Babar Azam એ તોડ્યો Virat Kohli નો મોટો રેકોર્ડ, આ સિદ્ધી મેળવનાર પહેલો બેટ્સમેન બન્યો

Babar Azam Break Virat Kohli Record: વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામેની પ્રથમ વનડેમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે (Babar Azam) 103 રનની ઈનિંગ રમીને ઈતિહાસ રચ્યો હતો.

Babar Azam એ તોડ્યો Virat Kohli નો મોટો રેકોર્ડ, આ સિદ્ધી મેળવનાર પહેલો બેટ્સમેન બન્યો
Babar Azam and Virat Kohli (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 2:07 PM

ક્રિકેટની દુનિયામાં છેલ્લા ઘણા સમયથી ચાહકો અને નિષ્ણાંતો ભારતના પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) અને પાકિસ્તાનના સુકાની બાબર આઝમ (Babar Azam) વચ્ચે સરખામણી કરતા રહેતા હોય છે. તો ઘણા ચાહકો એવું પણ માને છે કે બાબર આઝમ અને વિરાટ કોહલી વચ્ચે સરખામણી કરવી અશક્ય છે. ત્યારે પાકિસ્તાનના સુકાની બાબર આઝમે વિરાટ કોહલીનો એક રેકોર્ડ તોડતા આ ચર્ચાને ફરી વેગ મળી છે. બુધવારે વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામેની પ્રથમ વનડેમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમએ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો વધુ એક મોટો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો હતો.

ખરેખર પાકિસ્તાનના બાબર આઝમ વેસ્ટ ઈન્ડિઝ સામે 103 રનની ઈનિંગ રમીને સુકાની તરીકે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કિંગ કોહલીએ 17મી ઇનિંગ્સમાં સુકાની તરીકે સૌથી ઝડપી 1000 રન બનાવ્યા હતા. જોકે બાબર આઝમે તેની 13મી ઇનિંગમાં કોહલીનો આ રેકોર્ડ તોડ્યો હતો.

બાબર આઝમ સુકાની તરીકે સૌથી ઝડપી 1 હજાર રન કરનાર બેટ્સમેન બન્યો

27 વર્ષીય બાબર આઝમ (Babar Azam) એ વન-ડે ક્રિકેટની 13 ઇનિંગ્સમાં 91.36 ની એવરેજથી 1005 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 સદી અને 3 અડધી સદી ફટકારી છે. તો તેની સરેરાશ 91.36 હતી અને સ્ટ્રાઈક રેટ 103.71 હતો.

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

આ ફોર્મેટમાં વન-ડે ક્રિકેટમાં વિશ્વના નંબર વન બેટ્સમેન બાબર આઝમની આ 17મી સદી છે. બાબર આઝમે વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામે સદી ફટકારતાની સાથે જ તેની વન-ડે ક્રિકેટની કારકિર્દીમાં બીજી વખત સદીની હેટ્રિક ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામે સતત બે સદી ફટકારનાર બાબર આઝમે અગાઉ 2016 માં સતત ત્રણ સદી ફટકારી હતી.

પાકિસ્તાને પહેલી વન-ડે મેચ જીતી લીધી

પાકિસ્તાનના સુકાની બાબર આઝમ (Babar Azam) ની રેકોર્ડ 17મી સદીની મદદથી પાકિસ્તાન (Pakistan Cricket Team) ની ટીમે પહેલી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટે હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે પહેલા રમતા 50 ઓવરમાં 8 વિકેટે 305 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો.

306 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાન તરફથી સુકાની બાબર આઝમે 103, ઈમામ ઉલ હકે 65 અને મોહમ્મદ રિઝવાને 59 રન બનાવ્યા હતા. જોકે અંતે ખુશદિલ શાહની 23 બોલમાં અણનમ 41 રનની ઇનિંગ સૌથી મહત્વની રહી હતી.

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">