ભારતના સ્ટાર એથ્લીટ નિરજ ચોપરા (Neeraj Chopra) એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં બરછી ફેંક (Javelin Throw) માં ગોલ્ડ મેડલ જીતીને ભારતીય રમતમાં 7 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક બનાવ્યો. ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની ભાલા ફેંકની ફાઇનલમાં તેના બીજા પ્રયાસમાં 87.58 મીટર ફેંકીને વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું, જેનાથી ભારતીયો ઉજવણીમાં ડૂબી ગયા હતા. ભારતે એથ્લેટીક્સમાં પાછળના 100 વર્ષોથી વધુ સમયમાં ભારતને આ પહેલો ગોલ્ડ મેડલ મળ્યો હતો.
હરિયાણાના ખાંદ્રા ગામના ખેડૂતનો 23 વર્ષીય પુત્ર નિરજ ચોપરા શરૂઆતથી જ આત્મ વિશ્વાસ ધરાવતો હતો. ક્યારેય દબાણ હેઠળ જોવા મળ્યો નહોતો. તે એક રોકસ્ટારની જેમ આવ્યો અને ટોક્યો ઓલિમ્પિકને ભારત માટે સર્વશ્રેષ્ઠ ઓલિમ્પિક બનાવી ગયો હતો. ચોપરા વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય છે. શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 ની બેઇજિંગ ઓલિમ્પિકમાં પુરુષોની 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નિરજ ચોપરાની સફળતા ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં રોકાયેલા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ જોઈ હતી. સુનીલ ગાવસ્કર અને આશિષ નેહરા જેવા ભૂતપૂર્વ ક્રિકેટરો હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે કોમેન્ટ્રી ટીમનો ભાગ છે. જ્યારે નિરજ ચોપરા ફાઇનલમાં ભાગ લઇ રહ્યા હતા, બાકીના ભારતીયોની જેમ, આ લોકો પણ ટીવી પર ટોક્યોનું કવરેજ જોઈ રહ્યા હતા. નિરજના ગોલ્ડ મેડલની નિશ્વિત થતાં જ આખા રુમમાં આનંદ અને ઉજવણીથી છવાઇ ગઇ હતી.
હાજર બધા જ ઉભા થયા હતા અને નિરજને વધાવી લીધો હતો. સાથે જ આશિષ નેહરા ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) નિરજની સફળતા પર ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હિરે-મોતી’ ગીત ગાયું હતું. અન્ય લોકોએ પણ તેમને સાથ આપ્યો હતો.
We all are Sunil Gavaskar at the moment 🇮🇳🙌🏽
How did you react to India’s golden moment? 😍#HumHongeKamyab #Tokyo2020 #SirfSonyPeDikhega pic.twitter.com/vg8FmQ2fG9
— Sony Sports (@SonySportsIndia) August 7, 2021
નિરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ફાઇનલના દરમ્યાન પ્રથમ પ્રયાસમાં 87.03 મીટર ભાલો ફેક્યો હતો. તે શરુઆતથી જ પ્રથમ સ્થાન પર ચાલી રહ્યો હતો. બીજી વારમાં તેણે 87.58 મીટર સુધી થ્રો કર્યો હતો. અહી જ તેનો મેડલ નક્કી થયો હતો. ત્રીજા પ્રયાસમાં તે માત્ર 76.79 મીટર ફેંકી શક્યો હતો. જ્યારે ચોથા પ્રયાસમાં તેને ફાઉલ કરવામાં આવ્યો હતો. તેણે તેના છેલ્લા પ્રયાસમાં 84.24 મીટર ફેંક્યો. પરંતુ તે પહેલા તેનો ગોલ્ડ મેડલ કન્ફર્મ થઈ ગયો. ચોપરા સમજી ગયા હતા કે, તેણે સુવર્ણ ચંદ્રક સુનિશ્ચિત કર્યો છે. તેથી તેણે ઉજવણી શરૂ કરી દીધી હતી.
સ્પર્ધા સમાપ્ત થવા બાદ ચોપરા સ્ટેડિયમમાં હાજર ભારતીય ટીમના સભ્યો પાસે ગયા અને હવામાં તેમની મુઠ્ઠી ભીડી હતી. આ પછી, તેણે પોતાના પર તિરંગો લપેટ્યો અને મેદાન પર દોડ લગાવી હતી. ચોપરાએ તેની કારકિર્દીનું પાંચમું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતુ. આ સાથે તેણે એ કમાલ કરી દેખાડ્યો હતો, જે 1960 માં મિલ્ખા સિંહ અને 1984 માં પીટી ઉષા ન કરી શક્યા.