વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માને વીડિયો કોલ પર બતાવ્યુ વાવાઝોડાનું ભયાનક દ્રશ્ય, વીડિયો થયો વાયરલ
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ વીડિયો કોલ કરી પત્ની અનુષ્કા શર્માને બાર્બાડોસના ભયાનક દ્રશ્યો દેખાડ્યા છે. ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ બાર્બાડોસમાં ફસાઈ છે.
T20 વર્લ્ડ કપ જીતવા છતાં ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ખરાબ હવામાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ છે. ખેલાડીઓ હોટલમાં બંધ છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માને વીડિયો કોલ કરીને બાર્બાડોસનું હવામાન બતાવ્યું હતુ. કારણ કે. વિરાટ કોહલી પણ વાવાઝોડામાં ટીમ સાથે ફસાઈ ગયો છે.
ભારતીય ટીમ હાલમાં હોટલમાં બંધ
ભારતીય ટીમે 29 જૂનના રોજ બાર્બાડોસમાં ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ જીતી હતી. રિવવારના રોજ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાનો પ્લાન ત્યાંથી નીકળવાનો 30 જુલાઈનો હતો પરંતુ આ પહેલા બેરિલ વાવાઝોડાની આગાહી આવી હતી. આખી ભારતીય ટીમ,સપોર્ટ સ્ટાફ, બીસીસીઆઈના અધિકારીઓ બાર્બાડોસમાં ફસાઈ છે.બાર્બાડોસમાં 30 જુલાઈના રોજ એરપોર્ટ પર અવર-જવર બંધ થઈ છે.
Virat Kohli showing the views of Hurricane in the Barbados to Anushka Sharma through video call.#ViratKohli pic.twitter.com/36joX7kvxo
— Sayan Biswas (@sayan654b) July 2, 2024
વિરાટ કોહલીના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વાવાઝોડું કેટલું ભયાનક છે. થોડી વખત વાવાઝોડું આવે છે પછી વિકાળ રુપ ધારણ કરી લે છે. ભારતીય ટીમ હાલમાં હોટલમાં બંધ છે.
ટીમ 4 જુલાઈના રોજ ભારત પહોંચશે
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આજે ભારતીય ટીમ ચાર્ટર ફ્લાઈટ દ્વારા ભારત માટે ઉડાન ભરી શકે છે. 4 જુલાઈના રોજ ભારત પહોંચશે.ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. હવે વિરાટ કોહલી માત્ર વન ડે અને ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા મળશે. વિરાટ કોહલીની સાથે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પણ સંન્યાસ લઈ લીધો છે.
વિરાટ-અનુષ્કાની કઈ રીતે મુલાકાત થઈ
જો આપણે અનુષ્કા શર્માના કામની વાત કરીએ તો હાલમાં ફિલ્મોથી દુર છે. છેલ્લી વખત 2018ના રોજ સુઈ ધાગામાં જોવા મળી હતી. ત્યારબાદ કલામાં કેમિયો રોલમાં જોવા મળી હતી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના રિલેશનશીપને લઈ વાત કરીએ તો બંન્ને શેમ્પુની જાહેરાત દરમિયાન મળ્યા હતા. 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંન્ને લગ્ન કર્યા હતા. હવે બંન્ને અકાય અને વામિકાના માતા-પિતા છે.