IND Wvs ENG W: ભારત સામે ઈંગ્લેન્ડે 2-1 થી ટી20 શ્રેણી જીતી, અંતિમ મેચમાં 7 વિકેટે ભારતીય મહિલા ટીમની હાર
સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, શેફાલી વર્મા જેવા સ્ટાર્સ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. અંગ્રેજોના હુમલા સામે લાચાર દેખાતા હતા.
ઈંગ્લેન્ડ સામે 3 મેચની T20I શ્રેણી ભારતીય મહિલા ટીમ (Indian Women Cricket Team) 1-2થી હારી ગયું છે. ત્રીજી અને અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું હતું. બ્રિસ્ટોલમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 122 રન બનાવ્યા હતા. એમી જોન્સની આગેવાની હેઠળની ઇંગ્લિશ ટીમે ભારતના 123 રનના લક્ષ્યાંકને 18.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. સારાહ ગ્લેન અને સોફી એક્લેસ્ટોન બંને સામે ભારતીય બેટ્સમેનો લાચાર દેખાતા હતા. સારાએ 11 રનમાં 2 અને સોફીએ 25 રનમાં 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય બ્રાયોની સ્મિથ, ફ્રેયા, ઈસી વાંગે પણ એક-એક વિકેટ લીધી હતી.
ભારતીય સ્ટાર ના ચાલ્યા
ઇંગ્લિશ હુમલા સામે ભારતીય સ્ટાર્સ ચાલી શક્યા ન હતા. ભારતે માત્ર 35 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. દીપ્તિ શર્માના 24 રન અને રિચા ઘોષના 33 રનની મદદથી ભારતે 100નો આંકડો પાર કર્યો. ભારતના સ્ટાર બેટ્સમેનો બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. શેફાલી વર્મા 5, સ્મૃતિ મંધાના 9, મેઘના 0, કેપ્ટન હરમનપ્રીત કૌર 5, હેમલતા 0 અને સ્નેહ રાણા માત્ર 8 રન બનાવી શકી હતી. એટલે કે 6 ભારતીય બેટ્સમેન મળીને માત્ર 27 રન બનાવી શક્યા. આ સિવાય પૂજા વસ્ત્રાકરે 11 બોલમાં અણનમ 19 રન બનાવ્યા હતા.
#TeamIndia fought hard but it was England who won the third T20I to win the series 2-1. #ENGvIND
Scorecard ▶️ https://t.co/kRDuI8uFlA pic.twitter.com/PqOXzzwH9s
— BCCI Women (@BCCIWomen) September 15, 2022
એલિસ સામે ભારતીય બોલરો લાચાર
ભારતીય બેટ્સમેન બાદ બોલરોએ પણ ઘણા નિરાશ કર્યા હતા. 18 વર્ષની એલિસ કેપ્સે બોલરોને જોરદાર રીતે પછાડ્યા હતા. કોઈ બોલર તેનાથી બચી શક્યો ન હતો. એલિસે 24 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. એલિસ સિવાય સોફી ડંકલીએ 49 રન અને ડેનિયલ વ્યાટે 22 રન બનાવ્યા હતા.
3RD WT20I. England Women Won by 7 Wicket(s) https://t.co/ilzmNwLmIx #ENGvIND
— BCCI Women (@BCCIWomen) September 15, 2022
ભારતીય બોલરોની વાત કરીએ તો માત્ર રાધા યાદવ જ સફળ રહી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 14 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી. તેના સિવાય, અન્ય તમામ બોલર ખૂબ ખર્ચાળ સાબિત થયા. રાધા ઉપરાંત સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકરને પણ એક-એક સફળતા મળી.