IND vs ZIM 5th T20 Score : ભારતે ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું, મુકેશ કુમારે બોલથી તબાહી મચાવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2024 | 8:07 PM

India vs Zimbabwe 5th T20I Live Score in Gujarati : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની T20 સિરીઝની છેલ્લી મેચ આજે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. ભારતે આ સીરિઝમાં 3-1ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્લેઈંગ 11માં ફેરફાર કરી શકે છે.

IND vs ZIM 5th T20  Score : ભારતે ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું, મુકેશ કુમારે બોલથી તબાહી મચાવી

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ આજે હરારેમાં રમાશે. ભારતે સીરિઝ પર પહેલાથી જ કબ્જો કરી લીધો છે. પહેલી મેચમાં હાર મળ્યા બાદ ભારતે 3 મેચ જીતી સીરિઝ પર સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી આ સીરિઝમાં 5 ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હતુ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Jul 2024 08:07 PM (IST)

    ભારતે ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું

    ભારતે પાંચમી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું છે. મુકેશ કુમાર આ મેચનો હીરો હતો. તેણે બોલ સાથે તબાહી મચાવી હતી અને 3.3 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેના સિવાય શિવમ દુબેએ બોલ અને બેટથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 2 વિકેટ લેવાની સાથે દુબેએ 12 બોલમાં 26 રન પણ ફટકાર્યા હતા. જ્યારે સંજુ સેમસને 45 બોલમાં 58 રન બનાવીને સારો સ્કોર બનાવવામાં મદદ કરી હતી.

  • 14 Jul 2024 07:50 PM (IST)

    ઝિમ્બાબ્વેને 8મો ફટકો પડ્યો

    તુષાર દેશપાંડેએ ઝિમ્બાબ્વેને 8મો ઝટકો આપ્યો છે. તેણે બ્રાન્ડોન માવુતાને આઉટ કરી દીધો છે.

  • 14 Jul 2024 07:15 PM (IST)

    10 ઓવરમાં 99 રનની જરૂર

    168 રનનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે 10 ઓવર રમીને 3 વિકેટના નુકસાન પર 69 રન બનાવી લીધા છે. હવે તેણે 60 બોલમાં 99 રન બનાવવાના છે.

  • 14 Jul 2024 07:15 PM (IST)

    ઝિમ્બાબ્વેની ત્રીજી વિકેટ પડી

    ઝિમ્બાબ્વેએ ત્રીજી વિકેટ ગુમાવી છે. ટી મારુમણી 27 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદરે 9મી ઓવરમાં મારુમણિની વિકેટ લીધી હતી.

  • 14 Jul 2024 06:50 PM (IST)

    મુકેશ કુમારે કરી મોટી ભૂલ

    ઝિમ્બાબ્વે સામેની છેલ્લી મેચમાં મુકેશ કુમાર બોલથી આગ લાગી હતી, પરંતુ 5મી ઓવરમાં તેણે મોટી ભૂલ કરી હતી. તેણે આ ઓવરના ત્રીજા બોલ પર શાનદાર બોલ ફેંક્યો અને ઓપનર ટી મરુમણિને બોલ્ડ કર્યો, પરંતુ તે નો બોલ હતો. આ સાથે તેણે ત્રીજી વિકેટ લેવાની તક ગુમાવી દીધી હતી.

  • 14 Jul 2024 06:49 PM (IST)

    ઝિમ્બાબ્વેની ધીમી શરૂઆત

    168 રનનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેએ ધીમી શરૂઆત કરી હતી. 4 ઓવર બાદ ટીમ 2 વિકેટના નુકસાન પર 20 રન જ બનાવી શકી હતી.

  • 14 Jul 2024 06:31 PM (IST)

    મુકેશ કુમારે પ્રથમ વિકેટ લીધી હતી

    ઝિમ્બાબ્વેની ટીમ 168 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી છે. મુકેશ કુમારે પહેલી જ ઓવરમાં જ આંચકો આપ્યો છે. વેસ્લી મધવેર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો છે.

  • 14 Jul 2024 06:13 PM (IST)

    168 રનનો ટાર્ગેટ

    ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સનો અંત આવી ગયો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે ઝિમ્બાબ્વેને 168 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ દરમિયાન સંજુ સેમસને 45 બોલમાં 58 રન, રિયાન પરાગે 24 બોલમાં 22 રન અને શિવમ દુબેએ 12 બોલમાં 26 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

  • 14 Jul 2024 06:11 PM (IST)

    સુરત, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

    રાજ્યના હવામાન વિશે વાત કરીએ તો, આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ અને કેટલાંક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું. આજે સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને પંચમહાલમાં યલો એલર્ટ જાહેર કરાયું. સાથે, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં પણ યલો એલર્ટ અપાયું. ઉપરાંત, ડાંગ, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું. આગામી બે દિવસમાં સૌરાષ્ટ્રમાં કોઈ એલર્ટ નથી પરંતુ, પરમ દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા માટે ઓરેન્જ એલર્ટની આગાહી છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા ભારે વરસાદ થઇ શકે છે. જેેને લઇ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

  • 14 Jul 2024 06:10 PM (IST)

    અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું કરાશે સમારકામ

    અમદાવાદમાં સૌપ્રથમવાર એકસાથે 37 બ્રિજનું સમારકામ કરવામાં આવનાર છે. 1892 થી 2024 સુધીમાં બનાવવામાં આવેલા બ્રિજનું સમારકામ કરાશે. જેમા પૂર્વ વિસ્તારના 37 બ્રિજનું પ્રાથમિક તબ્બકામાં સમારકામ થશે. રેલવે અન્ડરપાસ, રેલવે ઓવરબ્રિજ, માઇનોર બ્રિજ, ફલાયઓવર બ્રિજના સમારકામ થશે. જોઈન્ટ એક્સપાન્શન,પેરાપેટ વોલ, રિટેઇનિંગ વીલ સહિતનું સમારકામ કરવામાં આવશે. ગિરધરનગર, જમાલપુર, સારંગપુર, અસારવા બ્રિજ સહિત બ્રિજોનું સમારકામ થશે. દિવસ દરમિયાન ટ્રાફિકને અસર ન થાય તે માટે રાત્રીના સમયે સમારકામની કામગીરી કરાશે.

  • 14 Jul 2024 06:07 PM (IST)

    ફરી સમાજને પ્રતિનિધિત્વ આપવાની ઉઠી માગ, હવે હીરા સોલંકીએ કર્યો આડકતરો ઈશારો

    અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકીએ તેમના સમાજના મુખ્યમંત્રી બનાવવા અંગે આડકતરો ઈશારો કર્યો છે. કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા વચ્ચે હીરા સોલંકીએ જણાવ્યુ કે કોળી સમાજના નેતા મુખ્યમંત્રી બમે તો અમને અને સમાજના આનંદ થશે. આવનારા દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે. સંગઠન નવા ક્લેવર અને નવા ચહેરા સાથે આવનારા દિવસોમાં કામ કરશે. ઝોન વાઈઝ હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવશે. કોળી સમાજના તમામ સંગઠનને સાથે જોડી કામ કરવામાં આવશે.

  • 14 Jul 2024 06:00 PM (IST)

    ભારતની પાંચમી વિકેટ

    સંજુ સેમસન અડધી સદી ફટકારીને આઉટ થયો છે. આ સાથે ભારતની પાંચમી વિકેટ પડી છે. સેમસને 45 બોલમાં 58 રન બનાવ્યા હતા. 18 ઓવર પછી ટીમનો સ્કોર 137 રન છે.

  • 14 Jul 2024 06:00 PM (IST)

    રાયન પરાગ બહાર

    ભારતની ચોથી વિકેટ પડી છે. રિયાન પરાગ 15મી ઓવરમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ 15 ઓવર બાદ 113 રન બનાવી લીધા છે.

  • 14 Jul 2024 05:24 PM (IST)

    સેમસન-પરાગે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી

    ઝિમ્બાબ્વેએ પાવર પ્લેમાં જ ટીમ ઈન્ડિયાની ત્રણ વિકેટ ઝડપી હતી. આ કારણે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પરંતુ હવે સંજુ સેમસન અને રેયાન પરાગે ઈનિંગને સંભાળી લીધી છે. ભારત તરફથી સેમસન 21 રન અને પરાગ 17 રન સાથે રમી રહ્યા છે. અને ટીમે 11 ઓવર બાદ 80 રન બનાવી લીધા છે.

  • 14 Jul 2024 05:00 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 :ભારતની ત્રીજી વિકેટ પડી

    નાગરવાએ ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે 40 રનના સ્કોર પર કેપ્ટન શુભમન ગિલને આઉટ કર્યો હતો. તે માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. રિયાન પરાગ પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

  • 14 Jul 2024 04:56 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 : સંજુ સેમસન ક્રિઝ પર

    ભારતને બીજો ઝટકો 38 રનના સ્કોર પર લાગ્યો હતો. મુઝરાબાનીએ અભિષેક શર્માને આઉટ કર્યો હતો. તે માત્ર 14 રન બનાવી શક્યો હતો. સંજુ સેમસન ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. શુભમન ગિલ તેની સાથે ક્રિઝ પર છે.ચાર ઓવર પછી ભારતનો સ્કોર 40 /2 છે.

  • 14 Jul 2024 04:54 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 :અભિષેક શર્મા આઉટ

    અભિષેક શર્મા પાંચમી T20 મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો નથી. તેણે 11 બોલમાં 14 રન બનાવ્યા હતા. તેની વિકેટ બ્લેસિંગ મુઝરાબાનીએ લીધી હતી.

  • 14 Jul 2024 04:46 PM (IST)

    IND vs ZIM 2024 : એક ઓવર પછી ભારતનો સ્કોર 33/1

    એક ઓવર પછી ભારતનો સ્કોર 33/1

  • 14 Jul 2024 04:46 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 : શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો

    અભિષેક શર્માએ ત્રીજી ઓવરના પહેલા જ બોલ પર સિક્સ ફટકાર્યા બાદ, ચોથા બાલ પર શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો

  • 14 Jul 2024 04:44 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 :અભિષેક શર્માએ સિક્સ ફટકારી

    અભિષેક શર્માએ ત્રીજી ઓવરના પહેલા જ બોલ પર સિક્સ ફટકારી છે.

  • 14 Jul 2024 04:37 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 :અભિષેક શર્મા બેટિંગ કરવા આવ્યો

    અભિષેક શર્મા ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. શુભમન ગિલ તેની સાથે ક્રિઝ પર છે. એક ઓવર પછી ભારતનો સ્કોર 15/1 છે.

  • 14 Jul 2024 04:35 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 :ભારતને પહેલો ઝટકો લાગ્યો

    ભારતને પહેલો ફટકો 13 રનના સ્કોર પર લાગ્યો હતો. સિકંદર રઝાએ પ્રથમ ઓવરમાં જ યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો. તે બે છગ્ગાની મદદથી 12 રન બનાવવામાં સફળ રહ્યો હતો.

  • 14 Jul 2024 04:26 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 :ભારતની પ્લેઈંગ ઈલેવન

    શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિયાન પરાગ, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે, મુકેશ કુમાર.

  • 14 Jul 2024 04:17 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 :ભારતીય ટીમમાં બે ખેલાડીઓની એન્ટ્રી

    ભારતીય ટીમમાં રીયાન પરાગ અને મુકેશ કુમારને તક મળી છે. જ્યારે ખલીલ અહેમદ અને ઋતુરાજ ગાયકવાડને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા છે.

  • 14 Jul 2024 04:15 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 : શું ફરી 4 ઓપનર સાથે રમશે

    ઝિમ્બાબ્વે પ્રાવાસ દરમિયાન ટી20 સીરિઝમાં 4 ઓપનર એક સાથે રમી રહ્યા છે. જેમાં ગિલ, યશસ્વી જ્યસ્વાલ, અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડ સામેલ છે. તો શું છેલ્લી ટી20 મેચમાં પણ ઓપનર સાથે રમશે, કે પછી કોઈને આરામ આપવામાં આવશે. આ એક મોટો સવાલ છે.

  • 14 Jul 2024 04:07 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 :ઝિમ્બાબ્વેએ ટોસ જીત્યો

    ઝિમ્બાબ્વેના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  • 14 Jul 2024 04:05 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 : શ્રીલંકા પ્રવાસ પહેલા છેલ્લી મેચ

    ઝિમ્બાબ્વે પ્રવાસ પૂર્ણ થતા અંદાજે 15 દિવસ બાદ ભારતીય ટીમ શ્રીંલકાનો પ્રવાસ કરશે. ત્યારે કેટલાક યુવા ખેલાડીઓ પાસે પોતાને સાબિત કરવાની તક છે, કારણ કે, શ્રીલંકા પ્રવાસ માટે હજુ સુધી ભારતીય ટીમની જાહેરાત થઈ નથી,

  • 14 Jul 2024 04:03 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 : થોડી જ વારમાં ટોસ થશે

    ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની છેલ્લી મેચ થોડી જ વારમાં શરુ થશે. ટોસ થોડી જ વારમાં થશે.

  • 14 Jul 2024 03:57 PM (IST)

    IND vs ZIM 5th T20I Series 2024 :ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટકકર

    ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ આજે હરારેમાં રમાશે. ભારતે સીરિઝ પર પહેલાથી જ કબ્જો કરી લીધો છે.

Published On - Jul 14,2024 3:56 PM

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">