IPL Mega Auction 2025 Live : અર્શદીપ સિંહ IPL ઓક્શનનો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો, પંજાબે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો
IPL Auction 2025 Live Updates in Gujarati : IPL 2025ની મેગા ઓક્શન આજથી જેદ્દાહમાં છે. આ ઓક્શનમાં 577 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 373 એવા ખેલાડીઓ હશે જેઓ નિરાશ થઈ શકે છે.
LIVE NEWS & UPDATES
-
IPL Auction Live : મેગા ઓક્શનમાં પહેલી બોલી અર્શદીપ પર લાગી
IPL 2025ની મેગા ઓક્શનમાં પહેલી બોલી અર્શદીપ સિંહ પર લગાવવામાં આવી રહી છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માર્કી ખેલાડીઓના ગ્રુપનો એક ભાગ છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે. અર્શદીપને પંજાબ કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો.અર્શદીપ સિંહ IPLનો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો, પંજાબે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો
Let’s GO!
We start off with Marquee Set 1!
The first player to go under the hammer in #TATAIPLAuction 2025 is – Arshdeep Singh.
His base price is INR 2 Crore
— IndianPremierLeague (@IPL) November 24, 2024
-
IPL Auction Live: ટૂંક સમયમાં શરુ થશે મેગા ઓક્શન
IPL 2025નું મેગા ઓક્શન ટૂંક સમયમાં શરૂ થશે. આ માટે તમામ ફ્રેન્ચાઈઝી તૈયાર છે.
-
-
IPL Auction 2025 : થોડી જ વારમાં શરુ થશે મેગા ઓક્શન
View this post on Instagram -
IPL Auction 2025 :વિદેશી ખેલાડીઓ માટે આટલા સ્લોટ
IPL 2025ની મેગા ઓક્શનમાં 204 સ્લોટ માટે બોલી લગાવવામાં આવશે. દરેક ટીમમાં વધુમાં વધુ 8 વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરી શકાય છે. એટલે કે ઓકશનમાં કુલ 70 વિદેશી ખેલાડીઓને ખરીદી શકાશે.
-
IPL Auction 2025 : ઓક્શનની તૈયારીઓ પૂર્ણ
અલ જોહર એરેના ખાતે ઓક્શ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ઓક્શનનો કાર્યક્રમ બીસીસીઆઈના અધિકારીઓના ઓપનિંગ સ્પીચ સાથે બપોરના 3.30 વાગ્યે શરૂ થશે.
-
-
IPL Auction 2025 : IPLની પહેલી મહિલા ઓક્શનર
આ વખતે ઓક્શનની જવાબદારી મલ્લિકા સાગર સંભાળી રહી છે. તે ગત્ત સિઝનની મીની ઓક્શન પણ જોવા મળી હતી. મલ્લિકા સાગર IPLની પહેલી મહિલા ઓક્શનર છે
-
IPL Auction 2025 :શું મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તૂટી જશે?
IPL ઓક્શન 2024ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક ઈતિહાસમાં સૌથી મોંઘો રહ્યો છે. IPL 2024 ની હરાજીમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે રેકોર્ડ તોડ્યો અને 24.75 કરોડની બોલી સાથે સ્ટાર્કને સાઈન કર્યો. હરાજી પહેલા સૌથી મોટો સવાલ એ છે કે શું આજે સ્ટાર્કનો રેકોર્ડ તૂટી જશે?
-
-
IPL Auction 2025 : આઈપીએલ ફ્રેન્ચાઈઝીનું પર્સ જુઓ
View this post on Instagram -
IPL Auction 2025 : ક્યાં દેશના કેટલા ખેલાડીઓ ભાગ લીધો
હવે આપણે ક્યાં દેશના કેટલા ખેલાડીઓ ભાગ લીધો તેના વિશે જાણીએ તો, અફઘાનિસ્તાન 29, ઓસ્ટ્રેલિયા 76, બાંગ્લાદેશ 13, કેનેડા 4 , ઈંગ્લેન્ડ 52, આયરલેન્ડ 9, ઈટલી 1, નેધરલેન્ડ 12, ન્યુઝીલેન્ડ 39, સ્કોટલેન્ડ 2, સાઉથ આફ્રિકા 91, શ્રીલંકા 29, યુએઈ 1, યુએસએ 10, વેસ્ટઈન્ડિઝ 33 અને ઝિમ્બામ્વેના 8 ખેલાડીઓ ઓક્શનમાં ભાગ લેશે.
-
IPL Auction 2025 : મેગા ઓક્શન લાઈવ અહિ જોઈ શકશો
આઈપીએલ મેગા ઓક્શનની લાઈવ સ્ટ્રીમિંગની વાત કરીએ તો જો તમે ટીવી પર લાઈવ જોવા માંગો છો તો સ્ટાર સ્પોર્ટસ પર જોઈ શકો છો. તેમજ મોબાઈલ પર મેગા ઓક્શન તમે જિયો સિનેમા એપ પર જોઈ શકશો.
-
IPL Auction 2025 : ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ મેગા ઓક્શનની લાઈવ અપટેડ જુઓ
જો તમે રમત ગમત તેમજ આઈપીએલ મેગા ઓક્શનના પળે પળના સમાચાર જોવા માંગો છો. તો તમે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર આઈપીએલ મેગા ઓક્શનના લાઈવ બ્લોગમાં તમને તમામ અપટેડ મળતી રહેશે.
-
IPL Auction 2025 : મેગા ઓક્શન થોડા કલાકમાં શરુ થશે
-
IPL Auction 2025 :માર્કી ખેલાડીઓ સાથે ઓક્શનની શરુઆત થશે
માર્કી ખેલાડીઓની હરાજી સાથે મેગા ઓક્શન શરૂ થશે. માર્કી ખેલાડીઓના 2 સેટ છે, જેમાં દરેકમાં 6 નામ છે. આના પર પહેલા બોલી લાગશે.
-
IPL Auction 2025 : સૌથી ઓછા પૈસા કોની પાસે છે , જાણો
આ ઓક્શનમાં સૌથી નાની રકમ 41 કરોડ રૂપિયા છે, જે રાજસ્થાન રોયલ્સ પાસે છે અને તેની પાસે 19 ખેલાડીઓ બાકી છે.
-
IPL Auction 2025 :આજે 84 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે
આ વખતે મેગા ઓક્શનની યાદીમાં કુલ 577 ખેલાડીઓ છે પરંતુ પ્રથમ દિવસે માત્ર 84 ખેલાડીઓની જ બોલી લગાવવામાં આવશે. બાકીના ખેલાડીઓની બીજા દિવસે હરાજી થશે પરંતુ એક્સિલિરેટડ હરાજીમાં મોટાભાગના ખેલાડીઓની હરાજી થશે.
-
IPL Auction 2025 : નવા નિયમો આવ્યા
બીસીસીઆઈએ આ વખતે મેગા ઓક્શન માટે કેટલાક નવા નિયમો પણ રજૂ કર્યા છે. પ્રથમ વખત બોર્ડે દરેક ટીમને હરાજી પહેલા 4ની જગ્યાએ 6 ખેલાડીઓને રિટેન કરવાનો વિકલ્પ પણ આપ્યો હતો. હવે તે તમામ 6 ખેલાડીઓને અગાઉથી જાળવી રાખવા અથવા મેગા ઓક્શનમાં તેમના માટે મેચના અધિકારનો ઉપયોગ કરવો તે ટીમો પર નિર્ભર છે. કેટલીક ટીમોએ તમામ 6 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા પરંતુ મોટાભાગે રાઈટ ટુ મેચ માટે કેટલાક સ્લોટ પણ છોડી દીધા હતા. મતલબ કે આ વખતે હરાજીના ટેબલ પર ઘણી ટીમોની મહેનત અને આયોજન RTM દ્વારા અન્ય ટીમો બગાડી શકે છે.
-
IPL Auction 2025 :ફ્રેન્ચાઈઝી અધિકારીઓ આવવા લાગ્યા
તમામ ફ્રેન્ચાઇઝીના અધિકારીઓ જેદ્દાહના અબાદી અલ જોહર એરેના ખાતે પહોંચવાનું શરૂ કરી દીધું છે અને તેમની તૈયારીઓમાં વ્યસ્ત છે. ઓક્બશન બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.
ɪᴛ’ꜱ ᴀʟᴍᴏꜱᴛ ᴛɪᴍᴇ ꜰᴏʀ ᴛʜᴇ #ᴛᴀᴛᴀɪᴘʟ ᴍᴇɢᴀ ᴀᴜᴄᴛɪᴏɴ 2025 #TATAIPLAuction pic.twitter.com/TUvPp1L5Uv
— IndianPremierLeague (@IPL) November 24, 2024
-
IPL Auction 2025 : મલ્લિકા સાગરના હાથમાં IPL ઓક્શનનો હથોડો જોવા મળશે
જેદ્દામાં 24 અને 25 નવેમ્બરના રોજ આઈપીએલ 2025 મેગા ઓક્શનને હોસ્ટ કરનારનું નામ સામે આવી ચૂક્યું છે. આઈપીએલ 2025ના ઓક્શનની હોસ્ટ મલ્લિકા સાગર છે.
-
IPL Auction 2025 : આ વખતે ખાસ છે મેગા ઓક્શન
જો કે દરેક હરાજી ટીમો, ખેલાડીઓ અને ચાહકો માટે રોમાંચક અને રસપ્રદ હોય છે, પરંતુ આ વખતે તે પહેલા કરતા વધુ ખાસ છે. પહેલી વાત એ છે કે આ વખતે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે 2 દિવસ સુધી ચાલશે. તેના દ્વારા આગામી 3 સિઝન માટે ખેલાડીઓની ખરીદી કરવામાં આવશે. આ હરાજી એટલા માટે પણ ખાસ છે કારણ કે સતત બીજા વર્ષે ઓક્શન ભારતની બહાર યોજાશે. આગામી બે દિવસ સુધી સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં આ હરાજીનું આયોજન કરવામાં આવશે. આ માટે જેદ્દાહના અબાદી અલ જોહર એરેનાને સ્થળ બનાવવામાં આવ્યું છે, જ્યાં 577 ખેલાડીઓના ભાવિનો નિર્ણય કરવામાં આવશે.
-
IPL Auction 2025 :IPLના ઓક્શનમાં પૈસાનો વરસાદ થશે
વિશ્વની સૌથી મોટી T20 લીગની નવી સિઝન પહેલા ફરી એકવાર હરાજીનું ટેબલ સેટ થઈ ગયું છે, જ્યાં વિશ્વભરના ઘણા મોટાઅને ફેમસ ક્રિકેટરો સિવાય ઘણા સ્થાનિક ખેલાડીઓના ભાવિનો પણ નિર્ણય કરવામાં આવશે. જો IPLની હરાજી થાય તો પૈસાનો વરસાદ થવાની ખાતરી છે. ઘણા ખેલાડીઓ પર જોરદાર બોલી લગાવવામાં આવશે અને કેટલાક અજાણ્યા ખેલાડીઓ અચાનક કરોડપતિ બની જશે. પછી કેટલાક એવા હશે જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણો પ્રભાવ ધરાવે છે પરંતુ અહીં તેમને કોઈ ટીમમાં સામેલ નહીં કરે
-
IPL Auction 2025 :IPLના ઓક્શનમાં કેટલા માર્કી ખેલાડીઓ?
ઓક્શનમાં 12 માર્કી ખેલાડીઓ છે, જેમાંથી 11 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે જ્યારે ડેવિડ મિલરની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા છે. પંત, બટલર, રબાડા, અર્શદીપ, અય્યર, ચહલ, રાહુલ, શમી, સિરાજ, મિલર, લિવિંગ્સ્ટનના નામ માર્કી ખેલાડીઓમાં સામેલ છે.
-
IPL Auction 2025 : 10 ફ્રેન્ચાઈઝીઓ પાસે કુલ 641 કરોડ રૂપિયા
તો તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ પાસે કુલ 641 કરોડ રૂપિયા છે. કુલ 577 ખેલાડીઓમાંથી, ફક્ત મહત્તમ 204 સ્લોટ ઉપલબ્ધ છે. જોકે દરેક ફ્રેન્ચાઈઝી પાસે 25 ખેલાડીઓની ટીમ તૈયાર કરવાનો વિકલ્પ હોય છે, પરંતુ દરેક ટીમમાં ઓછામાં ઓછા 20 ખેલાડીઓ હોવા ફરજિયાત છે. આવી સ્થિતિમાં તમામ 204 સ્લોટ ભરાશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે
-
IPL Auction 2025 : મહાકાલના દર્શન કરવા પહોંચ્યા ખેલાડી
ઓક્શન બપોરે 3.30 કલાકે શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી 7 કલાક ભારે રહેવાના છે. કારણ કે રાત્રે 10:30 વાગ્યે હરાજી બંધ થશે. કયા ખેલાડીને કેટલી રકમ મળશે? કોણ વેચાશે, કોણ નહીં? કંઈ ખબર નથી. આ મૂંઝવણ વચ્ચે મયંક અગ્રવાલ અને વિજય કુમાર મહાકાલના દ્વારે પહોંચ્યા છે.
-
IPL Auction 2025 : કયા ખેલાડીઓ પર રહેશે નજર?
આ વખતે હરાજી માટે શોર્ટલિસ્ટમાં 577 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાંથી BCCIએ માર્કી ખેલાડીઓના સેટમાં 12 ખાસ ખેલાડીઓને રાખ્યા છે. આ 12 ખેલાડીઓ 6-6ના બે અલગ-અલગ સેટનો ભાગ હશે. હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને આ 12 ખેલાડીઓની હરાજી સૌથી પહેલા થશે. આમાં 3 નામ સૌથી મહત્વપૂર્ણ છે, જેના પર ઘણી ટીમો મોટી બોલી લગાવશે. આઅ ખેલાડીઓ છે – રિષભ પંત, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર. ભારતીય ક્રિકેટના આ 3 મોટા નામ આ વખતે મેગા ઓક્શનનો ભાગ છે, કારણ કે તેમને આ વખતે રિટેન કરવામાં આવ્યા નથી.
-
IPL Auction 2025 : માત્ર 204 ખેલાડીઓનું નસીબ ચમકશે
આઈપીએલ 2025ના ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી માત્ર 204 ખેલાડીનું નસીબ ચમકશે. આ એટલા માટે છે કારણ કે 10 ટીમો પાસે ખેલાડીઓ માટે સમાન સંખ્યામાં સ્લોટ બાકી છે.
-
IPL Auction 2025 :કોની પાસે સૌથી વધુ પૈસા છે અને કઈ ટીમ પાસે સૌથી ઓછા છે?
IPLના ઓક્શન માટે 10 ટીમો મેદાનમાં છે, જેની કુલ રકમ 641 કરોડ રૂપિયા છે. પંજાબ કિંગ્સ પાસે 10 ટીમોમાં સૌથી વધુ 110.5 કરોડ રૂપિયા છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ પાસે 41 કરોડ રૂપિયાનું સૌથી નાનું પર્સ છે.
-
IPL Auction 2025 : IPL ઓક્શન ક્યારે અને ક્યાં શરૂ થશે?
IPL 2025નું મેગા ઓક્શન 24 નવેમ્બર એટલે કે આજથી 25 નવેમ્બર સુધી જેદ્દાહમાં છે. મેગા ઓક્શન ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી શરૂ રહેશે. આઈપીએલના ઓક્શનમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે.
IPL Auction 2025 Live updates Day 1: ચાહકોની સાથે ખેલાડીઓની આતુરતાનો અંત આવ્યો છે.આજે એ દિવસ આવી ગયો છે, જ્યારે દરેકની નજર જેદ્દાહ પર ટકેલી છે. તેની પાછળનું કારણ છે IPLનું ઓક્શન, જેમાં 577 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવતા જોવા મળે છે. આઈપીએલના ઓક્શનમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે, જેમની પાછળ 641 કરોડ રૂપિયા ખર્ચવાના છે.