ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા સચિન તેંડુલકરની એક પોસ્ટે હંગામો મચાવ્યો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટસમેન સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેને લઈ ચર્ચામાં આવ્યો છે. સચિન તેંડુલકરે ક્યા અમ્પાયરને નિશાન બનાવ્યો છે, જાણો

ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા સચિન તેંડુલકરની એક પોસ્ટે હંગામો મચાવ્યો
Follow Us:
| Updated on: Nov 17, 2024 | 4:31 PM

સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટનો સૌથી મોટો ખેલાડી રહ્યો છે. ચાહકો તેને ક્રિકેટનો ભગવાન માને છે. સચિન તેંડુલકરે પોતાના કરિયર દરમિયાન અનેક એવી ઘટનાઓમાંથી પસાર થયો છે. જે કોઈ પણ ક્રિકેટર પોતાના કરિયર દરમિયાન આવો અનુભવ કરવા માંગશે નહિ. પછી ઈજા હોય કે પછી અમ્પાયર દ્વારા લેવામાં આવેલા ખોટા નિર્ણય હોય. જેણે સચિનના કરિયરમાં ઘણી વખત સમસ્યાઓ ઉભી કરી. સચિન તેંડુલકર સાથે આવું ઘણી વખત બન્યું હતું જ્યારે તે અણનમ હોવા છતાં તેને મેદાન પર આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. સચિન તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને અમ્પાયર પર નિશાન સાધ્યું.

સિચને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

સચિને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં તેની પાછળ 3 વૃક્ષ જોવા મળી રહ્યા છે. જે ક્રિકેટની પીચ પર લાગેલા 3 સ્ટંપ જેવા છે. અને આ સાથે તેમણે લખ્યું કે, અનુમાન લગાવી શકો છો કે, અમ્પાયરે સ્ટંપને આટલો મોટું બનાવ્યું છે. સચિનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. બેટ્સમેને કોઈ અમ્પાયરનું નામ લખ્યું નથી. પરંતુ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, તે વેસ્ટઈન્ડિઝના સ્ટીવ બકનર છે. સ્ટીવ બકનરની સાથે સચિનનો જૂની ચર્ચા રહી છે, સચિન તેંડુલકરને અનેક વખત સ્ટીવ બકનરે એવી સ્થિતિમાં આઉટ કર્યો છે. જ્યાં તે આઉટ પણ ન હતો.

નાગા ચૈતન્ય બીજી વખત વરરાજો બનશે, શોભિતા સાથે સાત ફેરા લેશે
આ છે ભારતના ટોપ- 5 અમીર રાજ્યો- જાણો ગુજરાત ક્યા છે ?
દિશા પટનીએ બિકની પહેરી બીચ વેર્યા સુંદરતાના કામણ
શું છે Starlink? જેણે વધારી છે JIO અને AIRTELની ચિંતા
વારંવાર થઈ જાય છે શરદી? આ ઘરેલુ ઉપાયથી તરત જ મળશે રાહત
Jaggery or honey : ગોળ કે મધ ? બંને માંથી શું વધારે ખાવાથી ફાયદો થાય છે?

પૂર્વ ખેલાડીએ કોમેન્ટ કરી

ટીમ ઈન્ડિયાના અનેક પૂર્વ ખેલાડી અને ચાહકે આ પોસ્ટ પર પોતાના વિચારો શેર કર્યા છે. આકાશ ચોપરા અને ઈરફાન પઠાણે સચિન તેંડુલકરની આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. બંન્ને સ્ટીવ બકનરનું નામ લઈ જવાબ આપ્યો છે. આકાશ ચોપરાએ કોમેન્ટમાં લખ્યું સ્ટીવ બકનર…ઈરફાને લખ્યું જે ડીઆરએસના જમાનામાં ક્રિકેટના મેદાનથી દુર જતો હતો. ઈરફાને નામ તો લખ્યું નથી પરંતુ અમ્પાયર તરફ જરુર ઈશારો કર્યો છે.

2008માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બકનરે કેટલાક એવા નિર્ણયો લીધા હતા. જેની ખુબ અલોચના કરવામાં આવી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા સચિનની પોસ્ટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.

g clip-path="url(#clip0_868_265)">