AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“તમારી સીટો તમારી સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે…” જગદીશ વિશ્વકર્માના વાણીવિલાસ પર ગેનીબેનનો પલટવાર- જુઓ Video

ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્માએ બનાસકાંઠાના પ્રવાસ દરમિયાન એવુ કહ્યુ કે અમારી માતાઓ બહેનોએ તમારી સીટો તમારા સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે. જેના પર હવે ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે. ગેનીબેને જગદિશ વિશ્વકર્માના નિવેદનને ભાજપનો ઘમંડ ગણાવ્યો અને પડકાર ફેંક્યો તાકાત હોય તો 2027માં બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવે.

તમારી સીટો તમારી સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે... જગદીશ વિશ્વકર્માના વાણીવિલાસ પર ગેનીબેનનો પલટવાર- જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2026 | 7:41 PM
Share

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના બનાસકાંઠામાં ‘સાડીના પલ્લુ’ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે આ નિવેદનને ભાજપનો ઘમંડ અને નારીશક્તિનું અપમાન ગણાવ્યું. તેમણે વિશ્વકર્માને 2027માં બનાસકાંઠાથી તેમની સામે ચૂંટણી લડી બતાવવાનો પડકાર પણ ફેંક્યો છે.

શું હતો સમગ્ર ઘટનાક્રમ?

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે. જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મોટાભાગની તાલુકા પંચાયતો પર કબજો મેળવ્યા બાદ પાલનપુરના ચડોતર ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે બનાસકાંઠાથી સાંસદ ગેનીબેન ઠાકોર પર પણ પ્રહાર કર્યો કે તમારી સીટો તમારા ગઢમાંથી તમારી બહેનોએ તમારા સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે. જગદિશ વિશ્વકર્માના આ વિવાદી નિવેદનનો હવે ગેનીબેને પણ જવાબ આપ્યો છે.

શું કહ્યુ ગેનીબેન ઠાકોરે?

સાંસદ ગેનીબેન ઠાકોરે જગદિશ વિશ્વકર્માના નિવેદનને તેમનો ઘમંડ ગણાવ્યો. તેમના નિવેદનને સમગ્ર નારીશક્તિનું અપમાન ગણાવ્યુ. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માને પડકાર ફેંક્યો કે તેમનામાં તાકાત હોય તો 2027માં બનાસકાંઠાથી ચૂંટણી લડી બતાવે. ગેનીબેને કહ્યુ કે જિલ્લા પંચાયતમાં બહુમતી મેળવી છે તો તેમણે જાણે આખુ વિશ્વ જીતી લીધુ હોય તેમ એવો ઘમંડ સાથે કાર્યકરોને સંબોધી રહ્યા છે. બનાસકાંઠાની સમસ્યાની વાત કરવાને બદલે જગદિશ વિશ્વકર્માએ મહિલાઓનુ અપમાન કર્યુ.

સાડીના પલ્લુની ગરીમાને ચૂક્યા વિશ્વકર્મા?

ગેનીબેને જગદિશ વિશ્વકર્માને જવાબ આપ્યો કે મહિલાઓના સાડીના પલ્લુએ ઈજ્જત, આબરુ અને મર્યાદાનું પ્રતિક છે અને વિશ્વકર્માએ ફક્ત મારુ અપમાન નથી કર્યુ ગુજરાતની મહિલાઓનું અપમાન કર્યુ છે. આ સાથે ગેનીબેને કહ્યુ કે તેમને સત્તાનો ઘમંડ છે પરંતુ જનતા તેમના ઘમંડનો જવાબ આપશે. સાથે ગેનીબેને વિશ્વકર્માને પડકાર ફેંક્યો કે તેમને સત્તાનો એટલો જ પાવર હોય તો 2027માં બનાસકાંઠાથી તેમની સામે ચૂંટણી લડી જીતી બતાવે.

Input Credit- Ronak Varma- Banaskantha

શું વર્ચ્યુઅલ હાજરી આપીને વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાય? ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Follow Us
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">