Tokyo Olympics: ભારતની મહિલા હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત, આયરલેન્ડ સામે 1-0 થી જીત
આયરલેન્ડની સામે ભારતની મહિલા હોકી ટીમે (India’s Women Hockey Team) પોતાની મેચ 1-0 થી જીતી હતી. આ જીત ભારતને ચોથા ક્વાર્ટરમાં મળી હતી. ભારતે આ મેચમાં 14 પેનલ્ટી કોર્નર ગુમાવ્યા બાદ મેળવી હતી.
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ની ટર્ફ પર ભારતીની પુરુષ હોકી ટીમની ધમાલ જારી છે. ભારતની મહિલા હોકી ટીમે (India’s Women Hockey Team) આયરલેન્ડ (Ireland) ને હરાવીને આશાઓને જીવંત રાખી છે. આયરલેન્ડ સામે ભારતની મહિલા હોકી ટીમે પોતાની મેચ 1-0 જીતી લીધી છે. આ જીત ભારતે ચોથા ક્વાર્ટરમાં મેળવી છે.
મેચમાં જ્યારે અંતિમ 3 બાકી રહી હતી, ત્યારે જ આ ગોલ રાની રામપાલ (Rani Rampal) અને નવનીત કૌરની જુગલબંધી વડે કરી શકાયો હતો. આ જીત સાથે ભારતની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશાઓ બંધાયેલી છે.
આયરલેન્ડ સામે મેચમાં ભારતીય મહિલા હોકી ટીમ માટે જીત કોઇ પણ સંજોગોમાં જરુરી હતી. ભારતીય ટીમે શરુઆતથી જ આક્રમક હોકી અપનાવી હતી. પ્રથમ ક્વાર્ટર સુધી ગોલ કરવામાં તેની દરેક કોશીષ નિષ્ફળ રહી હતી. ભારતે આયરલેન્ડની સામે 14 પેનલ્ટી કોર્નર ગુમાવ્યા હતા. જોકે આખરે મેચ જયારે અંતિમ ત્રણ મીનીટની રહી હતી, એ દરમ્યાન જ ભારત ગોલ કરી શક્યુ હતું. અનુભવી રાની રામપાલે ગોલ કરાવીને ટીમે જીત અપાવી હતી.
ભારતે આયરલેન્ડને 1-0 થી હરાવ્યું
જીત આયરલેન્ડને પણ જરુરી હતી. આખરી પળોમાં જ્યારે રાની રામપાલે ગોલ કર્યો, ત્યારે આયરલેન્ડની ટીમ પણ આંચકો ખાઇ ગઇ હતી. ત્યારબાદ તેણે ભારતીય ગોલ પોસ્ટ તરફ આક્રમક બની ગઇ હતી. તે કોશિશમાં તેણે પોતાના ગોલકીપરને પણ લગાવી દીધો હતો. જોકે ગોલ કરવાના તેના તમામ પ્રયાસોને ભારતીય ટીમે નિષ્ફળ બનાવી દીધા હતા.
આ પહેલા દાદ દેવી પડશે, આયરલેન્ડના ગોલકીપરને કે તેણે કમાલનુ પ્રદર્શન કરીને ભારતના તમામ હુમલાઓને નિષ્ફળ કર્યા હતા. ભારતને આ મેચમાં 14 પેનલ્ટી કોર્નર મળ્યા હતા. મતલબ જો તેનો લાભ ઉઠાવી શકતા તો વાધારે ગોલ થઇ શકતા હતા. જોકે આયરીશ ગોલકીપરે એમ થવા દીધુ નથી.
આમ બનશે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો માર્ગ
હવે ભારતીય મહિલા હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે, પોતાની આગળના ગૃપની મેચ શનિવારે સાઉથ આફ્રિકા સામે જીતવી રહેશે. સાથે જ એ પણ પ્રાર્થના કરવાની રહેશે કે, આયર્લેન્ડ પોતાની અંતિમ ગૃપ મેચ હારી જાય. જો એમ થશે તો, ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ થઇ શકશે.