વિનોદ કાંબલી સચિન તેંડુલકરને ઓળખી ન શક્યા? બે બાળપણના મિત્રોનો આ વીડિયો તમને ભાવુક કરી દેશે

બે બાળપણના મિત્રો સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી મુંબઈમાં સ્વર્ગસ્થ કોચ રમાકાંત આચરેકરના સ્મારકના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન એકબીજાને મળ્યા હતા. તેંડુલકર અને કાંબલીની આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. ક્રિકેટ ફેન્સ આ વીડિયો જે જોઈ ખુશ થાય છે, સાથે જ કેટલાક ફેન્સ માટે આ એક ભાવુક ક્ષણ હતી. કારણકે આ બંને દિગ્ગજો લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા હતા. એક તરફ જ્યાં સચિન ફિટ અને ખુશ છે, તો બીજી તરફ કાંબલી તેની વધતી ઉંમરની સાથે બીમારીના કારણકે અસ્વસ્થ દેખાતો હતો.

વિનોદ કાંબલી સચિન તેંડુલકરને ઓળખી ન શક્યા? બે બાળપણના મિત્રોનો આ વીડિયો તમને ભાવુક કરી દેશે
Sachin Tendulkar and Vinod Kambli
Follow Us:
| Updated on: Dec 04, 2024 | 5:00 PM

ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને કોઈ પરિચયની જરૂર નથી. દુનિયાભરના લોકો તેને ઓળખે છે, તેની બેટિંગના ચાહક છે અને તેને એક નજરમાં ઓળખી શકે છે. ભારતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે તેને ઓળખતું ન હોય. આવી સ્થિતિમાં, જો કોઈ તેને એક વાર પણ ઓળખી ન શકે તો નવાઈ લાગે. પરંતુ આવું જ દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે સચિન તેના બાળપણના મિત્ર અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીને એક ઈવેન્ટમાં મળ્યો.

બાળપણના મિત્રો સચિન-કાંબલી એકબીજાને મળ્યા

સચિન અને વિનોદ કાંબલી મંગળવારે ત્રીજી ડિસેમ્બરે મુંબઈમાં એક કાર્યક્રમમાં મળ્યા હતા. સચિન અને કાંબલીના બાળપણના કોચ રમાકાંત આચરેકરની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમના કોચના સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, કોચ રમાકાંત આચરેકરના બે સૌથી ફેમસ અને પ્રતિભાશાળી શિષ્યો, તેંડુલકર અને કાંબલી, આ કાર્યક્રમના મહેમાનોમાં હાજર હતા. અહીં જ બંનેની મુલાકાત થઈ હતી અને હવે આ મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે, જે ક્રિકેટ ચાહકોને ભાવુક કરી દેશે.

મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો

કાંબલી સચિનને ​​ઓળખી ન શક્યો?

જાણીતા પાપારાઝી વિરલ ભાયાનીએ તેનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સચિન અને કાંબલી આ ઈવેન્ટ માટે બનાવેલા સ્ટેજ પર એકબીજાને મળ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન કાંબલી સ્ટેજના એક ભાગમાં બેઠો છે. આ દરમિયાન સચિન સ્ટેજ પર પહોંચ્યો અને સીધો તેના જૂના મિત્ર પાસે ગયો. અહીં કંઈક એવું થયું કે જેનાથી પ્રશ્ન થયો કે શું કાંબલી તેના મિત્રને ઓળખી શક્યો નથી? વાસ્તવમાં, સચિન આવતાની સાથે જ તેણે કાંબલી સાથે હાથ મિલાવ્યા પરંતુ કાંબલીએ કોઈપણ રીતે પ્રતિક્રિયા આપી ન હતી. આવી સ્થિતિમાં સચિન કંઈક કહેતો જોવા મળ્યો, જેના પછી અચાનક કાંબલીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને તે થોડા સમય સુધી સચિન સાથે વાત કરતો રહ્યો. પછી સચિન બીજી બાજુ ગયો.

કાંબલીના સ્વાસ્થ્ય અંગે સવાલો ઉભા થયા

બોલિવૂડ એક્ટર રોહિત રોય, જે કાંબલી અને સચિનને ​​નજીકથી ઓળખે છે, તેણે પણ તેની ટિપ્પણીમાં આનો ઉલ્લેખ કર્યો અને સમજાવ્યું કે કદાચ શરૂઆતમાં કાંબલી સચિનને ​​ઓળખી શક્યો ન હતો, ત્યારબાદ મહાન બેટ્સમેને પોતાનો પરિચય આપ્યો અને કાંબલીએ તરત જ તેને ઓળખી લીધો. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ઘણા ફેન્સ તેના પર ઈમોશનલ રિએક્શન પણ આપી રહ્યા છે. વાસ્તવમાં આ વીડિયોમાં કાંબલી ખૂબ જ કમજોર દેખાઈ રહ્યો છે અને તેની તબિયત પણ સારી દેખાઈ રહી નથી. થોડા મહિના પહેલા જ કાંબલીના સ્વાસ્થ્યને લઈને સવાલો ઉભા થયા હતા. ત્યારબાદ તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે બરાબર ચાલી પણ શકતો ન હતો.

આ પણ વાંચો: VIDEO : ધોનીએ પત્ની સાક્ષી સાથે ઋષિકેશમાં ‘ગુલાબી શરારા’ ગીત પર કર્યો પહાડી ડાન્સ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">