IPL ટીમ ગુજરાત ટાઇટન્સે લોન્ચ કર્યો ટીમનો લોગો, સ્પેશિયલ વીડિયોમાં સુકાની હાર્દિકને અલગ અંદાજમાં બતાવવામાં આવ્યો
આઈપીએલ 2022 માં 10 ટીમના લોગો માટે બાકી રહેલ એક માત્ર ટીમ ગુજરાતે ટીમનો લોગો જાહેર કર્યો. લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો.
આઈપીએલની (IPL) ટીમ ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) પોતાનો ઓફિશિયલ લોગો જાહેર કરી દીધો છે. ફ્રેન્ચાઇઝીએ સોશિલય મીડિયામાં શેર કરેલ એક સ્પેશિયલ વીડિયો મારફતે પોતાનો લોગો જાહેર કર્યો હતો. ટીમના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya), શુભમન ગિલ અને રાશિદ ખાન પણ આ ખાસ વીડિયોમાં જોવા મળ્યા હતા. ગુજરાત ટાઇટન્સ ટીમના લોગોનો ફોટો સોશિયલ મીડિયામાં ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. જોકે તમને જણાવી દઇએ કે ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને ગુજરાતના ક્રિકેટ ચાહકો ગુજરાત ટાઇટન્સના લોગો માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં નવી ટીમ ગુજરાતે પોતાના સોશિયલ હેન્ડલ અને સાઇટ પર મેટાવર્સમાં પોતાનો લોગો લોન્ચ કર્યો હતો. ગુજરાત ટીમના આ લોગોને લઇને ક્રિકેટ ચાહકોના મિશ્ર પ્રતિસાદો આવી રહ્યા છે. જોકે મોટાભાગના લોકોને આ લોગો પસંદ આવી રહ્યો છે.
🏃🏃♀️Step into the Titans Dugout! ▶️ Watch our stars unveil the logo in the metaverse! ⭐ ▶️ https://t.co/dCcIzWpM4U#GujaratTitans pic.twitter.com/9N6Cl6a3y4
— Gujarat Titans (@gujarat_titans) February 20, 2022
તમને જણાવી દઇએ કે ગુજરાત ટાઇટન્સે આઈપીએલની હરાજી પહેલા હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને ડ્રાફ્ટ કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ અને શુભમન ગિલને 8 કરોડની રકમમાં ડ્રાફ્ટ કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને પોતાની ટીમનો સુકાની જાહેર કર્યો છે. ગુજરાત ટાઇટન્સ ટીમે મેગા ઓક્શન 2022 માં ઘણા સારા ખેલાડીઓ ખરીદ્યા હતા. જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ખરીદ્યો હતો.
આ પણ વાંચો : Ranji Trophy: ડેબ્યૂ મેચમાં જ યશ ઢુલનો કમાલ, બે શતક ફટકારી બનાવી દીધો વિક્રમ
આ પણ વાંચો : WWE એ ફેન્સ માટે આપ્યા ખુશખબર, ત્રણ દાયકા સુધી રાજ કરનારા Undertaker ને મળશે મોટુ સન્માન