Thomas Cup : થોમસ કપમાં ભારતની ધમાકેદાર શરૂઆત, જર્મનીને 5-0થી રગદોળ્યું
Thomas Cup 2022 : ભારતીય પુરૂષ બેડમિન્ટન (Badminton) ટીમ હજુ સુધી ક્યારેય સેમિ ફાઈનલમાં પહોંચી નથી. આવી સ્થિતિમાં ભારતીય શટલરે જર્મની સામે જે રીતે શરૂઆત કરી છે, તેનાથી આશા રાખવી જોઈએ કે આ વખતે ટીમ ઈન્ડિયા આ માન્યતાને તોડી શકશે.
ભારતીય પુરુષ બેડમિન્ટન (Indiand Badminton Team) ટીમે શાનદાર પ્રદર્શન કરતા રવિવારે જર્મનીને 5-0 થી હરાવીને થોમસ કપ (Thomas Cup 2022) માં પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Badminton Championship) ના બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેન (Lakshya Sen) એ વિશ્વના 64માં ક્રમાંકિત મેક્સ વેઇજકિર્ચન સામે 21-16, 21-13 થી આરામદાયક જીત મેળવીને ભારતીય ટીમ માટે મજબૂત પાયો નાખ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં ભારતના યુવા બેડમિન્ટન ખેલાડીઓની વાત કરીએ તો સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી (Satwiksairaj Rakky Reddy) અને ચિરાગ શેટ્ટી (Chirag Shetty) ની ડબલ્સની જોડીએ જોન્સ રાલ્ફી યાનસેન અને માર્વિન સીડેલ સામે એક કલાક સુધી ચાલેલી મેચમાં 21-15, 10-21, 21-13 થી જીત નોંધાવવા માટે ત્રણ સેટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો.
કિદાંબી શ્રીકાંતે આ ટુર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી
ભારતના બેડમિન્ટન સ્ટાર અને વર્લ્ડ નંબર 11 ક્રમાંકીત કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikant) એ ધીમી શરૂઆત કરી હતી અને 18-21, 21-9, 21-11 થી કાઈ શેફર પર જીત નોંધાવી હતી. આ જીત સાથે તે ગ્રુપ C માં ભારતને 3-0 ની અજેય લીડ અપાવી હતી. એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાએ બીજી મેન્સ ડબલ્સ મેચમાં બજોર્ન ગેઈસ અને જેન કોલિન વોલ્કરને 25-23, 21-15 થી હાર આપી હતી. તો બીજી તરફ વિશ્વમાં 23 માં ક્રમાંકિત એચએસ પ્રણયએ (HS Pranoy) મેથિયાસ કિકલિટ્ઝને બીજી મેન્સ ડબલ્સ મેચમાં 21-9, 21-9 થી માત આપી હતી. આમ ભારતે શાનદાર પ્રદર્શન કરતા જર્મનીને 5-0 થી હરાવીને બહાર કરી દીધું હતું.
LINEUP 🏷️
All the best boys! 💪
📺: @VootSelect & @Sports18#TUC2022#ThomasCup #Bangkok2022 #IndiaontheRise#Badminton pic.twitter.com/RyhDQGEm6L
— BAI Media (@BAI_Media) May 9, 2022
ભારત આ ટુર્નામેન્ટમાં ક્યારેય સેમિ ફાઇનલમાં પહોંચ્યું નથી
ટૂર્નામેન્ટમાં પોતાનો પ્રથમ મેડલ શોધી રહેલી ભારતીય પુરુષ ટીમ માટે આ શાનદાર શરૂઆત ગણવામાં આવે છે. ભારત હજુ સુધી થોમસ કપ (Thomas Cup) ટુર્નામેન્ટમાં સેમિ ફાઈનલમાં ક્યારેય પહોંચી શક્યું નથી. ગત વર્ષે ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલથી આગળ વધી શકી ન હતી. ભારતીય મહિલા ટીમ ઉબેર કપ (Uber Cup) ના ગ્રુપ D માં કેનેડા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઉબેર કપમાં ભારતને પીવી સિંધુ (PV Sindhu) પાસેથી ઘણી આશાઓ છે.