AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: CSK vs RR ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી કચડ્યુ, પ્લેઓફની નજીક પહોંચી CSK

CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ ઘણી નિર્ણાયક મેચ હતી. જેમા CSK એ RRને માત આપી છે. આ સીઝનમાં CSKની 13 મેચોમાં આ સાતમી જીત છે. જ્યારે રાજસ્થઆન રોયલ્સની 12 મેચોમાં આ ચોથી હાર છે.

IPL 2024: CSK vs RR ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી કચડ્યુ, પ્લેઓફની નજીક પહોંચી CSK
| Updated on: May 12, 2024 | 8:48 PM
Share

IPL 2024, CSK vs RR ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની મેચ નંબર-61માં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ રાજસ્થાન રોયલ્સને પાંચ વિકેટથી હરાવ્યું છે. 12મી મેને ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે CSKને જીતવા માટે 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને CSK એ 18.2 ઓવરમાં જ હાંસિલ કરી લીધો હતો. આ સિઝનમાં CSKની આ 13 મેચોમાં સાતમી જીત રહી છે. આ સાથે પોઈન્ટ ટેબલમાં તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની 12 મેચોમાં આ ચોથી હાર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 41 બોલમાં અણનમ 42 રન કર્યા. જેમા બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. ઋતુરાજ ચેપોકની ધીમી પીચ પર છેક સુધી ટકી રહ્યા અને ટીમને જીત સુધી લઈ જવામાં સફળ રહ્યો. ઓપનર રચિન રવિન્દ્રએ પણ બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 18 બોલમાં 27 રન કર્યા હતા. રાજસ્થાન માટે આર અશ્ચિને સૌથી વધુ બે વિકેટ લીધી. તો યુઝવેન્દ્ર ચહલ અને નાંદ્રે બર્ગરને એક-એક વિકેટ મળી.

ચેન્નાઈ સુપર કિંગ્સનુ સ્કોરબોર્ડ (145/5, 18.2 ઓવર)

બેટ્સમેન રન બોલર વિકેટ નુકસાન
રચિન રવિન્દ્ર 27 રવિચંદ્રન અશ્વિન 1-32
 ડેરિલ મિચેલ 22 યુજવેન્દ્ર ચહલ 2-67
મોઈન અલી 10 નાંદ્રે બર્ગર 3-86
શિવમ દુબે 18  રવિચંદ્રન અશ્વિન 4-107
રવિન્દ્ર જાડેજા 5 ઓબ્સટ્રક્ટિંગ દ ફિલ્ડ 5-121

રિયાન અને જુરેલે રમી શાનદાર ઇનિંગ્સ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 5 વિકેટના નુકસાન પર 141 રન કર્યા. રાજસ્થઆન રોયલ્સ માટે રિયાન પરાગે 35 બોલમાં અણનમ 47 રનની ઈનિંગ રમી. રિયાને પોતાની ઈનિંગમાં ત્રણ સિક્સર સહિત એક ફોર ફટકારી હતી. ધ્રુવ જુરેલે પણ 2 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 18 બોલમાં 28 રન કર્યા. CSK માટે સિમરજીતસિંહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. તો તુષાર દેશપાંડેએ બે વિકેટ લીધી.

રાજસ્થાન રોયલ્સનું સ્કોરબોર્ડ  (141/5, 20 ઓવર)

બેટ્સમેન રન બેટ્સમેન વિકેટ નુકસાન
યશસ્વી જયસ્વાલ 24  સિમરજીતસિંહ 1-43
 જોસ બટલર 21  સિમરજીતસિંહ 2-49
સંજુ સેમસન 21  સિમરજીતસિંહ 3-91
ધ્રુવ જુરેલ 28  તુષાર દેશપાંડે 4-131
 શુભમ દુબે 0 તુષાર દેશપાંડે 5-131

આ મેચ માટે બંને ટીમોના પ્લેઈંગ-11માં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે કિવી ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનરની જગ્યાએ શ્રીલંકાના સ્પિનર ​​મહિષ તિક્ષ્ણાને પોતાની ઈલેવનમાં સામેલ કર્યો છે. જ્યારે અજિંક્ય રહાણેને તક ન અપાઈ. બીજી તરફ, ધ્રુવ જુરેલની રાજસ્થાન રોયલ્સના પ્લેઇંગ-11માં વાપસી થઈ છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કુલ 29 મેચો રમાઈ છે. જેમા ચેન્નાઈ સુપર કિંગ્સે 16 મેચોમાં જીત મેળવી છે. જ્યારે 13 મેચમાં રાજસ્થાન રોયલ્સને જીત મળી. અગાઉ જ્યારે બંને ટીમો વચ્ચે છેલ્લી ટક્કર થઈ હતી, ત્યારે CSKનો 32 રને વિજય થયો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ-11: રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ, મહિષ તિક્ષિના. ઈમ્પેક્ટ પ્લેયરઃ સમીર રિઝવી

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, શુભમ દુબે, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ ઇમ્પેક્ટ પ્લેયર: નાંદ્રે બર્જર

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">