AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024, Day 12, LIVE Updates: વિનેશ ફોગાટ માટે સિલ્વરની માંગ, ઓલિમ્પિક ચેમ્પિયન સમર્થનમાં આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2024 | 10:30 PM
Share

India at Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકનો આજે 12મો દિવસ છે. ભારતે પ્રથમ 11 દિવસમાં 4 મેડલ જીત્યા છે. અને, હવે 12મા દિવસે, આપણે ભારતના ખાતામાં મેડલ્સમાં થોડો વધારો જોઈ શકશું.

Paris Olympics 2024, Day 12, LIVE Updates:  વિનેશ ફોગાટ માટે સિલ્વરની માંગ, ઓલિમ્પિક ચેમ્પિયન સમર્થનમાં આવ્યા

ભારત પેરિસ ઓલિમ્પિકમાં ટોક્યોની સફળતાને પાછળ છોડી શકે છે. પરંતુ, તેના માટે તેણે તેની આગામી તમામ મેડલ ઇવેન્ટમાં પોડિયમ પર સમાપ્ત કરવું પડશે. ભારત પાસે 12માં દિવસે એથ્લેટિક્સ, કુસ્તી અને વેઈટલિફ્ટિંગમાં મેડલ જીતવાની તક હશે. ભારતીય ખેલાડીઓની મોટાભાગની મેડલ ઈવેન્ટ્સ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે થશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Aug 2024 10:30 PM (IST)

    મીરાબાઈ ચાનુની મેચ 11 વાગ્યાથી

    વિનેશ ફોગાટની બહાર થયા બાદ હવે મીરાબાઈ ચાનૂ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા છે. તે 11 વાગ્યાથી વેઈટલિફ્ટિંગમાં ભાગ લેવા જઈ રહી છે.

  • 07 Aug 2024 09:01 PM (IST)

    ગોલ્ફનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો

    મહિલા ગોલ્ફનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ભારતીય ગોલ્ફરોએ પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ રાઉન્ડ બાદ દીક્ષા ડાગર 7મા અને અદિતિ અશોક 12મા ક્રમે છે.

  • 07 Aug 2024 08:32 PM (IST)

    આજે રાત્રે ભારતના મુકાબલા

    10:45 PM- અબ્દુલ્લા અબુબકર અને પ્રવીણ ચિત્રવેલ, ટ્રિપલ જમ્પ (ક્વોલિફાય રાઉન્ડ)

    11:00 PM- મીરાબાઈ ચાનુ, વેઈટ લિફ્ટિંગ

    01:13 AM: અવિનાશ સાબલે, 3000 મીટર સ્ટીપલચેસ (ફાઈનલ)

  • 07 Aug 2024 08:14 PM (IST)

    વિનેશ માટે સિલ્વરની માંગણી

    2012 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર અમેરિકન રેસલર જોર્ડન બરોએ વિનેશ ફોગાટ માટે સિલ્વર મેડલની માંગ કરી છે.

  • 07 Aug 2024 07:28 PM (IST)

    વિનેશને સિલ્વર મેડલ આપવાની માંગ

    વિનેશ ફોગટને સિલ્વર મેડલ આપવાની માંગ છે. બજરંગ પુનિયા અને અન્ય ઘણા ખેલાડીઓ અને લોકોએ આ અંગે સોશિયલ મીડિયા પર અભિયાન પણ શરૂ કર્યું છે.

  • 07 Aug 2024 06:38 PM (IST)

    ફાઈનલ પહેલા વિનેશ ફોગાટનું વજન કેવી રીતે વધ્યું?

    વિનેશના ન્યુટ્રિશનિસ્ટ દિનશા પારડીવાલાએ ખુલાસો કર્યો છે કે તેને આખા દિવસ દરમિયાન સામાન્ય રીતે 1.5 કિલો વજન આપવામાં આવે છે, જે તેને મેચ માટે પૂરતી એનર્જી આપે છે. ક્યારેક સ્પર્ધા પછી વજન વધી જાય છે. વિનેશે સતત ત્રણ મેચ રમી હતી, તેથી તેને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે પાણી આપવું પડ્યું હતું. આ પછી જાણવા મળ્યું કે વજન સામાન્ય કરતા વધારે વધી ગયું હતું. રાતોરાત વજન ઘટાડવા માટેની સરળ પ્રક્રિયા શરૂ કરી. જો કે, તમામ પ્રયાસો છતાં, વિનેશનું વજન તેના 50 કિલો વજનની શ્રેણી કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું.

  • 07 Aug 2024 05:45 PM (IST)

    Paris Olympics 2024 :નીતા અંબાણીએ શું કહ્યું જાણો

    ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી કહે છે, ‘આજે આખો દેશ વિનેશનું દર્દ અને દુ:ખ વિશે ચર્ચા કરી રહ્યો છે. તે ચેમ્પિયન ફાઈટર છે,તે વધુ મજબૂત રીતે પરત આવશે. તેણે વારંવાર બતાવ્યું છે કે તેના જેટલી તાકાત કોઈમાં નથી. તુ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છો. ખાસ કરીને યુવાન છોકરીઓ અને તેમના માતા-પિતા માટે, તેમને સપના અને દ્રઢતાની શક્તિ બતાવે છે અમે બધા તમારી સાથે છીએ.

  • 07 Aug 2024 05:40 PM (IST)

    Paris Olympics 2024 :મીરાબાઈ અને અવિનાશ સાબલે પાસે મેડલની આશા

    કુસ્તીની નિરાશા બાદ હવે તમામ આશા વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ અને એથ્લેટિક્સમાં 3000 મીટર સ્ટીપલચેસમાં અવિનાશ સાબલે પર ટકેલી છે. મીરાબાઈનો મુકાબલો આજે રાત્રે 11 વાગ્યે છે. જ્યારે અવિનાશ સાબલે મોડી રાત્રે એક્શનમાં જોવા મળશે.

  • 07 Aug 2024 05:30 PM (IST)

    Paris Olympics 2024 :સચિન તેંડુલકરે કર્યું ટ્વિટ

    દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે ટ્વીટ કરીને લખ્યું કે, નિશા દહિયા અને વિનેશ ફોગાટને પ્રોત્સાહન આપો. તેણે લખ્યું, ઈજા છતાં લડાઈ ખરેખર અદ્ભુત હતી. વિનેશ, ફાઇનલમાં તારી અવિશ્વસનીય સફર અને યુઇ સુસાકી સામેની તારી જીતે અમારી પ્રશંસા વધારી છે.

  • 07 Aug 2024 05:15 PM (IST)

    Paris Olympics 2024 :વિનેશ ફોગાટના ડિસક્વોલિફિકેશનને લઈને સંસદની બહાર વિરોધ પ્રદર્શન

    વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માંથી ડિસક્વોલિફિકેશન કર્યા બાદ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.  વિપક્ષી સાંસદોએ પણ આ અંગે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર આ બાબતે તપાસ કરાવે તેવી માંગ ઉઠી છે.

  • 07 Aug 2024 05:12 PM (IST)

    Paris Olympics 2024 : મીરાબાઈ ચાનુની મેચ ક્યારે શરુ થશે

    પેરિસ ઓલિમ્પિકમાં ભારત તરફથી મેડલ લાવવાની લડાઈ ચાલી રહી છે. મીરાબાઈ ચાનુની વેઈટ લિફ્ટિંગની ફાઈનલ મેચ આજે રાત્રે 11 વાગ્યે યોજાવાની છે.તમને જણાવી દઈએ કે જિયો સિનેમા પર ઓલિમ્પિક્સ લાઈવ જોવા માટે તમારે કોઈ સબસ્ક્રિપ્શન ફી ચૂકવવાની જરૂર નથી, તમે મીરાબાઈ ચાનુની મેચ પણ જોઈ શકો છો.

  • 07 Aug 2024 04:57 PM (IST)

    Paris Olympics 2024 : રમતગમત મંત્રીએ વિનેશ ફોગાટનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો

    કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ #ParisOlympics2024માંથી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને ડિસ્ક્વોલિફાય કરવાના મુદ્દે વાત કરી. તેણે કહ્યું, “આજે તેનું વજન 50 કિલો 100 ગ્રામ હોવાનું જાણવા મળ્યું અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબલ્યુડબલ્યુ) સામે સખત વિરોધ નોંધાવ્યો છે. IOA પ્રમુખ પીટી ઉષા પેરિસમાં છે, વડાપ્રધાને તેમની સાથે વાત કરી અને જરૂરી પગલાં લેવા કહ્યું.

  • 07 Aug 2024 04:50 PM (IST)

    Paris Olympics 2024 : પીટી ઉષાનું નિવેદન સામે આવ્યું

    IOA પ્રમુખ પીટી ઉષાએ કહ્યું, “વિનેશનું ડિસક્વોલિફિકેશન ખૂબ જ આઘાતજનક છે. હું થોડા સમય પહેલા વિનેશને ઓલિમ્પિક વિલેજ પોલીક્લીનિકમાં મળી હતી અને તેને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન, ભારત સરકાર અને સમગ્ર દેશ તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. અમે વિનેશને તમામ સપોર્ટ આપી રહ્યા છીએ.

  • 07 Aug 2024 04:39 PM (IST)

    Paris Olympics 2024 : વિશ્વાસ નથી થતો કે આવું બન્યું છેઃ બજરંગ પુનિયા

    ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ વિનેશને પ્રોત્સાહિત કરી અને આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું. તેણે લખ્યું કે વિનેશ, તું હિંમત અને નૈતિકતાની ગોલ્ડ મેડાલિસ્ટ છો.ગઈકાલે, જ્યારે ઓલિમ્પિક અધિકારીઓએ રમતા પહેલા તમારું વજન કર્યું, ત્યારે તમારું વજન સંપૂર્ણ હતું. આજે સવારે જે બન્યું તે કોઈ માનવા માંગતું નથી.

  • 07 Aug 2024 04:20 PM (IST)

    Paris Olympics 2024 : આખો દેશ તમારી સાથે છેઃ સીએમ યોગી

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિનેશ ફોગટ માટે લખ્યું, “વિનેશ ફોગટ જી, તમે બધા ભારતીયોનું ગૌરવ છો, વિજેતા છો, ચેમ્પિયન છો. આખો દેશ તમારી સાથે ઉભો છે.”

  • 07 Aug 2024 04:07 PM (IST)

    Paris Olympics 2024 : અંતિમ પંઘાલ બહાર થઈ

    પંખાલ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ છે. તેને રાઉન્ડ ઓફ 16માં તુર્કી રેસલર પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.

  • 07 Aug 2024 04:00 PM (IST)

    Paris Olympics 2024 : ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ બહાર

    ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ બહાર થઈ ગઈ છે. ભારતને ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના હાથે 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતનો ટેબલ ટેનિસમાં પડકાર ખતમ થઈ ગયો છે.

  • 07 Aug 2024 03:55 PM (IST)

    Paris Olympics 2024 :અનુ રાની ભાલા ફેંકમાંથી આઉટ

    ભારતની અનુ રાની મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી શકી નથી. તેને ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી જ બહાર થવું પડ્યું હતું. અનુએ 55.81 મીટર દૂર બરછી ફેંકી હતી. અનુ 16 ભાલા ફેંકનારાઓમાં 15મા ક્રમે રહી હતી.

  • 07 Aug 2024 03:46 PM (IST)

    Paris Olympics 2024 :થોડીવારમાં શરુ થશે પંખાલની મેચ

    ભારતીય કુસ્તીબાજ પંખાલની ફાઈનલ મેચ થોડા સમયમાં શરૂ થવા જઈ રહી છે. આજે તે મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં મેડલ હાંસલ કરતી જોવા મળી શકે છે.

  • 07 Aug 2024 03:44 PM (IST)

    Paris Olympics 2024 : ટેબલ ટેનિસમાં જર્મની ભારત પર આગળ

    ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઈનલ મેચમાં જર્મનીએ ભારત પર 2-0થી સરસાઈ મેળવી લીધી છે. મનિકા બત્રાને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

  • 07 Aug 2024 03:43 PM (IST)

    Paris Olympics 2024 : હાઈ જમ્પમાં સર્વેશ બહાર થયો

    એથ્લેટિક્સની મેન્સ હાઈ જમ્પ ઈવેન્ટમાંથી ભારત માટે સમાચાર સારા નથી. સર્વેશ કુશારે 2.20 મીટરનો જમ્પ ક્લીયર ન કરવાના કારણે બહાર થયો છે.

  • 07 Aug 2024 02:53 PM (IST)

    દાહોદના લીમખેડાની મુખ્ય પ્રાથમિક શાળામાં સ્લેબ તૂટ્યો

    દાહોદના લીમખેડાની મુખ્ય પ્રાથમિક શાળામાં સ્લેબ તૂટ્યો છે. ધોરણ 4 ના બાળકો વર્ગની બહાર હતા, તે સમય દરમ્યાન  ઘટના બની હતી. જર્જરિત હાલત હોવા છતા શાળામાં બાળકોને બેસાડવા એ શાળા સંચાલકોની ભૂલ હોવાનું વાલીઓનું કહેવું છે. બાળકો ઓરડામાં હતા નહીં માટે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આજ શાળાના મધ્યાહન ભોજનના ઓરડામાં પણ પ્લાસ્ટિક બાંધીને કામ ચલાવવામા આવે છે.

  • 07 Aug 2024 02:50 PM (IST)

    Paris Olympics 2024 : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ સંજય સિંહનું નિવેદન

  • 07 Aug 2024 02:38 PM (IST)

    Paris Olympics 2024 : વિનેશનું સ્થાન આ ખેલાડીએ લીધું

    વિનેશ ફોગાટે મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાં સુસાકીને હરાવીને મોટો અપસેટ સર્જ્યા બાદ યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેનને સેમિફાઇનલમાં વિનેશ ફોગાટ દ્વારા 5-0થી હાર આપી હતી. IOC એ પુષ્ટિ કરી છે કે વિનેશનું સ્થાન ક્યુબાના કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેન દ્વારા લેવામાં આવશે, જેને તેણે ગઈકાલે રાત્રે હાર આપી હતી.. આ ગોલ્ડ મેડલ મેચ બુધવારે (7 ઓગસ્ટ)ના રોજ યોજાશે.

  • 07 Aug 2024 02:20 PM (IST)

    Paris Olympics 2024 : વિનેશ ફોગાટનું હેલ્થ અપટેડ

    વિનેશ હાલમાં ઓલિમ્પિક વિલેજના પોલીક્લીનિકમાં છે. તે સારું અને સ્થિર છે. હવે આરામ કરે છે. ડીહાઈડ્રેશનને કારણે તે અગાઉ પણ બેહોશ થઈ ગઈ હતી. ભારતીય ટીમ પાસે આ નિર્ણય સામે અપીલ કરવાનો કોઈ વિકલ્પ નથી.

  • 07 Aug 2024 02:10 PM (IST)

    Paris Olympics 2024 :પીએમ મોદીએ પીટી ઉષા સાથે વાત કરી

    ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પીએમ મોદીએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા સાથે આ મુદ્દા પર ચર્ચા કરી, તેમની પાસેથી આ મુદ્દે સીધી માહિતી માંગી અને વિનેશની હાર બાદ ભારત પાસે કયા વિકલ્પો છે તેની માહિતી પણ લીધી. તેણે વિનેશના કેસમાં મદદ માટેના તમામ વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યું. તેણે પી.ટી. ઉષાને વિનેશને મદદ કરવા માટે તેની અયોગ્યતા અંગે સખત વિરોધ નોંધાવવા પણ કહ્યું.

  • 07 Aug 2024 01:55 PM (IST)

    India at Paris Olympics 2024 : કાકાએ નિવેદન આપ્યું

    ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા પર તેના કાકા મહાવીર ફોગાટે કહ્યું, “મારે કહેવા માટે કંઈ નથી. આખો દેશ ગોલ્ડની અપેક્ષા રાખતો હતો.નિયમો છે પણ જો કોઈ કુસ્તીબાજ 50-100 ગ્રામ વધારે હોય તો.તેનું વજન છે તો તેને રમવાની છૂટ છે, હું દેશના લોકોને કહીશ કે નિરાશ ન થાઓ, એક દિવસ તે ચોક્કસપણે મેડલ લાવશે. હું તેને આગામી ઓલિમ્પિક માટે તૈયાર કરીશ.

  • 07 Aug 2024 01:53 PM (IST)

    India Paris Olympics 2024 : સૂરજ અને પ્રિયંકા રેન્કિંગમાં પાછળ

    સૂરજ પંવાર અને પ્રિયંકા હાલમાં મેરેથોન રેસ વોક રિલે મિક્સ્ડ ઈવેન્ટમાં 16મા ક્રમે છે.

  • 07 Aug 2024 01:43 PM (IST)

    Paris Olympics 2024 :પેરિસ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સનું શેડ્યૂલ

    1:35 PM- પુરુષોની ઊંચી કૂદની ક્વોલિફિકેશન- સર્વેશ કુસારે

    1:45 PM- મહિલાઓની 100 મી. હર્ડલ (રાઉન્ડ 1)- જ્યોતિ યારાજી

    1:55 PM- મહિલા ભાલા ફેંક- અનુ રાની

  • 07 Aug 2024 01:16 PM (IST)

    vinesh phogat disqualified : વિનેશ ફોગટ બેહોશ થઈ

    વિનેશ ફોગાટ બેભાન થઈ ગઈ છે, ત્યારબાદ તેને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડીહાઈડ્રેશનના કારણે વિનેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

  • 07 Aug 2024 01:04 PM (IST)

    Paris Olympics 2024 : દેશને તમારા માટે ગર્વ છે : PM મોદી

    પીએમ મોદીએ કહ્યું વિનેશ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની નિષ્ફળતા દુઃખ આપે છે.

    Vinesh, you are a champion among champions! You are India’s pride and an inspiration for each and every Indian.

    Today’s setback hurts. I wish words could express the sense of despair that I am experiencing.

    At the same time, I know that you epitomise resilience. It has always…

    — Narendra Modi (@narendramodi) August 7, 2024

  • 07 Aug 2024 12:55 PM (IST)

    India at Paris Olympics 2024 : વજન 50 કિલોથી વધુ હોવાનું જણાયું

    ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પાછળથી આની પુષ્ટિ કરી અને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવા કહ્યું. IOAએ કહ્યું, ‘અમને એ જણાવતા દુખ થાય છે કે વિનેશ ફોગાટને મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. આખી રાત ટીમના અથાક પ્રયાસો છતાં સવારે તેનું વજન 50 કિલોથી વધુ હોવાનું જણાયું હતું.

  • 07 Aug 2024 12:42 PM (IST)

    Paris Olympics 2024 : વિનેશ આખી રાત ઊંઘી ન હતી

    ભારતીય પ્રતિનિધિમંડળે ફોગાટને વજનના માપદંડોને પૂર્ણ કરવા માટે વધારાના સમયની વિનંતી કરી હતી, પરંતુ તેમની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે રાત્રે વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 2 કિલો વધુ હતું. વજન ઘટાડવા માટે, તેણી આખી રાત ઊંઘી ન હતી અને જોગિંગ, સ્કિપિંગ અને સાયકલ ચલાવતી હતી. જોકે તેમ છતાં તેનું વજન 100 ગ્રામ વધુ રહ્યું

  • 07 Aug 2024 12:09 PM (IST)

    India at Paris Olympics 2024 : વિનેશ ફોગાટ પર ખરાબ સમાચાર

    ભારતીય ઓલિમ્પિક સંઘે પણ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાની પુષ્ટિ કરી છે. IOAએ નિવેદનમાં કહ્યું કે વિનેશ ફોગાટને 50 કિ.ગ્રા. કામને કુસ્તી મેચમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી છે. વિનેશ ફોગટનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું હતું.

  • 07 Aug 2024 11:30 AM (IST)

    India at Paris Olympics 2024 : એથ્લેટિક્સમાં અવિનાશ સાબલેની ફાઈનલ

    અવિનાશ સાબલે પણ આજે એથ્લેટિક્સ ઈવેન્ટમાં તેની ફાઈનલ છે. તે પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ રેસમાં પ્રવેશ કરશે. આ મેચ પણ 8મી ઓગસ્ટે ભારતીય સમય અનુસાર બપોરે 1.13 કલાકે રમાશે.

  • 07 Aug 2024 11:14 AM (IST)

    India at Paris Olympics 2024 : વિનેશ ફોગાટની ફાઈનલ ક્યારે છે?

    પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર મધ્યરાત્રિએ 12.30 વાગ્યે રમાશે. એટલે કે આ મેચ 7મીએ નહીં પરંતુ 8મી ઓગસ્ટે યોજાશે. આ ગોલ્ડ મેડલ મેચમાં વિનેશનો મુકાબલો અમેરિકન રેસલર સારાહ હિલ્ડેબ્રાન્ડ સાથે થશે.

  • 07 Aug 2024 10:59 AM (IST)

    India at Paris Olympics 2024 : મનુ ભાકર 2 મેડલ જીતીને દેશ પરત ફરી

    ભારતીય શૂટર મનુ ભાકર પેરિસમાં ભારતીય ધ્વજ ફરકાવ્યા બાદ ભારત પરત ફરી છે. તેની સાથે તેના કોચ જસપાલ રાણા પણ ભારત પરત ફર્યા છે. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બંનેનું સ્વાગત કરવામાં આવ્યું છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10મી. એર પિસ્તોલ અને તેની મિશ્ર ટીમ ઈવેન્ટ્સમાં બ્રોન્ઝ જીત્યો.

  • 07 Aug 2024 10:50 AM (IST)

    India at Paris Olympics 2024 : મીરાબાઈ ચાનુની આજે મેડલ મેચ છે

    મીરાબાઈ ચાનુ પેરિસ ઓલિમ્પિકમાં ભારતની એકમાત્ર વેઈટલિફ્ટર છે, જેની મેડલ ઈવેન્ટ આજે છે. ભારતને પેરિસમાં ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ પાસેથી પણ આશા છે. આ મેચ રાત્રે 11 વાગ્યે છે.

  • 07 Aug 2024 10:40 AM (IST)

    India at Paris Olympics 2024 : વિનેશનો મેડલ કન્ફર્મ, હવે પંખાલને કુસ્તીમાં તક

    મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં વિનેશ ફોગાટનો મેડલ પાક્કો છે. હવે છેલ્લી પંખાલનો વારો છે, જે મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં લડશે. પંખાલના ફોર્મને જોતા તેને પણ મેડલ જીતવાનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

  • 07 Aug 2024 10:25 AM (IST)

    India at Paris Olympics 2024 : જુઓ પેરિસ ઓલિમ્પિકનું આજનું શેડ્યુલ

  • 07 Aug 2024 10:17 AM (IST)

    India at Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકનો 12મો દિવસ, જાણો શું છે ખાસ?

    પેરિસ ઓલિમ્પિકનો આજે 12મો દિવસ છે. આજે ભારત વેઈટલિફ્ટિંગ, કુસ્તી અને એથ્લેટિક્સ જેવી રમતોની મેડલ ઈવેન્ટ્સમાં જોવા મળશે. પ્રથમ 11 દિવસમાં 4 મેડલ જીતનાર ભારત 12માં દિવસે મેડલ ટેલીમાં વધારો કરે તો નવાઈ નહીં.

Published On - Aug 07,2024 10:16 AM

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">