AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: RCB માટે પ્લેઓફના દરવાજા બંધ ! ઈંગ્લેન્ડના સ્ટાર પ્લેયરે પ્લેઓફ માટે આ 4 ટીમ પર લગાવ્યો દાવ

IPL 2026 નો રોમાંચ હજુ તો શરૂ થયો છે ત્યાં જ પ્લેઓફની રેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડના પૂર્વ સ્ટાર બેટ્સમેન રહી ચૂકેલા ખેલાડીએ પ્લેઓફમાં પહોંચનારી 4 સંભવિત ટીમના નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.

Breaking News: RCB માટે પ્લેઓફના દરવાજા બંધ ! ઈંગ્લેન્ડના સ્ટાર પ્લેયરે પ્લેઓફ માટે આ 4 ટીમ પર લગાવ્યો દાવ
Image Credit source: Cricbuzz
| Updated on: Apr 03, 2026 | 8:42 PM
Share

IPL 2026નો રોમાંચ હવે ધીરે-ધીરે વધી રહ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત 28 માર્ચના રોજ થઈ હતી અને તમામ ટીમો અત્યાર સુધી 1-1 મેચ રમી ચૂકી છે. આ સિઝનમાં કઈ ચાર ટીમો પ્લેઓફમાં પહોંચશે તેનો અંદાજ લગાવવો અત્યારે ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે પરંતુ આ અંગે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને દિલ્હી કેપિટલ્સના મેન્ટર રહી ચૂકેલા કેવિન પીટરસને મોટી ભવિષ્યવાણી કરી છે. પીટરસને એવી ચાર ટીમના નામ આપ્યા છે કે, જે આ સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે.

આ સિઝનની ટોપ-4 ટીમના નામ

દિલ્હી કેપિટલ્સના પૂર્વ મેન્ટર પીટરસનના જણાવ્યા અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ (MI), દિલ્હી કેપિટલ્સ (DC), રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) IPL 2026ના પ્લેઓફમાં પહોંચી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, ખેલાડીઓના અચાનક ઈજાગ્રસ્ત થવાને કારણે આમાં ફેરફાર પણ થઈ શકે છે. પીટરસને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર લખ્યું કે, આ સિઝનમાં IPLના પહેલા રાઉન્ડના મુકાબલા જોયા બાદ અને અત્યારની સ્થિતિ મુજબ MI, DC, RR અને PBKS એવી ચાર ટીમ હશે કે, જે પ્લેઓફમાં પહોંચી શકે છે.

RCB અંગે કેવિન પીટરસને શું કહ્યું?

પીટરસને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને પોતાની આ લિસ્ટમાં એડ (Add) કરી નથી. તેમણે કહ્યું કે, “મારા મતે RCB માટે આ સિઝનમાં મિડલ ઓવર્સ, સ્પિનરો અને હેઝલવુડની ફિટનેસ ચિંતાનો વિષય રહેશે.” નોંધનીય છે કે, RCBએ ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી છે. ટીમે પ્રથમ મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યું હતું. હવે આગામી મેચોમાં હેઝલવુડનું પ્રદર્શન કેવું રહે છે, તે જોવું રસપ્રદ રહેશે.

CSK અને KKR એ ખિતાબ જીતવા માટે ખાસ પ્રદર્શન કરવું પડશે

પીટરસનના મતે, પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), ત્રણ વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને વર્ષ 2016માં ખિતાબ જીતનાર સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ આ સિઝનમાં ટોપ-4માં પહોંચવા માટે કંઈક ખાસ કરવું પડશે અને પોતાની રમતમાં મોટા ફેરફાર લાવવા પડશે. 6 મુકાબલા બાદ IPL 2026ના પોઈન્ટ્સ ટેબલમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 4.171 ના નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા ક્રમે RCBનું નામ છે.

Breaking News : બુમરાહના નિશાના પર વર્ષો ‘જૂનો રેકોર્ડ’! દિલ્હી સામેની મેચમાં મોટું કારનામું કરવાથી હવે માત્ર એક વિકેટ દૂર

Follow Us
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
g clip-path="url(#clip0_868_265)">