પેરિસ પેરાલિમ્પિક્સમાં પાકિસ્તાને મળ્યો પહેલો મેડલ, હૈદર અલીએ ડિસ્કસ થ્રોમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
શુક્રવાર 6 સપ્ટેમ્બરે પાકિસ્તાનને પેરિસ પેરાલિમ્પિક્સમાં પહેલો મેડલ મળ્યો હતો. હૈદર અલીએ ડિસ્કસ થ્રોમાં પાકિસ્તાન માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હૈદર અલી પેરાલિમ્પિક્સમાં પોતાના દેશ માટે પહેલો ગોલ્ડ, પહેલો સિલ્વર અને પહેલો બ્રોન્ઝ મેડલ જીતનાર પાકિસ્તાનનો પ્રથમ એથ્લેટ છે.
હૈદર અલીએ પેરિસ પેરાલિમ્પિકમાં પાકિસ્તાન માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હૈદર અલીએ ડિસ્કસ થ્રોમાં 52.54 મીટરનું અંતર કાપીને મેડલ જીત્યો હતો. હૈદર અલીએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે કારણ કે તે પેરાલિમ્પિક્સમાં પાકિસ્તાનનો પહેલો ગોલ્ડ, પહેલો સિલ્વર અને પહેલો બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. હૈદર અલીએ પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં કુલ 4 મેડલ જીત્યા છે, જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા પહેલા હૈદર અલીએ લાંબી કૂદમાં બે પેરાલિમ્પિક મેડલ પણ જીત્યા છે.
પેરાલિમ્પિક્સમાં હૈદર અલીનું પ્રદર્શન
હૈદર અલી પાકિસ્તાનનો સર્વકાલીન મહાન પેરાલિમ્પિયન છે. 2008માં હૈદર અલીએ બેઈજિંગ પેરાલિમ્પિક્સમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિકમાં પાકિસ્તાનનો આ પહેલો મેડલ હતો. આ પછી હૈદર અલીએ 2016 રિયો પેરાલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2020 ટોક્યો પેરાલિમ્પિક્સમાં હૈદર અલીએ લોંગ જમ્પના બદલે ડિસ્કસ થ્રોમાં ભાગ લઈને બધાને ચોંકાવી દીધા હતા અને તેણે ગોલ્ડ પણ જીત્યો હતો. આ વખતે હૈદર અલીએ ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
હૈદર અલીએ પાકિસ્તાન માટે 11 મેડલ જીત્યા
હૈદર અલીએ પોતાની કારકિર્દીમાં પાકિસ્તાન માટે કુલ 11 મેડલ જીત્યા છે. પેરાલિમ્પિક્સમાં 4 મેડલ જીતવા ઉપરાંત આ ખેલાડીએ પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. હૈદર અલીએ એશિયન પેરા ગેમ્સમાં 4 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હૈદર અલીને પાકિસ્તાનનો સર્વકાલીન મહાન પેરા એથ્લેટ માનવામાં આવે છે.
We are celebrating !
Congratulations Haider Ali @HaiderAthlete on winning the Bronze medal at the Paris #Paralympics 2024.
Your courage and determination are a source of inspiration for the entire nation.
Wishing you the very best! pic.twitter.com/wxIOnz7zGZ
— Shehbaz Sharif (@CMShehbaz) September 6, 2024
પેરિસ પેરાલિમ્પિકમાં પાકિસ્તાનની હાલત ખરાબ
પેરિસ પેરાલિમ્પિકમાં પાકિસ્તાનની હાલત ખરાબ છે. પાકિસ્તાનની ટીમ 74મા નંબર પર છે, પાકિસ્તાને અત્યાર સુધી માત્ર એક બ્રોન્ઝ જ જીત્યો છે. બીજી તરફ ભારતે પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં 26 મેડલ જીત્યા છે. ભારતને 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. પેરાલિમ્પિકમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અવની લેખરા, હરવિંદર સિંહ, પ્રવીણ કુમાર, સુમિત અંતિલ, ધરમબીર નૈન અને નિતેશ કુમારે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા છે.
આ પણ વાંચો: બાબર આઝમ ન બન્યો કેપ્ટન, રિઝવાન-આફ્રિદી સહિત આ 5ને મળી કેપ્ટનશીપ