IPL 2024 Final Live KKR vs SRH : સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024માં ચેમ્પિયન

| Updated on: May 26, 2024 | 10:46 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનના ફાઈનલ મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મુકાબલો યોજાશે. 24 કલાક બાદ ચેન્નાઈમાં મેચ શરૂ થશે.

IPL 2024 Final Live KKR vs SRH : સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024માં ચેમ્પિયન
KKR vs SRH

IPLની 17મી સીઝનની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. આ મેચ 26 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રેયસ અય્યર કેકેઆરની કેપ્ટનશીપ કરશે. જ્યારે પેટ કમિન્સ પાસે SRHની ધરી છે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. તો ટોસ 7 વાગે થશે. મોટી રમત માટે બંને ટીમોએ અત્યાર સુધી સખત પ્રેક્ટિસ કરી છે. હવે કઈ ટીમ ચેમ્પિયન બનશે તેના પર ક્રિકેટ ચાહકોનું ધ્યાન રહેશે. આ લાઈવ બ્લોગ દ્વારા અમે આ મેચ સંબંધિત દરેક અપડેટ જાણીશું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 May 2024 10:32 PM (IST)

    કોલકાતા IPL 2024માં ચેમ્પિયન

    સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024માં ચેમ્પિયન

  • 26 May 2024 10:23 PM (IST)

    વેંકટેશ અય્યરની ફિફ્ટી

    IPL 2024 ફાઈનલમાં વેંકટેશ અય્યરની શાનદાર ફિફ્ટી

  • 26 May 2024 10:19 PM (IST)

    KKRને બીજો ઝટકો

    કોલકાતા નાઈટ રાઈડર્સને બીજો ઝટકો, ગુરબાઝ 39 રન બનાવી થયો આઉટ

  • 26 May 2024 10:17 PM (IST)

    અય્યર અને ગુરબાઝની ફટકાબાજી

    કોલકાતા નાઈટ રાઈડર્સની દમદાર બેટિંગ, વેંકટેશ અય્યર અને ગુરબાઝની ફટકાબાજી

  • 26 May 2024 09:46 PM (IST)

    KKRને પહેલો ઝટકો

    કોલકાતા નાઈટ રાઈડર્સને પહેલો ઝટકો, સુનિલ નારાયણ માત્ર 6 રન બનાવી થયો આઉટ

  • 26 May 2024 09:14 PM (IST)

    KKRને જીતવા 114 રનનો ટાર્ગેટ

    સનરાઈઝર્સ હૈદરાબાદ માત્ર 113 રનમાં ઓલઆઉટ, કોલકાતા નાઈટ રાઈડર્સને ટ્રોફી જીતવા 114 રનનો ટાર્ગેટ

  • 26 May 2024 09:10 PM (IST)

    સુનિલ નારાયણે લીધી વિકેટ 

    સનરાઈઝર્સ હૈદરાબાદને નવમો ઝટકો, જયદેવ ઉનડકટ 4 રન બનાવી થયો આઉટ, સુનિલ નારાયણે લીધી વિકેટ

  • 26 May 2024 09:05 PM (IST)

    હૈદરાબાદના 100 રન પૂર્ણ

    સનરાઈઝર્સ હૈદરાબાદના 100 રન પૂર્ણ, પેટ કમિન્સ અને જયદેવ ઉનડકટ ક્રિઝ પર, પેટ કમિન્સે SRHની ઈનિંગની બીજી સિક્સર ફટકારી

  • 26 May 2024 08:51 PM (IST)

    ક્લાસેન આઉટ થતા SRHને સૌથી મોટો ઝટકો

    સનરાઈઝર્સ હૈદરાબાદને સૌથી મોટો ઝટકો, હેનરિક ક્લાસેન 16 રન બનાવી થયો આઉટ

  • 26 May 2024 08:41 PM (IST)

    રસેલે લીધી વિકેટ 

    સનરાઈઝર્સ હૈદરાબાદને સાતમો ઝટકો, અબ્દુલ સમદ 4 રન બનાવી થયો આઉટ, રસેલે લીધી બીજી વિકેટ

  • 26 May 2024 08:35 PM (IST)

    હૈદરાબાદને છઠ્ઠો ઝટકો

    સનરાઈઝર્સ હૈદરાબાદને છઠ્ઠો ઝટકો, શાહબાઝ અહેમદ 8 રન બનાવી થયો આઉટ

  • 26 May 2024 08:29 PM (IST)

    હૈદરાબાદની અડધી ટીમ પોવેલિયન ભેગી

    સનરાઈઝર્સ હૈદરાબાદની અડધી ટીમ પોવેલિયન ભેગી, એઈડન માર્કરામ 20 રન બનાવી થયો આઉટ

  • 26 May 2024 08:27 PM (IST)

    10 ઓવર બાદ 61/4 

    સનરાઈઝર્સ હૈદરાબાદ 10 ઓવર બાદ 61/4

  • 26 May 2024 08:13 PM (IST)

    હૈદરાબાદને ચોથો ઝટકો

    સનરાઈઝર્સ હૈદરાબાદને ચોથો ઝટકો, નીતિશ રેડ્ડી માત્ર 13 રન બનાવી થયો આઉટ, હર્ષિત રાણાએ લીધી વિકેટ

  • 26 May 2024 07:59 PM (IST)

    રાહુલ ત્રિપાઠી આઉટ

    સનરાઈઝર્સ હૈદરાબાદને ત્રીજો ઝટકો, રાહુલ ત્રિપાઠી માત્ર 9 રન બનાવી થયો આઉટ, સ્ટાર્કે લીધી વિકેટ

  • 26 May 2024 07:54 PM (IST)

    સ્ટાર્કની ઘાતક યોર્કર

  • 26 May 2024 07:44 PM (IST)

    ટ્રેવિસ હેડ 0 પર આઉટ

    સનરાઈઝર્સ હૈદરાબાદને બીજો ઝટકો, ટ્રેવિસ હેડ 0 પર થયો આઉટ, વૈભવ અરોરાએ લીધી વિકેટ

  • 26 May 2024 07:35 PM (IST)

    હૈદરાબાદને પહેલો ઝટકો

    હૈદરાબાદને પહેલો ઝટકો, અભિષેક શર્મા માત્ર 2 રન બનાવી થયો આઉટ, મિશેલ સ્ટાર્કે આપ્યો પહેલો ઝટકો, KKRને અપાવી જોરદાર શરૂઆત

  • 26 May 2024 07:14 PM (IST)

    કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11

    રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

  • 26 May 2024 07:13 PM (IST)

    સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ 11

    ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન

  • 26 May 2024 07:11 PM (IST)

    હૈદરાબાદે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો

    હૈદરાબાદે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે અને અબ્દુલ સમદની જગ્યાએ શાહબાઝ અહેમદને તક આપી છે.

  • 26 May 2024 07:03 PM (IST)

    હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

    સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા કરશે બોલિંગ

  • 26 May 2024 06:31 PM (IST)

    KKR 12 વર્ષ પહેલા ચેમ્પિયન બન્યું હતું

    કોલકાતા નાઈટ રાઈડર્સે 12 વર્ષ પહેલા તેનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું અને આ સફળતા ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પણ પ્રાપ્ત થઈ હતી. ફરી એકવાર કોલકાતા પાસે આ જ મેદાન પર તે સફળતાનું પુનરાવર્તન કરવાની તક છે. ચેન્નાઈમાં ખરાબ રેકોર્ડ છતાં સનરાઈઝર્સ હૈદરાબાદ બીજા ટાઈટલની આશા રાખશે.

  • 26 May 2024 05:58 PM (IST)

    કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ

  • 26 May 2024 05:49 PM (IST)

    ગ્રાન્ડ ફિનાલે ટૂંક સમયમાં શરૂ થશે

    KKR vs SRH ગ્રાન્ડ ફાઈનલ થોડી જ મિનિટો દૂર છે. ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે. બંને ટીમના ખેલાડીઓની તૈયારી અંતિમ તબક્કામાં છે.

  • 26 May 2024 04:55 PM (IST)

    KKR vs SRH Final : પેટ કમિન્સ ઈતિહાસ રચી શકે છે

    જો પેટ કમિન્સ ફાઈનલ મેચમાં 3 વિકેટ લે છે, તો તે IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ બોલર બની જશે.

  • 26 May 2024 04:48 PM (IST)

    KKR vs SRH Final : શાહરૂખ ખાન ચેન્નાઈ પહોંચ્યો

    KKR એ મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયાની મોંઘી કિંમતમાં ખરીદ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને 20.50 કરોડમાં ખરીદ્યો છે. આજે બંને ફરી એકવાર આમને-સામને થશે. આ દરમિયાન KKRના માલિક શાહરૂખ ખાન પોતાના પુત્ર અબરામ સાથે ચેન્નાઈ પહોંચી ગયા છે.

  • 26 May 2024 04:25 PM (IST)

    IPL 2024 Final : શું પેટ કમિન્સની ટીમ બનશે IPL 2024 ચેમ્પિયન?

    આઈપીએલ 2024 ફાઈનલના ફોટોશૂટમાં પણ કાંઈ આવા જ દર્શ્યો જોવા મળ્યા હતા. આ ફોટોશૂટ વાયરલ થયા બાદ ચાહકો રિએક્શન પણ આપી રહ્યા છે. તો આજે જોવાનું રહેશે કે, આઈપીએલ 2024ની ચેમ્પિયન ટીમ કોણ બને છે. આ પણ વાંચો : પેટ કમિન્સની ટીમ બનશે IPL 2024 ચેમ્પિયન, તમે જ જોઈ લો આ ફોટોશૂટનું કનેક્શન

  • 26 May 2024 04:13 PM (IST)

    IPL 2024 Final : KKR અને SRH વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ

    જો આપણે KKR અને SRH વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે બંને વચ્ચે 27 વખત ટક્કર થઈ છે, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 18 વખત જીતી છે, જ્યારે હૈદરાબાદે 9 મેચમાં જીત થઈ છે.

  • 26 May 2024 04:04 PM (IST)

    IPL 2024 Final :બેટ્સમેન અને બોલરોનું શાનદાર પ્રદર્શન

    આ સિઝનમાં KKR એક અલગ ટીમ દેખાઈ રહી છે, તેના બેટ્સમેન અને બોલરોનું શાનદાર પ્રદર્શન કર્યું છે. કેકેઆરના ખેલાડીઓએ દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિઝનમાં KKR 6 વખત 200 પ્લસ સ્કોર કરવામાં સફળ રહી છે.

  • 26 May 2024 03:30 PM (IST)

    IPL 2024 Final : આ ખેલાડી પ્રથમ વખત ફાઈનલ મેચ રમશે

    આઈપીએલ 2024ની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ માટે ખૂબ જ ખાસ રહેવાની છે. તે પહેલીવાર IPLની ફાઈનલ મેચ રમશે. તમને જણાવી દઈએ કે તે 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સની ચેમ્પિયન ટીમનો ભાગ હતો. પરંતુ તે ફાઈનલ મેચ રમ્યો નહોતો. પરંતુ આ વખતે તે રમશે તે લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં 13 વર્ષમાં આ પ્રથમ વખત હશે જ્યારે આન્દ્રે રસેલ IPLની ફાઈનલ મેચમાં રમતો જોવા મળશે.

  • 26 May 2024 03:28 PM (IST)

    IPL 2024 Final : ટોસ મહત્વની ભૂમિકા ભજવશે

    ચેપોકમાં અત્યાર સુધીમાં આઈપીએલ પ્લેઓફની આઠ મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે છ મેચમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં ફાઈનલ જેવી મહત્વપૂર્ણ મેચમાં જે પણ ટીમ ટોસ જીતે તે પહેલા બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર મોટો સ્કોર લગાવવા માંગશે.

  • 26 May 2024 03:20 PM (IST)

    IPL Final 2024 KKR vs SRH Live : ગજબના ફોર્મમાં છે કેકેઆરના બોલર

    કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર છેલ્લી 5 મેચમાં 47 વિકેટ લીધી છે. જે આઈપીએલના ઈતિહાસમાં 5 મેચમાં કોઈ ટીમ દ્વારા લીધેલી સૌથી વધુ વિકેટ છે.

  • 26 May 2024 02:59 PM (IST)

    IPL 2024 Final :બે સૌથી મોંઘા ખેલાડીઓ પોતપોતાની ટીમોને ફાઇનલમાં લઈ ગયા

    આ ઓક્શનમાં ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક હાલમાં આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં 20મા ક્રમે છે. તેણે 13 મેચમાં 15 વિકેટ લીધી છે. સ્ટાર્કે સનરાઇઝર્સ સામે ક્વોલિફાયર-1માં શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ લીધી. સ્ટાર્કે મોટી મેચોમાં પોતાનું કામ કર્યું છે અને ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે.

  • 26 May 2024 02:55 PM (IST)

    IPL 2024 Final KKR vs SRH Live : મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી

    હૈદરાબાદ અને કોલકાતા વચ્ચેની મેચના દિવસે ચેન્નાઈમાં ગરમી રહેશે અને હવામાન સ્વચ્છ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના ત્રણ ટકા છે અને આગાહી મુજબ વરસાદ મેચમાં વિક્ષેપ પાડે તેવી કોઈ શક્યતા નથી. હવામાનની આગાહી અનુસાર, ચાહકો કોઈપણ અવરોધ વિના મેચનો આનંદ માણી શકશે. જો કે મેચ દરમિયાન સાંજે વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે.

  • 26 May 2024 02:20 PM (IST)

    IPL 2024 : વિજેતા ટીમને 20 કરોડ રૂપિયા

    બીસીસીઆઈએ 17મી સીઝન માટે 46.5 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે ફાળવ્યા છે. વિજેતા ટીમને 20 કરોડ રૂપિયા અને ઉપવિજેતાને 13 કરોડ રૂપિયા આપવામાં આવશે.ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમોને અનુક્રમે રૂ. 7 કરોડ અને રૂ. 6.5 કરોડ મળશે.

  • 26 May 2024 01:50 PM (IST)

    IPL 2024 Final :SRHને ફાયદો થશે?

    હવે પેટ કમિન્સ અને તેના સનરાઈઝર્સ પાસે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે સ્કોર્સ સેટલ કરવાની તક છે. SRH ને એ ફાયદો છે કે IPL 2024ની ફાઈનલ ચેન્નાઈમાં જ રમવાની છે, જ્યાં તેમણે ક્વોલિફાયર 2 મેચ રમી અને જીતી. જ્યારે KKRએ અમદાવાદમાં ક્વોલિફાયર 1 રમી હતી. આવી સ્થિતિમાં, SRHના ખેલાડીઓને ચેન્નાઈની પિચનો નવો અનુભવ હશે.

  • 26 May 2024 01:45 PM (IST)

    IPL 2024 :સ્ટાર્ક-કમિન્સ શાનદાર ફોર્મમાં

    કમિન્સ અને સ્ટાર્ક વચ્ચેની મેચ રસપ્રદ રહેશે કારણ કે બંને શાનદાર ફોર્મમાં છે. પેટ કમિન્સે સમગ્ર ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તો બીજી તરફ KKR પ્લેઓફમાં પહોંચતાની સાથે જ સ્ટાર્કની રમત પણ ટોપ ક્લાસ થઈ ગઈ. KKR એ ક્વોલિફાયર 1 માં SRH ને હરાવીને જ IPL 2024 ની ફાઈનલમાં ટિકિટ મેળવી હતી, જેમાં 3 વિકેટ લેનાર મિશેલ સ્ટાર્કે મહત્વની ભૂમિકા ભજવી હતી.

  • 26 May 2024 01:35 PM (IST)

    IPL 2024 Final :કમિન્સ અને સ્ટાર્ક વચ્ચેનો જંગ

    પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક સાથે મળીને ઓસ્ટ્રેલિયા માટે દરેક મોટા ICC ટાઈટલ જીત્યા છે. ગયા વર્ષે જ બંનેએ ભારતમાં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ, હવે એક જ ભારતીય મેદાન પર પહેલીવાર બંને IPLની ઝળહળતી ટ્રોફી માટે એકબીજાની સામે જોવા મળશે. SRH અને KKR વચ્ચે ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના આ બે મોટા ખેલાડીઓ વચ્ચેનો જંગ પણ રસપ્રદ રહેવાનો છે.

  • 26 May 2024 01:25 PM (IST)

    IPL 2024 Final :બંનેની ટીમો વચ્ચેની ટક્કર મજેદાર રહેશે

    IPL 2024માં ગૌતમ ગંભીર KKR સાથે મેન્ટર તરીકે જોડાયો અને ટ્રેનિંગ સેશનના પહેલા દિવસથી જ તેનું લક્ષ્ય નક્કી હતું. KKRને IPL ફાઈનલમાં પહોંચાડવું. આજે તે આ મુકામ પર પહોંચી ગયો છે. તો બીજી તરફ SRHનો પેટ કમિન્સ છે, જે દરેક ટ્રોફી પર પોતાનું નામ લખવા તૈયાર છે. બંનેનું ધ્યેય સમાન છે. એવામાં આ બંનેની ટીમો વચ્ચેની ટક્કર ચોક્કસથી મજેદાર રહેશે.

  • 26 May 2024 12:27 PM (IST)

    IPL 2024 Final : ચેપોકમાં KKR-SRH વચ્ચે બીજી મેચ

    ચેપોકમાં બંને ટીમો વચ્ચે આ બીજી મેચ હશે. આ પહેલા જ્યારે ચેપોકમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી ત્યારે કોલકાતાએ સનરાઈઝર્સને 10 રને હરાવ્યું હતું.

  • 26 May 2024 12:10 PM (IST)

    IPL 2024 Final :KKR અને SRH પાંચમી વખત પ્લેઓફમાં સામસામે

    કોલકાતાની ટીમની આ ચોથી ફાઇનલ છે, જ્યારે સનરાઇઝર્સની આ ત્રીજી ફાઇનલ છે. KKR બે વખત (2012, 2014) ટાઇટલ જીત્યું છે. તે જ સમયે, SRH 2016 માં IPL ચેમ્પિયન બન્યું હતું. જોકે, પ્લેઓફ અથવા નોકઆઉટ તબક્કામાં બંને ટીમો વચ્ચે ચોથી મેચ રમાશે. આ સમયગાળા દરમિયાન બંને ટીમોનો જીતનો રેકોર્ડ 2-2નો છે. કોલકાતાએ આ સિઝનના ક્વોલિફાયર-1 પહેલા 2017 એલિમિનેટરમાં સનરાઇઝર્સને હરાવ્યું હતું.સનરાઇઝર્સે 2016 એલિમિનેટર તેમજ 2018 ક્વોલિફાયર-2માં કોલકાતાને હરાવ્યું હતું. આ વર્ષના ક્વોલિફાયર-1ને બાદ કરતાં બાકીની તમામ ત્રણ મેચ નોકઆઉટ રહી છે. હવે બંને ટીમો પાંચમી વખત પ્લેઓફમાં ટકરાશે.

  • 26 May 2024 11:56 AM (IST)

    IPL 2024 Final :KKRનું જબરદસ્ત પ્રદર્શન

    IPL 2024ના લીગ તબક્કામાં, KKRએ 14માંથી 9 મેચ જીતી હતી અને માત્ર 3માં હારનો સામનો કરવો પડ્યો હતો. 20 પોઈન્ટ સાથે KKR ટીમ નંબર વન બનીને પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવામાં સફળ રહી હતી. જ્યારે, પ્રથમ ક્વોલિફાયરમાં, KKRએ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

  • 26 May 2024 10:59 AM (IST)

    IPL 2024 Final :પ્રેક્ટિસ સેશનની અસર ફાઈનલમાં થશે

    કોલકાતાએ 21 મેના રોજ પ્રથમ ક્વોલિફાયરમાં સનરાઈઝર્સને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી ટીમે માત્ર આરામ જ નહીં પરંતુ પ્રેક્ટિસ પણ કરી છે. આવી સ્થિતિમાં, છેલ્લું પ્રેક્ટિસ સેશન રદ થવાથી કોલકાતાની તૈયારીઓ પર વધુ અસર થવાની સંભાવના નથી. જ્યાં સુધી સનરાઈઝર્સનો સવાલ છે, પેટ કમિન્સની ટીમ એક દિવસ પહેલા જ બીજી ક્વોલિફાયર રમી હતી, તેથી ટીમે પ્રેક્ટિસ કરવાને બદલે આરામ કરવાનો નિર્ણય લીધો હતો. હવે કઈ ટીમ તૈયાર છે અને કેટલી તૈયારી છે તે તો ચેપોકના મેદાન પર આજે સાંજે જ ખબર પડશે.

  • 26 May 2024 10:52 AM (IST)

    IPL 2024 Final : અહિ જોવા મળશે આઈપીએલ 2024 ફાઈનલની તમામ માહિતી

    જો તમારે આઈપીએલ ફાઈનલ 2024ની દરેક અપટેડ વિશે માહિતી મેળવવી હોય તો તમે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર, આઈપીએલ 2024નો લાઈવ સ્કોર તમેજ આઈપીએલને લગતા તમામા સમાચાર વાંચી શકો છો.

  • 26 May 2024 10:40 AM (IST)

    IPL 2024 Final : IPL ટ્રોફી જીતવાની સુવર્ણ તક

    ગત વર્ષે ઓસ્ટ્રેલિયાને પોતાની કેપ્ટનશિપમાં ODI વર્લ્ડ કપ ખિતાબ અપાવનાર કમિન્સ પાસે IPL ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે અને તે આ સિદ્ધિ હાંસલ કરવાથી એક પગલું દૂર છે.

  • 26 May 2024 10:30 AM (IST)

    IPL 2024 Final :ગત સિઝનમાં હૈદરાબાદની ટીમ 10માં નંબર પર

    તમને જણાવી દઈએ કે KKR ચોથી વખત IPL ફાઈનલ રમવા જઈ રહી છે. KKR પણ બે વખત ટાઈટલ જીતી ચુક્યું છે. બીજી તરફ, હૈદરાબાદ ડેવિડ વોર્નરની કેપ્ટનશીપમાં 2016માં આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહ્યું હતું. ગત સિઝનમાં હૈદરાબાદની ટીમ 10માં નંબર પર હતી. પરંતુ આ સિઝનમાં તેઓએ શાનદાર પુનરાગમન કર્યું છે અને ખિતાબ જીતવાની નજીક પહોંચી ગયા છે

  • 26 May 2024 10:18 AM (IST)

    IPL 2024 : અત્યારસુધી 3 મેચ વરસાદના કારણે ધોવાય ગઈ

    આઈપીએલ 2024માં વરસાદનો કહેર જોવા મળ્યો છે. અત્યારસુધી 3 મેચ વરસાદના કારણે ધોવાય ગઈ છે. ત્યારે એક મોટો સવાલ છે કે, જો આઈપીએલ 2024ની ફાઈનલમાં વરસાદ આવે છે તો કોઈ મેચ રમાઈ નહિ તો પછી પરિણામ કઈ રીતે આવશે.જો સુપર ઓવર શક્ય ન હોય તો પણ પોઈન્ટ ટેબલના આધારે વિજેતા નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વર્તમાન સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદ બીજા સ્થાને રહી છે, એટલી આવી સ્થિતિમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વિજેતા જાહેર થશે.

  • 26 May 2024 09:58 AM (IST)

    IPL 2024 Final : કોલકાતા નાઈટ રાઈડર્સ ચોથી વખત IPLની ફાઈનલમાં

    ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ ચોથી વખત IPLની ફાઈનલમાં છે. 10 વર્ષથી ટ્રોફી માટે ઝંખતી શાહરૂખ ખાનની ટીમ હવે તેનાથી માત્ર એક ડગલું દૂર છે. તો શું આજે શાહરુખ ખાનની ટીમ ચેમ્પિયન બનશે. તેમજ બિમાર શાહરુખ ખાન આજે સ્ટેડિયમમાં ટીમને ચીયર કરવા આવશે.

  • 26 May 2024 09:50 AM (IST)

    IPL 2024 Final : IPL 2024નો ખિતાબ જીતવાનો સંકેત

    KKRનો IPL 2024નો ખિતાબ જીતવાનો બીજો સંકેત છેલ્લી 6 સિઝનના પરિણામો પરથી મળે છે. 2018 થી 2023 સુધી, IPL એ જ ટીમે જીતી છે જેણે ક્વોલિફાયર 1 જીતી છે.આઈપીએલમાં 2019 થી આવું થઈ રહ્યું છે કે ટ્રોફીની ડાબી બાજુએ ઉભો રહેલો કેપ્ટન જીત્યો છે. IPL 2024 ફાઈનલના ફોટોશૂટમાં શ્રેયસ ઐયર ટ્રોફીની ડાબી બાજુએ છે. મતલબ કે કેકેઆર ચેમ્પિયન બની શકે છે.

    View this post on Instagram

    A post shared by IPL (@iplt20)

  • 26 May 2024 09:40 AM (IST)

    IPL 2024 Final : હૈદરાબાદ 6 વર્ષ બાદ ફાઈનલમાં પહોંચ્યું

    સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રીજી વખત IPL ફાઈનલમાં જગ્યા બનાવી છે અને હવે આ ટીમની ટાઈટલ મેચ 26 મેના આજે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે.

  • 26 May 2024 09:30 AM (IST)

    IPL 2024 Final :બંને ટીમના ખેલાડીઓ ઉત્સાહમાં

    કોલકાતા અને હૈદરાબાદની ટીમના ખેલાડીઓ ફાઈનલ મેચ માટે બંને ટીમના ખેલાડીઓ ઉત્સાહમાં છે. ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઈનલમાં ટિકિટ બુક કર્યા પછી, પેટ કમિન્સે કહ્યું કે તેણે શરૂઆતથી જ IPL 2024ની ફાઈનલમાં પહોંચવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. અને હવે એ ધ્યેય પૂરો થયો છે. હવે તેના અને IPL ટ્રોફી વચ્ચે માટે એક જ મેચનું અંતર બાકી છે.

  • 26 May 2024 09:20 AM (IST)

    IPL 2024 Final : IPL 2024 ટ્રોફીથી માત્ર એક ડગલું દૂર

    પેટ કમિન્સ ગયા વર્ષથી સતત ટ્રોફી જીતી રહ્યો છે. તેણે કેપ્ટન તરીકે જે પણ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો, ઓસ્ટ્રેલિયાએ તે ટ્રોફી જીતી હતી. 2023માં તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. આ પછી તેણે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ટેસ્ટ હરીફ ઈંગ્લેન્ડ સામે એશિઝ શ્રેણી જાળવી રાખી હતી. ત્યારબાદ તેની ટીમે ODI વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ ટીમ ભારતને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. હવે તે IPL 2024 ટ્રોફીથી માત્ર એક ડગલું દૂર છે. એટલે કે આ સમયગાળા દરમિયાન તેની સામે જે પણ ટ્રોફી આવી તેને તેણે જીતી લીધી.

  • 26 May 2024 09:15 AM (IST)

    IPL 2024 Final :12 વર્ષ પહેલા પ્રથમ વખત ઈતિહાસ રચ્યો હતો

    કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 12 વર્ષ પહેલા પ્રથમ વખત ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ કોલકાતાએ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્રથમ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ 2012નું ટાઈટલ જીત્યું હતું. હવે ફરી એકવાર KKR એ જ મેદાન પર પરત ફર્યું છે, જ્યાં તે 12 વર્ષ પહેલાની આ જ સિદ્ધિનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે.

  • 26 May 2024 09:06 AM (IST)

    IPL 2024 Final : મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે

    મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. તો ટોસ 7 વાગે થશે. મોટી રમત માટે બંને ટીમોએ અત્યાર સુધી સખત પ્રેક્ટિસ કરી છે. હવે કઈ ટીમ ચેમ્પિયન બનશે તેના પર ક્રિકેટ ચાહકોનું ધ્યાન રહેશે.

  • 25 May 2024 10:36 PM (IST)

    કોલકાતાએ સનરાઈઝર્સને બે વખત હરાવ્યું

    છેલ્લા 10 વર્ષથી પોતાના ત્રીજા IPL ખિતાબની રાહ જોઈ રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સને ફરી એકવાર આ તક મળી છે. આ વખતે તેમની સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો પડકાર છે, જેણે કોલકાતાની જેમ જ આ સિઝનમાં શાનદાર ક્રિકેટ રમી છે. જો કે આ સમયગાળા દરમિયાન પણ કોલકાતાએ સનરાઈઝર્સને બે વખત હરાવ્યું છે. આવી સ્થિતિમાં ટીમનું મનોબળ ચોક્કસપણે ઉંચુ રહેશે.

  • 25 May 2024 10:01 PM (IST)

    કોલકાતાની તૈયારીઓ બરબાદ થઈ

    આમ છતાં ફાઈનલ જેવી મોટી મેચ માટે કોઈપણ ટીમ તેની તૈયારીમાં કોઈ કસર છોડવા માંગતી નથી. કોલકાતા પણ આવું જ કંઈક કરવા માંગતું હતું પરંતુ મેચના એક દિવસ પહેલા તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું અને તે પણ ખરા અર્થમાં. હા, ફાઈનલ પહેલા શનિવારે સાંજે કોલકાતાના ખેલાડીઓ તેમના છેલ્લા પ્રેક્ટિસ સેશન માટે આવ્યા હતા, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે, ચેન્નાઈમાં અચાનક ભારે વરસાદ થયો, જેના કારણે ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં પાછા ફરવું પડ્યું અને પ્રેક્ટિસ સેશન રદ કરવામાં આવ્યું.

  • 25 May 2024 09:27 PM (IST)

    સાંજે 7 વાગ્યે ટોસ થશે

    IPL 2024ની ફાઈનલ મેચ 7:30 વાગ્યે શરૂ થશે, મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ યોજાશે, સાંજે 7 વાગ્યે ટોસ થશે.

  • 25 May 2024 08:29 PM (IST)

    પેટ કમિન્સે હાર સ્વીકારી?

    સનરાઈઝર્સ હૈદરાબાદ પેટ કમિન્સની કેપ્ટન્સીમાં બીજી વખત ટ્રોફી જીતવાની અણી પર છે. પરંતુ ફાઈનલ મેચ પહેલા તેણે પ્રશંસકો માટે દિલધડક નિવેદન આપ્યું છે. કમિન્સનું નિવેદન એવું જણાતું હતું કે તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હાર સ્વીકારી લીધી હતી. આ નિવેદન બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના સમર્થકોની ચિંતા વધી શકે છે.

  • 25 May 2024 08:10 PM (IST)

    સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ

    પેટ કમિન્સ (કેપ્ટન), જયદેવ ઉનડકટ, જાથાવેધ સુબ્રમણ્યમ, ટી નટરાજન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારૂકી, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, સનવીર સિંહ, ગ્લેન ફિલિપ્સ, નીતિશ રેડ્ડી, માર્કો જેનસન, રાહુલ શર્મા, અભય ત્રિપાઠી, ઉપેન્દ્ર યાદવ, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, અનમોલપ્રીત સિંહ, મયંક અગ્રવાલ, અબ્દુલ સમદ, આકાશ મહારાજ સિંહ, ઉમરાન મલિક અને વિજયકાંત વ્યાસકાન્ત.

  • 25 May 2024 07:36 PM (IST)

    કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ

     શ્રેયસ અય્યર (કેપ્ટન), શ્રીકર ભરત, મનીષ પાંડે, રહેમાનુલ્લા ગુરબાઝ, રમનદીપ સિંહ, નીતિશ રાણા, શેરફાન રધરફર્ડ, રિંકુ સિંહ, વેંકટેશ અય્યર, સુનીલ નારાયણ, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વૈભવ અરોરા, દુષ્મંત ચમીરા, હર્ષિત રાણા, ચેતન સાકરિયા, મિશેલ સ્ટાર્ક, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી, સાકિબ હુસૈન, અંગક્રિશ રઘુવંશી અને અલ્લાહ ગઝનફર.

  • 25 May 2024 07:13 PM (IST)

    મેચની પૂર્વ સંધ્યાએ બંને ટીમના કેપ્ટનનું ફોટો શૂટ

    IPL 2024ની ફાઈનલ મેચના એક દિવસ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટનોએ ફોટોશૂટ કરાવ્યું હતું. શ્રેયસ અય્યર અને પેટ કમિન્સ બંનેએ IPL ટ્રોફી સાથે ચોપાટી અને રિક્ષા સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો IPLના X એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.

  • 25 May 2024 07:01 PM (IST)

    24 કલાક બાદ ફાઈનલ

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનના ફાઈનલ મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મુકાબલો યોજાશે. 24 કલાક બાદ ચેન્નાઈમાં મેચ શરૂ થશે.

Published On - May 26,2024 7:00 AM

Follow Us:
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">