Mirabai Chanu : બાળકીએ મીરાબાઈ ચાનુની નકલ કરી, મીરાબાઈએ કહ્યું ‘So cute. Just love this ’
સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક નાનકડી બાળકી મીરાબાઈ ચાનુની જેમ વેટલિફ્ટિંગ કરી રહી છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
Mirabai Chanu : ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ (Silver medal)જીતનારી ભારતીય મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) દેશભરના લોકો માટે પ્રેરણા બની છે. મીરાબાઈ ચાનુએ જે રીતે તમામ સંધર્ષો બાદ મોટી સફળતા પ્રાપ્ત કરી તે તેમણે પોતાના સપનાને સાચું કર્યું છે.
24 જુલાઈના રોજ ટોક્યો ઓલિમ્પિકમાં વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ સીલ્વર મેડલ (Silver medal)જીતી ભારતના પોઈન્ટ ટેબલમાં સ્થાન નોંધાવ્યું છે. ચાનુ આ વર્ષ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં સિલ્વર મેડલ જીતનારી એક માત્ર ભારતીય ખેલાડી છે.
Junior @mirabai_chanu this s called the inspiration pic.twitter.com/GKZjQLHhtQ
— sathish sivalingam weightlifter (@imsathisholy) July 26, 2021
સોશિયલ મીડિયા (social media )માં એક શાનદાર વિડીયો વાયરલ (Video viral) થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક નાનકડી બાળકી વેટલિફ્ટિંગ કરી રહી છે. તેમની પાછળ ટીવી પર મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)ઓલિમ્પિકમાં મેડલ જીતતી જોવા મળે છે. વીડિયોમાં નાની બાળકી વેટલિફ્ટિંગ (Weightlifting) કરી રહી છે તે વેટલિફ્ટર સતીશની પુત્રી છે. જે મીરાબાઈ ચાનુને જોઈ તેની કોપી કરી રહી છે. આ વિડીયો પર મીરાબાઈ ચાનુએ પણ કૉમેન્ટ કરી છે.
મીરાબાઈ ચાનુને પસંદ આવી બાળકીની સ્ટાઈલ
So cute. Just love this. https://t.co/IGBHIfDrEk
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 26, 2021
આ વિડીયોને sathish sivalingam weightlifter શેર કર્યો છે. સતીશ વેટલિફ્ટિંગની દુનિયામાં ભારતનું નામ રોશન કરી ચૂક્યો છે. તેમણે આ વીડિયોને પોતાના સોશિયલ એકાઉન્ટ (Social account)પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે,@mirabai_chanu આને પ્રેરણા કહે છે. સોશિયલ મીડિયા (social media )પર જે રીતે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે સાથે જ લોકોની પ્રતિક્રિયાનો વરસાદ થઈ રહ્યો છે.
એક યુઝરે લખ્યું કે, ખરેખર મીરાબાઈ ચાનુ આપણા દેશનું ગર્વ છે. તો અન્ય યુઝરે લખ્યું કે જેટલી આટલી નાની બાળકી હવે મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)ના બનવાનું સપનું જોઈ રહી છે. આ વિડીયોને અત્યારસુધીમાં 2 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. જ્યારે 21 હજારથી વધુ લોકો વિડીયોને લાઈક કર્યો છે.
આ પણ વાંચો : dope test : મીરાબાઈ ચાનૂને નહિ મળે ગોલ્ડ મેડલ , જાણો કેમ ?