ગૌતમ ગંભીર અને રાહુલ દ્રવિડ વચ્ચે મોટો તફાવત, ઋષભ પંતે કેમ કહી આ વાત ? જાણો

રાહુલ દ્રવિડને 2021માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી મળી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દ્રવિડના નેતૃત્વમાં ભારતે 2024 T20 વર્લ્ડ કપ અને 2023 એશિયા કપ જીત્યો હતો. આ સિવાય તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપની ફાઈનલ પણ રમી હતી.

ગૌતમ ગંભીર અને રાહુલ દ્રવિડ વચ્ચે મોટો તફાવત, ઋષભ પંતે કેમ કહી આ વાત ? જાણો
Follow Us:
| Updated on: Sep 07, 2024 | 9:32 AM

ભારતીય ક્રિકેટ ટીમના કોચના પદેથી રાહુલ દ્વવિડનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ હવે ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. ઋષભ પંત બંને એટલે કે રાહુલ દ્વવિડ અને ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ રમ્યો છે. હવે તેણે દ્રવિડ અને ગંભીરની કોચિંગ શૈલીમાં તફાવત જાહેર કર્યો છે. તેનું માનવું છે કે ભારતના વર્તમાન કોચ વધુ આક્રમક છે.

રાહુલ દ્રવિડને 2021માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી મળી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દ્રવિડના નેતૃત્વમાં ભારતે 2024 T20 વર્લ્ડ કપ અને 2023 એશિયા કપ જીત્યો હતો. આ સિવાય તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપની ફાઈનલ પણ રમી હતી.

આ અપાર સફળતા બાદ દ્રવિડને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. હવે તેનું સ્થાન અનુભવી ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે લીધું છે. ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત બંનેના કોચિંગ હેઠળ રમ્યો છે. હવે તેણે દ્રવિડ અને ગંભીરની કોચિંગ શૈલીમાં તફાવત જાહેર કર્યો છે. તેમનું માનવું છે કે ભારતના વર્તમાન મુખ્ય કોચ વધુ આક્રમક છે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

ગંભીર અને દ્રવિડ વચ્ચે શું તફાવત છે ?

તાજેતરમાં એક મીડિયામાં ઋષભ પંતે દ્રવિડ અને ગંભીર વિશે વાત કરી હતી. તેણે જાહેર કર્યું કે ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ એક વ્યક્તિ અને કોચ તરીકે વધુ સંતુલિત હતા. બીજી તરફ ગંભીર વધુ આક્રમક છે. વર્તમાન મુખ્ય કોચ વિશે તેણે કહ્યું કે તે જીતને લઈને ખૂબ જ એકતરફી છે. તે કોઈપણ કિંમતે જીતવા માંગે છે. જો કે, પંતે એમ પણ કહ્યું કે બંનેની પોઝીટીવ અને નેગેટીવ બાજુઓ છે. તે દરેક વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તે શું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

દુલીપ ટ્રોફીમાં ફ્લોપ રહ્યો હતો

ઋષભ પંત ટી20 વર્લ્ડ કપમાં જીવલેણ અકસ્માત બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો હતો. આ પછી તેને શ્રીલંકા પ્રવાસ પર વનડે શ્રેણીમાં પણ તક આપવામાં આવી હતી. તેને ટેસ્ટ મેચ રમ્યાને લગભગ 2 વર્ષ થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે તેની નજર ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ પર છે. જોકે, તે દુલીપ ટ્રોફીની પ્રથમ ઇનિંગમાં ફ્લોપ રહ્યો હતો.

ઈન્ડિયા B તરફથી રમતી વખતે તે માત્ર 7 રન બનાવી શક્યો હતો. તમને જણાવી દઈએ કે પંત અત્યાર સુધીના મોટાભાગના ટેસ્ટમાં સફળ રહ્યો છે. તેણે આ ફોર્મેટમાં 43ની એવરેજથી 2271 રન બનાવ્યા છે. તેણે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ પણ રમી છે. આમાં ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં રમાયેલી 89 રનની ઈનિંગ સૌથી યાદગાર છે. હવે તે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં પુનરાગમન કરવાની આશા રાખી રહ્યો છે.

દ્રવિડ રાજસ્થાનનો મુખ્ય કોચ બન્યો

દ્રવિડની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાને વિદાય આપ્યા બાદ તેણે ફરી એકવાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એન્ટ્રી કરી છે. દ્રવિડ આગામી સિઝન માટે IPLની રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો છે. ફ્રેન્ચાઇઝીએ તેમને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તેણે 9 વર્ષ બાદ આ ટીમમાં વાપસી કરી છે.

g clip-path="url(#clip0_868_265)">