IPL 2024 RCB Vs DC: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દિલ્હી કેપિટલ્સને હરાવી ટોપ-5માં પહોંચી, પ્લેઓફની આશા અકબંધ

IPL 2024 RCB Vs DC: IPLની 17મી સિઝનમાં, દિલ્હી કેપિટલ્સ (DC) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે એકતરફી મેચ રમાઈ હતી. મેચમાં ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી RCB ની ટીમે આ મેચમાં બાજી મારી અને આ સાથે જ બેંગલુરુની ટીમે પણ પોઈન્ટ ટેબલમાં પણ લાંબી છલાંગ લગાવી છે.

IPL 2024 RCB Vs DC: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દિલ્હી કેપિટલ્સને હરાવી ટોપ-5માં પહોંચી, પ્લેઓફની આશા અકબંધ
Follow Us:
| Updated on: May 13, 2024 | 12:11 AM

IPL 2024 RCB Vs DC : ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન્સીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં મોટો ધમાકો કર્યો છે. રવિવાર (12 મે) ના રોજ રમાયેલી મેચમાં, તેણે દિલ્હી કેપિટલ્સ (DC) ને 47 રનથી હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં પણ લાંબી છલાંગ લગાવી છે.

બેંગલુરુના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં RCBની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19.1 ઓવરમાં માત્ર 140 રન બનાવી શકી અને મેચ હારી ગઈ.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

પંતની ગેરહાજરીમાં દિલ્હીની હાલત ખરાબ

રિષભ પંત એક મેચના પ્રતિબંધને કારણે આ મેચમાં રમ્યો ન હતો. આ સ્થિતિમાં, પંતની જગ્યાએ અક્ષર પટેલે કેપ્ટન્સી સંભાળી અને ટીમ માટે 39 બોલમાં સૌથી વધુ 57 રનની ઇનિંગ રમી. જોકે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.

તેમના સિવાય શાઈ હોપે 29 રન અને જેક ફ્રેઝર-મેકગર્કે 21 રન બનાવ્યા હતા. બીજી તરફ આરસીબીના બોલરોએ મળીને સારુ પ્રદર્શન કર્યુ. યશ દયાલે 3 અને લોકી ફર્ગ્યુસને 2 વિકેટ લીધી હતી. જ્યારે સ્વપ્નિલ સિંહ, મોહમ્મદ સિરાજ અને કેમરન ગ્રીને 1-1 વિકેટ લીધી હતી.

પ્લેઓફ માટે દિલ્હી બેંગલુરુ બંને માટે કરો યા મરોની જંગ

આ મેચ દિલ્હી અને બેંગલુરુ બંને માટે કરો યા મરોની સ્થિતિ સમાન હતી. જેમાં RCBએ બાજી મારી. આ સાથેજ બેંગલુરુની ટીમે હવે 13 મેચમાં 6 માં જીત મેળવી છે. તેમજ તે 12 પોઈન્ટ સાથે 7મા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે દિલ્હીએ પણ 13માંથી 6 જ મેચ જીતી છે.

આ સાથે, દિલ્હી કેપિટલ્સ હવે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાનેથી છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. હવે ગ્રુપ સ્ટેજમાં બંને ટીમોની 1-1 મેચ બાકી છે. જો તેઓ પ્લેઓફ માટે પોતાનો દાવો મજબૂત કરવા માંગે છે, તો બંને ટીમોએ છેલ્લી મેચ મોટા અંતરથી જીતવી પડશે.

પાટીદાર અને જેક્સે નિભાવી મજબુત પાર્ટનરશીપ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુની ટીમે 9 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. IPLમાં કોહલીની આ 250મી મેચ હતી, જેમાં તે 13 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ રજત પાટીદારે ધમાલ કરી. તેમણે 29 બોલમાં ફિફ્ટી ફટકકારી. પાટીદારે 32 બોલમાં 52 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

જ્યારે વિલ જેક્સે 29 બોલમાં 41 રન બનાવ્યા હતા. પાટીદાર અને જેક્સ વચ્ચે 53 બોલમાં 88 રનની ભાગીદારી થઈ હતી. અંતમાં કેમેરોન ગ્રીને 24 બોલમાં 32 રન બનાવ્યા હતા. બીજી તરફ દિલ્હી તરફથી ખલીલ અહેમદ અને રસિક સલામે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી હતી.

આ પણ વાંચો: IPL 2024: CSK vs RR ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી કચડ્યુ, પ્લેઓફની નજીક પહોંચી CSK

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">