મહેન્દ્રસિંહ ધોની હાજીર હો, ઝારખંડ હાઈકોર્ટે છેતરપિંડીના કેસમાં ફટકારી નોટિસ

|

Nov 13, 2024 | 8:47 AM

ઝારખંડ હાઈકોર્ટે એમએસ ધોનીને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. કોર્ટે ફટકારેલી નોટિસમાં, ધોનીને તેનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નોટિસ ધોનીને છેતરપિંડી સંબંધિત એક કેસમાં આવી છે, જેના પર ગઈકાલે 12મી નવેમ્બરે સુનાવણી હાથ ધરાઈ હતી.

મહેન્દ્રસિંહ ધોની હાજીર હો, ઝારખંડ હાઈકોર્ટે છેતરપિંડીના કેસમાં ફટકારી નોટિસ

Follow us on

ઝારખંડ હાઈકોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ ફટકારી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનને આ નોટિસ 12 નવેમ્બરે મળી હતી, જેમાં તેને છેતરપિંડીના કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધોનીના ભૂતપૂર્વ ભાગીદાર મિહિર દિવાકર અને સૌમ્ય દાસ અર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડમાં રોકાણકારો છે. ધોનીએ આ બન્નેની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ધોનીએ ગત 5 જાન્યુઆરીએ આ કેસ દાખલ કર્યો હતો. તેની સામે મિહિર અને સૌમ્યાએ પણ ધોનીની સામે ફરિયાદ દાખલ કરી હતી. જેની સુનાવણી ગઈકાલ 12 નવેમ્બરે થઈ હતી.

આ કેસની સુનાવણી ઝારખંડ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર દ્વિવેદીની કોર્ટમાં થઈ હતી. સુનાવણી પૂરી થયા બાદ, ધોનીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તેને હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ધોનીએ 15 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો

આ વર્ષે જાન્યુઆરીમાં સૌમ્યા દાસ અને મિહિર દિવાકર, જેઓ માત્ર ધોનીના બિઝનેસ પાર્ટનર્સ જ નહીં પરંતુ એક સારા મિત્ર પણ હતા, આ બન્ને વિરુદ્ધ મહેન્દ્રસિંહ ધોની દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં એવો આરોપ લગાવ્યો હતો કે, સૌમ્યા દાસ અને મિહિર દિવાકરે, તેના નામનો ખોટો ઉપયોગ કર્યો છે અને 15 કરોડની છેતરપિંડી કરી હતી.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

મિહિર-સૌમ્યાની અરજીની સુનાવણી બાદ નોટિસ

મિહિર દિવાકર અને સૌમ્ય દાસે આ સમગ્ર મામલે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેઓએ રાંચીના ન્યાયિક મેજિસ્ટ્રેટના નિર્ણયને પડકાર્યો હતો. આ જ કેસની સુનાવણી હાઈકોર્ટમાં થઈ હતી. હવે જોવાનું એ રહે છે કે નોટિસ મળ્યા બાદ ધોની કેટલો સમય પોતાનો પક્ષ રજૂ કરે છે. કારણ કે તેમને કઈ તારીખ સુધીમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે અંગે કોઈ નક્કર માહિતી નથી.

ધોની IPL 2025માં રમશે

IPL 2025માં રમવા માટે ધોની તૈયાર છે. ટૂંક સમયમાં ધોની આઈપીએલમાં રમવા માટેની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળશે. CSKએ તેને આગામી સિઝન માટે રૂ. 4 કરોડમાં જાળવી રાખ્યો છે.

Next Article