IPL 2024 MI vs RR Live Score: રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું, રિયાન પરાગની વિજયી ફિફ્ટી

| Updated on: Apr 01, 2024 | 10:59 PM

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ પહેલીવાર પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતી જોવા મળશે. આ સિવાય પહેલીવાર હાર્દિક પંડયા મુંબઈની કપ્તાની કરશે, મુંબઈની સામે સતત બે મેચ જીતનાર રાજસ્થાન રોયલ્સ છે, જેની કપ્તાની સંજુ સેમસન કરી રહ્યો છે. મુંબઈને આ સિઝનની પહેલી જીતની તલાશ છે.

IPL 2024 MI vs RR Live Score: રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું, રિયાન પરાગની વિજયી ફિફ્ટી
MI v RR

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ટક્કર બંને ટીમોની આ સિઝનની ત્રીજી મેચ હશે. આ પહેલા મુંબઈને ઘરથી દૂર રમાયેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રાજસ્થાને ઘરઆંગણે છેલ્લી બંને મેચ રમી હતી અને તેમાં જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સને આજે ઘરઆંગણે સિઝનની પહેલી જીતની તલાશ છે. બંને ટીમો વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં જોરદાર ટક્કર જોવા મળશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Apr 2024 10:57 PM (IST)

    રાજસ્થાનની જીત

    રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું, રિયાન પરાગની વિજયી ફિફ્ટી

  • 01 Apr 2024 10:55 PM (IST)

    30 બોલમાં 15 રનની જરૂર

    રાજસ્થાન રોયલ્સને મેચ જીતવા 30 બોલમાં 15 રનની જરૂર,

  • 01 Apr 2024 10:34 PM (IST)

    10 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 73/3 

    10 ઓવર બાદ રાજસ્થાનનોમ સ્કોર 73/3, રિયાન પરાગ અને રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર હાજર

  • 01 Apr 2024 10:15 PM (IST)

    MI vs RR Live Score: રાજસ્થાનને 48 રન પર ઝટકો, બટલરને પેવેલિયન મોકલ્યો

    રાજસ્થાન રોયલ્સે સાતમી ઓવરમાં 48 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. જોશ બટલર 16 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. આકાશ મધવાલે તેને પેવેલિયનમાં મોકલ્યો હતો. રાજસ્થાનનો સ્કોર 7 ઓવરમાં 3 વિકેટે 50 રન છે.

  • 01 Apr 2024 10:11 PM (IST)

    MI vs RR Live Score: રાજસ્થાનનો સ્કોર 46/2

    6 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 2 વિકેટે 46 રન છે. હવે રોયલ્સને જીતવા માટે 84 બોલમાં માત્ર 80 રન બનાવવાના છે. જોશ બટલર 14 બોલમાં 12 રન બનાવીને રમતમાં છે. જ્યારે રિયાન પરાગ છ બોલમાં બે રન પર છે.

  • 01 Apr 2024 10:03 PM (IST)

    MI vs RR Live Score: રાજસ્થાનની બીજી વિકેટ પડી

    રાજસ્થાન રોયલ્સની બીજી વિકેટ પાંચમી ઓવરમાં 42ના સ્કોર પર પડી હતી. સંજુ સેમસન 10 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. માધવાલના બોલ પર બેટ વાગવા છતાં તે બોલ્ડ આઉટ થયો હતો. હવે જોશ બટલર અને રિયાન પરાગ ક્રિઝ પર છે.

  • 01 Apr 2024 10:00 PM (IST)

    MI vs RR Live Score: રાજસ્થાનનો સ્કોર 41/1

    જસપ્રીત બુમરાહની ઓવરમાં પણ બે ચોગ્ગા MI એ ફટકાર્યા. 4 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર એક વિકેટે 41 રન છે. સેમસન 9 બોલમાં 12 રન અને જોશ બટલર 9 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે.

  • 01 Apr 2024 09:54 PM (IST)

    MI vs RR Live Score: મફાકાની ઓવરમાં રનનો વરસાદ

    ત્રીજી ઓવર ક્વેના માફાકાએ ફેંકી હતી. આ ઓવરમાં 13 રન આવ્યા હતા. સેમસને બે ચોગ્ગા, જ્યારે બટલરે એક ચોગ્ગો માર્યો હતો. 3 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર એક વિકેટે 30 રન છે. મફાકાએ બે ઓવરમાં એક વિકેટ લઈને 23 રન આપ્યા છે.

  • 01 Apr 2024 09:42 PM (IST)

    MI vs RR Live Score: રાજસ્થાનને પહેલો ઝટકો, યશસ્વી જયસ્વાલ આઉટ

    ક્વેના મફાકાએ પ્રથમ ઓવરમાં જ યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો. જયસ્વાલ બે ચોગ્ગા ફટકારીને આઉટ થયો હતો. રાજસ્થાને 10 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી.

  • 01 Apr 2024 09:21 PM (IST)

    રાજસ્થાનને જીતવા 126 રનનો ટાર્ગેટ

    વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને જીતવા 126 રનનો ટાર્ગેટ આપ્યો, રાજસ્થાનની મજબૂત બોલિંગ

  • 01 Apr 2024 09:14 PM (IST)

    બર્ગરે લીધી વિકેટ

    મુંબઈ ઈન્ડિયન્સને નવમો ઝટકો, ટીમ ડેવિડ 17 રન બનાવી થયો આઉટ, બર્ગરે લીધી વિકેટ

  • 01 Apr 2024 09:03 PM (IST)

    યુઝવેન્દ્ર ચહલે લીધી વિકેટ

    મુંબઈ ઈન્ડિયન્સને આઠમો ઝટકો, ગેરાલ્ડ કોએત્ઝી 4 રન બનાવી થયો આઉટ, યુઝવેન્દ્ર ચહલે લીધી વિકેટ

  • 01 Apr 2024 08:56 PM (IST)

    મુંબઈના 100 રન પૂર્ણ

    મુંબઈ ઈન્ડિયન્સના 100 રન પૂર્ણ, ટીમ ડેવિડ હજી ક્રિઝ પર હાજર

  • 01 Apr 2024 08:44 PM (IST)

    ચહલે તિલક વર્માને કર્યો આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને સાતમો ઝટકો, તિલક વર્મા 32 રન બનાવી થયો આઉટ, યુઝવેન્દ્ર ચહલે તિલક વર્માને કર્યો આઉટ

  • 01 Apr 2024 08:34 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સને છઠ્ઠો ઝટકો

    મુંબઈ ઈન્ડિયન્સને છઠ્ઠો ઝટકો, પિયુષ ચાવલા 3 રન બનાવી થયો આઉટ, અવેશ ખાને લીધી વિકેટ

  • 01 Apr 2024 08:27 PM (IST)

    10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 77/5, રોહિત, હાર્દિક, ઇશાન, નમન અને બ્રેવિસ આઉટ

  • 01 Apr 2024 08:24 PM (IST)

    હાર્દિક પંડયા 34 રન બનાવી આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને પાંચમો ઝટકો, કેપ્ટન હાર્દિક પંડયા 34 રન બનાવી થયો આઉટ, યુઝવેન્દ્ર ચહલે પંડયાને કર્યો આઉટ

  • 01 Apr 2024 08:10 PM (IST)

    હાર્દિક-તિલકે બાજી સંભાળી

    ખરાબ શરૂઆત બાદ કેપ્ટન હાર્દિક પંડયાએ મુંબઈ ઈન્ડિયન્સની બાજી સંભાળી, તિલક વર્માએ શરૂ કરી ફટકાબાજી

  • 01 Apr 2024 08:06 PM (IST)

    હાર્દિક પંડયાની ફટકાબાજી

    હાર્દિક પંડયાની ફટકાબાજી શરૂ. ચાર વિકેટ જલ્દી પડ્યા બાદ કેપ્ટન હાર્દિક પંડયા ક્રિઝ પર, હાર્દિકે મજબૂત બેટિંગ શરૂ કરી. એક ઓવરમાં 3 બાઉન્ડ્રી ફટકારી

  • 01 Apr 2024 08:02 PM (IST)

    ચહલે છોડ્યો કેચ

    યુઝવેન્દ્ર ચહલે તિલક વર્માનો છોડ્યો કેચ, જો કેચ પકડ્યો હોત તો મુંબઈ પાંચમી વિકેટ ગુમાવતે

  • 01 Apr 2024 07:53 PM (IST)

    ઈશાન કિશન સસ્તામાં આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો, રોહિત, નમન, બ્રેવિસ બાદ ઈશાન કિશન પણ સસ્તામાં આઉટ

  • 01 Apr 2024 07:47 PM (IST)

    ડીવાલ્ડ બ્રેવિસ શૂન્ય પર આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો, રોહિત, નમન ધીર બાદ ડીવાલ્ડ બ્રેવિસ શૂન્ય પર થયો આઉટ

  • 01 Apr 2024 07:37 PM (IST)

    નમન ધીર શૂન્ય પર આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો, રોહિત શર્મા બાદ નમન ધીર શૂન્ય પર થયો આઉટ

  • 01 Apr 2024 07:35 PM (IST)

    રોહિત શર્મા આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો, રોહિત શર્મા પહેલા જ બોલ પર થયો આઉટ. શૂન્ય પર રોહિત આઉટ થયો.

  • 01 Apr 2024 07:31 PM (IST)

    મુંબઈની ઈનિંગ શરૂ

    મુંબઈની ઈનિંગ શરૂ, ઇશાન કિશન અને રોહિત શર્મા ક્રિઝ પર હાજર, ટ્રેન્ટ બોલ્ટ કરી રહ્યો છે પહેલી ઓવર

  • 01 Apr 2024 07:09 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11

    ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જસપ્રીત બુમરાહ, ક્વેના મફાકા

  • 01 Apr 2024 07:08 PM (IST)

    રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ 11

    યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન & વિકેટકીપર), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્ગર, યુઝવેન્દ્ર ચહલ.

  • 01 Apr 2024 07:03 PM (IST)

    રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

    રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ

  • 01 Apr 2024 06:54 PM (IST)

    મુંબઈ અને રાજસ્થાનની ટક્કર

    IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ પહેલીવાર પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતી જોવા મળશે. આ સિવાય પહેલીવાર હાર્દિક પંડયા મુંબઈની કપ્તાની કરશે, મુંબઈની સામે સતત બે મેચ જીતનાર રાજસ્થાન રોયલ્સ છે, જેની કપ્તાની સંજુ સેમસન કરી રહ્યો છે. મુંબઈને આ સિઝનની પહેલી જીતની તલાશ છે.

Published On - Apr 01,2024 6:52 PM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">