ડ ડિપોઝિટમાં પાકતી મુદત પહેલા થોડી વિગતો સુધારવાની જરૂરિયાત છે. તેથી તમે તમારી એફડીની વિગતો અમને આપો. તે તમને વિશ્વાસમાં લેવા માટે થોડી માહિતી તમને શેર કરશે અને અંગત માહિતી આપવા માટે જણાવશે. લોકોને તેમના પર ભરોસો થયા બાદ વિગતો શેર કરે છે અને ત્યારબાદ બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે.

લોકો પોતાની એફડીની વિગતો આપે છે ત્યારબાદ તેમાં ફેરફાર કરીને છેતરપિંડી કરે છે. હાલમાં આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા લોકો સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે. હવે મહત્વની વાત એ છે કે આ પ્રકારના ફ્રોડથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ.

આ પણ વાંચો : Artificial Intelligence Fraud: જો તમારા મિત્ર કે સંબંધી રૂપિયાની મદદ માંગે તો સાવચેત રહો, AI દ્વારા અવાજ બદલીને થાય છે ફ્રોડ

છેતરપિંડીથી બચવા આ બાબતોનું રાખો ધ્યાન

સૌપ્રથમ તો જો કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ કોલ અથવા મેસેજ આવે તો તેને રીપ્લાઈ આપવો નહીં. મેસેજની લિંક પર જો કોઈ વેબસાઈટ પર વિગતો અપડેટ કરવાનું કહેવામાં આવે તો તેમાં અંગત વિગતો આપવી નહીં, કારણ કે, બેંકની વેબસાઈટ જેવી જ દેખાતી સાઈટ હકીકતમાં ફેક હોય છે.

આ ઉપરાંત જ્યારે તમે બેંકમાં FD કરાવવા માટે જાઓ છો ત્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે તમને વધારે વ્યાજ સાથે સારૂ રીટર્ન મળે તેવી રીતે રોકાણ કરીવી આપીશ તો આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ. FD બુકિંગ માટે ક્યારેય પણ કોરો ચેક આપશો નહીં. જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">