Ranji Trophy: ડેબ્યૂ મેચમાં જ યશ ઢુલનો કમાલ, બે શતક ફટકારી બનાવી દીધો વિક્રમ

યશ ઢુલ (Yash Dhull) પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને અંડર 19 વર્લ્ડ કપ જીતાડ્યો, ત્યારપછી તેને રણજી ટ્રોફી (Ranji Trophy) માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો.

Ranji Trophy: ડેબ્યૂ મેચમાં જ યશ ઢુલનો કમાલ, બે શતક ફટકારી બનાવી દીધો વિક્રમ
Yash Dhull તામિલ નાડુ સામે બંને ઇનીંગમાં શતકીય રમત રમી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 3:11 PM

અંડર 19 વર્લ્ડ ચેમ્પિયનનો કેપ્ટન યશ ઢુલ (Yash Dhull) રણજી ટ્રોફી (Ranji Trophy 2022) માં ઝળહળ્યો છે. દિલ્હી તરફથી રમતા યશે તેની રણજી મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી છે. યશે તમિલનાડુ (Delhi Vs Tamil Nadu) સામેની મેચની પ્રથમ ઇનિંગમાં 113 રન બનાવ્યા હતા, જ્યારે તે પછી બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી હતી. તે રણજી ટ્રોફી માં પોતાની ડેબ્યુ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

આ પહેલા યશ ઢુલે આ મેચની પ્રથમ ઇનિંગમાં અણનમ 113 રનની ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગમાં તેણે 16 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા યશ ઢુલે અડધી સદી પૂરી કરવા માટે 57 બોલ લીધા હતા. જમણા હાથના બેટ્સમેન યશ ઢુલે તેની પ્રથમ રણજી સદી 133 બોલમાં પૂરી કરી હતી. યશ ઢુલ મોટાભાગે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે. જોકે, દિલ્હીના કેપ્ટન પ્રદીપ સાંગવાને આ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેને ઓપનિંગ કરવાનું કહ્યું હતું. ઢુલે આ તકનો લાભ લેવા માટે કોઈ કસર છોડી નથી.

યશ ઢુલે દિગ્ગજોની બરાબરી કરી

યશ ઢુલ પહેલા માત્ર બે બેટ્સમેન એવા છે જેમણે પોતાની ડેબ્યુ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હોય. ગુજરાત માટે 1952-53ની સિઝનમાં ડેબ્યૂ કરનારા નારી કોન્ટ્રાક્ટરે આ કમાલ કર્યો હતો. જે પ્રથમ ખેલાડી હતી. તેમણે પ્રથમ દાવમાં 152 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં તેમના બેટમાંથી 102 રન આવ્યા હતા. આ દરમિયાન વિરાગ અવટેએ પણ વર્ષ 2012-13 માં મહારાષ્ટ્ર માટે તેની ડેબ્યૂ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. તેણે પ્રથમ દાવમાં 126 અને બીજી ઇનિંગમાં 112 રન બનાવ્યા છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

દિલ્હી vs તમિલનાડુ મેચ ડ્રો

દિલ્હી અને તમિલનાડુ વચ્ચેની મેચ ડ્રો રહી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમે 452 રન બનાવ્યા હતા. યુવા બેટ્સમેન શાહરૂખ ખાન માત્ર છ રનથી બેવડી સદી ચૂકી ગયો હતો .પરંતુ તેણે અને બાબા ઈન્દ્રજીતની સદીએ શનિવારે મેચના ત્રીજા દિવસે તમિલનાડુને 42 રનની મહત્ત્વપૂર્ણ લીડ લેવામાં મદદ કરી હતી.

શાહરૂખે 148 બોલમાં 20 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 194 રનની તોફાની ઇનિંગ રમી હતી. જ્યારે ઇન્દ્રજીતે 117 રન બનાવ્યા હતા. જેમાં તેણે 149 બોલનો સામનો કર્યો હતો અને 17 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. મેચના અંતિમ દિવસે દિલ્હીએ 228 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. યશ ઉપરાંત ધ્રુવ શોરેએ પણ બીજી ઇનિંગમાં 107 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ WWE એ ફેન્સ માટે આપ્યા ખુશખબર, ત્રણ દાયકા સુધી રાજ કરનારા Undertaker ને મળશે મોટુ સન્માન

આ પણ વાંચોઃ Sabarkantha: ચૂહા અને બિલ્લા ગેંગ સાબરકાંઠા પોલીસના સકંજામાં, 8.86 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્શોની ટોળકી ઝડપાઇ

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">