AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ભારત-શ્રીલંકા મેચ ટાઈ, ટીમ ઈન્ડિયા 231 રન બનાવી શકી નહીં

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2024 | 10:14 PM
Share

India vs Sri Lanka Live Updates: ભારત અને શ્રીલંકા વચ્ચેની ODI શ્રેણીની પ્રથમ મેચ ટાઈ થઈ ગઈ છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતની શરૂઆત શાનદાર રહી હતી પરંતુ છેલ્લી ઓવરમાં અસલંકાએ સતત બે વિકેટ લઈને મેચ ટાઈ કરી હતી. ભારત 230 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

IND vs SL: ભારત-શ્રીલંકા મેચ ટાઈ, ટીમ ઈન્ડિયા 231 રન બનાવી શકી નહીં

ભારત અને શ્રીલંકા વચ્ચેની ODI શ્રેણીની પ્રથમ મેચ ટાઈ થઈ ગઈ છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતની શરૂઆત શાનદાર રહી હતી પરંતુ છેલ્લી ઓવરમાં અસલંકાએ સતત બે વિકેટ લઈને મેચ ટાઈ કરી હતી. ભારત 230 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Aug 2024 10:10 PM (IST)

    ભારત 230 રનમાં ઓલઆઉટ

    ભારતની શરૂઆત શાનદાર રહી હતી પરંતુ અંતે મેચ હાથમાંથી નીકળી ગઈ હતી. શિવમ દુબેએ ભારતને જીતની નજીક પહોંચાડ્યું પરંતુ અસલંકાએ સતત બે વિકેટ લઈને મેચ ટાઈ કરી. ભારતનો અંતિમ સ્કોર 230/10.

  • 02 Aug 2024 10:07 PM (IST)

    ભારત-શ્રીલંકા મેચ ટાઈ

    ભારત-શ્રીલંકા મેચ ટાઈ રહી છે. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાએ છેલ્લી ઓવરમાં શિવમ દુબે અને અર્શદીપ બંનેની વિકેટ લીધી હતી.

  • 02 Aug 2024 09:58 PM (IST)

    ભારત-શ્રીલંકા મેચ ટાઈ

    ભારત-શ્રીલંકા મેચ ટાઈ, ટીમ ઈન્ડિયા 231 રન બનાવી શકી નહીં, અંતિમ વિકેટ તરીકે અર્શદીપ થયો lbw આઉટ

  • 02 Aug 2024 09:54 PM (IST)

    શિવમ દુબે આઉટ

    ભારતને જોરદાર ઝટકો, શિવમ દુબે આઉટ, ભારત જીતથી એક રન દૂર

  • 02 Aug 2024 09:50 PM (IST)

    ભારત જીતથી 5 રન દૂર

    ભારતને મેચ જીતવા 18 બોલમાં 5 રનની જરૂર

  • 02 Aug 2024 09:46 PM (IST)

    ભારતને 24 બોલમાં 15 રનની જરૂર

    ભારતને મેચ જીતવા 24 બોલમાં 15 રનની જરૂર

  • 02 Aug 2024 09:39 PM (IST)

    ભારતને આઠમો ઝટકો

    ભારતને આઠમો ઝટકો, કુલદીપ યાદવ માત્ર 2 રન બનાવી થયો આઉટ

  • 02 Aug 2024 09:37 PM (IST)

    36 બોલમાં ભારતને જીતવા 21 રનની જરૂર

    36 બોલમાં ભારતને જીતવા 21 રનની જરૂર, શિવમ દુબે ક્રિઝ પર

  • 02 Aug 2024 09:26 PM (IST)

    અક્ષર પટેલ 33 રન બનાવી આઉટ

    ભારતને સાતમો ઝટકો, અક્ષર પટેલ 33 રન બનાવી થયો આઉટ

  • 02 Aug 2024 09:21 PM (IST)

    કેએલ રાહુલ આઉટ

    ભારતને છઠ્ઠો ઝટકો, કેએલ રાહુલ 31 રન બનાવી થયો આઉટ

  • 02 Aug 2024 08:59 PM (IST)

    35 ઓવર બાદ ભારત 164/5

    35 ઓવર બાદ ભારતનો સ્કોર 164/5, કેએલ રાહુલ-અક્ષર પટેલની લડાયક બેટિંગ

  • 02 Aug 2024 08:40 PM (IST)

    ભારતનો સ્કોર 150ને પાર

    ભારતનો સ્કોર 150ને પાર, કેએલ રાહુલ-અક્ષર પટેલની મક્કમ બેટિંગ

  • 02 Aug 2024 08:24 PM (IST)

    ભારતને પાંચમો ફટકો

    ભારતને પાંચમો ફટકો, શ્રેયસ અય્યર 23 રન પર આઉટ

  • 02 Aug 2024 08:23 PM (IST)

    વિરાટ કોહલી આઉટ

    ભારતને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. વિરાટ કોહલી 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. ભારતની આ વિકેટ હસરંગાએ લીધી છે.

  • 02 Aug 2024 07:54 PM (IST)

    ભારતનો સ્કોર 100 ને પાર

    ભારતનો સ્કોર 100 ને પાર, વિરાટ કોહલી-શ્રેયસ અય્યર ક્રિઝ પર

  • 02 Aug 2024 07:40 PM (IST)

    સુંદર સસ્તામાં આઉટ

    ભારતને ત્રીજો ઝટકો વોશિંગ્ટન સુંદર સસ્તામાં આઉટ

  • 02 Aug 2024 07:37 PM (IST)

    રોહિત-શુભમન આઉટ

    બે ઓવરમાં ભારતીય ટીમને બે મોટા ઝટકા, રોહિત શર્મા અને શુભમન ગિલ શાનદાર શરૂઆત બાદ આઉટ

  • 02 Aug 2024 07:23 PM (IST)

    રોહિતની ફિફ્ટી

    છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ, રોહિતની અડધી સદી પૂરી

  • 02 Aug 2024 07:19 PM (IST)

    10 ઓવર બાદ ભારતનો સ્કોર 71/0

    10 ઓવર બાદ ભારતનો સ્કોર 71/0, રોહિત શર્મા-શુભમન ગિલની દમદાર બેટિંગ

  • 02 Aug 2024 07:03 PM (IST)

    ભારતનો સ્કોર 50 ને પાર

    રોહિત-ગિલની વિસ્ફોટક શરૂઆત, ભારતનો સ્કોર 50 ને પાર

  • 02 Aug 2024 06:56 PM (IST)

    ભારતની શાનદાર શરૂઆત

    ભારતે શ્રીલંકા સામે શાનદાર શરૂઆત કરી છે. રોહિત શર્મા અને ગિલ ઓપનિંગ માટે મેદાનમાં ઉતર્યા. ભારતનો સ્કોરબોર્ડ 4 ઓવરમાં 40/0.  રોહિત શર્માએ શાનદાર સિક્સર ફટકારી.

  • 02 Aug 2024 06:09 PM (IST)

    ભારતને 231 રનનો ટાર્ગેટ

    શ્રીલંકા સામે પહેલી વનડે જીતવા ભારતને 231 રનનો ટાર્ગેટ

  • 02 Aug 2024 06:06 PM (IST)

    શ્રીલંકાને આઠમો ઝટકો

    શ્રીલંકાને આઠમો ઝટકો, અર્શદીપ સિંહે લીધી વિકેટ

  • 02 Aug 2024 05:56 PM (IST)

    ડુનિથ વેલાલાગેની ફિફ્ટી

    ડુનિથ વેલાલાગેની ફિફ્ટી, શ્રીલંકાનો સ્કોર 200 ને પાર

  • 02 Aug 2024 05:48 PM (IST)

    વેલાલાગેની મજબૂત બેટિંગ

    46 ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર 195/7, ડુનિથ વેલાલાગેની મજબૂત બેટિંગ

  • 02 Aug 2024 05:36 PM (IST)

    શ્રીલંકાને સાતમો ઝટકો

    શ્રીલંકાને સાતમો ઝટકો, વાનિન્દુ હસરંગા 24 રન બનાવી થયો આઉટ, અર્શદીપે ભારતને અપાવી સફળતા

  • 02 Aug 2024 05:22 PM (IST)

    40 ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર 165/6

    40 ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર 165/6, વાનિન્દુ હસરંગા અને ડુનિથ વેલાલાગેની મક્કમ બેટિંગ

  • 02 Aug 2024 05:10 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live: શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ પડી

    ભારતને 34 ઓવરમાં વધુ એક સફળતા મળી છે. અક્ષર પટેલે જેનિથ લિયાનાગેની ઇનિંગ્સને 20 રન પર રોકીને તેને પેવેલિયન પરત મોકલી દીધો હતો. શ્રીલંકાનો સ્કોર 143/6.

  • 02 Aug 2024 05:02 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live: ઈનિંગમાં અત્યાર સુધી 16 ચોગ્ગા ફટકાર્યા છે

    ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ ચાલી રહી છે. અત્યાર સુધીની ઇનિંગ્સમાં શ્રીલંકાના બેટ્સમેનોએ કુલ 16 ચોગ્ગા ફટકાર્યા છે. જેનિથ લિયાનાગે અને દુનિથ વેલાલેજ હાલમાં ક્રિઝ પર છે.

  • 02 Aug 2024 04:43 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live: શ્રીલંકાએ 100 રન પૂરા કર્યા

    27 ઓવર પછી શ્રીલંકાએ તેના સ્કોરબોર્ડ પર 100 રન પૂરા કરી લીધા છે. હવે ડનિથ અને જેનીથ ક્રિઝ પર છે.

  • 02 Aug 2024 04:31 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live: શ્રીલંકાનો સ્કોર 27 ઓવર પછી 101/ 5

    27 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર101 રન છે.

  • 02 Aug 2024 04:24 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live:નિસાન્કાએ અડધી સદી ફટકારી

    શ્રીલંકાના બેટ્સમેન નિસાન્કાએ ટીમની કમાન સંભાળી હતી. તેણે પોતાની અડધી સદીની ઇનિંગ પૂરી કરી લીધી છે. નિસાન્કાએ 67 બોલમાં 50 રન બનાવ્યા છે.

  • 02 Aug 2024 04:16 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live: શ્રીલંકાની ચોથી વિકેટ પડી

    ભારતીય બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે. 24 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 4 વિકેટના નુકસાને 91 રન છે. શ્રીલંકાના બેટ્સમેન નિસાંકા હજુ પણ ક્રિઝ પર છે

  • 02 Aug 2024 04:03 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live: શ્રીલંકાએ 3 વિકેટ ગુમાવી

    20મી ઓવર સુધી શ્રીલંકાની 3 વિકેટ પડી ચૂકી છે, જે ભારતીય બોલર, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ અને શિવમદુબે લીધી છે.

  • 02 Aug 2024 04:01 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live: ભારતને વધુ એક સફળતા મળી

    ભારતને વધુ એક સફળતા મળી છે. અક્ષર પટેલે સાદિરા સમરવિક્રમાને 8 રને પેવેલિયન પરત મોકલી દીધો છે.

  • 02 Aug 2024 04:00 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live:શ્રીલંકાનો સ્કોર 20 ઓવર પછી 68/3

    20 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 68 રન છે.

  • 02 Aug 2024 03:47 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live: શ્રીલંકા 16 ઓવર પછી 56-2

    શ્રીલંકાની 16 ઓવર પૂરી થઈ ગઈ છે અને સ્કોરબોર્ડ 57/ 2 છે.

  • 02 Aug 2024 03:37 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live:શ્રીલંકાની બીજી વિકેટ પડી

    શ્રીલંકાની બીજી વિકેટ પણ પડી છે. શિવમ દુબેએ મેન્ડિસની ઇનિંગ્સને માત્ર 14 રન પર આઉટ કર્યો હતો . શ્રીલંકાનો સ્કોર 13.1 ઓવરમાં 46/2.

  • 02 Aug 2024 03:36 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live:નિસાન્કાએ 5 ચોગ્ગા ફટકાર્યા

    શ્રીલંકાની ઇનિંગ્સને સંભાળતી વખતે નિસાન્કાએ સારો સ્કોરબોર્ડ બનાવ્યો છે. નિસાન્કાએ અત્યાર સુધીમાં કુલ 5 ચોગ્ગા ફટકાર્યા છે. તેણે 27 રન બનાવ્યા છે.

  • 02 Aug 2024 03:24 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live:શ્રીલંકા 10 ઓવર પછી 37/1

    શ્રીલંકાની બેટિંગમાં મેન્ડિસ અને નિસાંકા ક્રિઝ પર છે. 10 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર એક વિકેટના નુકસાન પર 37 રન છે.

  • 02 Aug 2024 03:20 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live : કેચ ડ્રોપ

    સિરાજે અર્શદીપની બોલિંગ પર મેન્ડિસનો કેચ છોડ્યો હતો. 8 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 25/1 છે. નિસાંકા અને મેન્ડિસ ક્રિઝ પર  છે.

  • 02 Aug 2024 03:05 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live:શ્રીલંકાની ધીમી શરૂઆત

    શ્રીલંકાની ક્રિકેટ ટીમની શરૂઆત ખૂબ જ ધીમી રહી છે. ટીમ 7 ઓવરના અંતે માત્ર 25 રન બનાવી શકી છે. આ દરમિયાન ટીમે એક મોટી વિકેટ પણ ગુમાવી છે.

  • 02 Aug 2024 02:58 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live: શ્રીલંકા 5 ઓવર પછી 14-1

    શ્રીલંકાની 5 ઓવર પૂરી થઈ ગઈ છે અને સ્કોરબોર્ડ 14/1 છે. કુસલ મેન્ડિસ અને પથુમ નિસાંકા મેદાનમાં હાજર છે. ભારતીય બોલર સિરાજે અત્યાર સુધી એક વિકેટ લીધી છે.

  • 02 Aug 2024 02:53 PM (IST)

    India vs Sri Lanka 1st ODI Live: શ્રીલંકાનો ખેલાડી 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો

    સિરાજે શ્રીલંકાને પહેલો ઝટકો આપ્યો છે. શ્રીલંકાની પ્રથમ વિકેટ પડી છે. અવિષ્કા ફર્નાન્ડો 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

  • 02 Aug 2024 02:51 PM (IST)

    વિવિધ કારણોસર ફ્રિઝ થયેલા 28000 બેંક એકાઉન્ટ ગુજરાત પોલીસે ખોલી આપ્યા

    ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યનો ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે.

    સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ₹114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ ₹53.34 કરોડ છે.

    આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર ક્રાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.

  • 02 Aug 2024 02:49 PM (IST)

    India vs Sri Lanka, 1st ODI Live: ભારતને પ્રથમ સફળતા મળી

    ભારતને પ્રથમ સફળતા મળી છે, સિરાજે વિકેટ લીધી

  • 02 Aug 2024 02:42 PM (IST)

    India vs Sri Lanka, 1st ODI Live: : શ્રીલંકા 2 ઓવર પછી 7-0

    2 ઓવર પૂર્ણ થયા બાદ શ્રીલંકાના સ્કોર કોઈપણ નુકશાન વિના 7 રન છે. પ્રથમ ઓવર સિરાજે અને બીજી ઓવર અર્શદીપે નાખી હતી. શ્રીલંકાનો સ્કોર 7-0 છે.

  • 02 Aug 2024 02:41 PM (IST)

    India vs Sri Lanka, 1st ODI Live: : શ્રીલંકાની બેટિંગ શરૂ

    કોલંબોમાં રમાઈ રહેલી પ્રથમ વનડે મેચ શરૂ થઈ ગઈ છે. શ્રીલંકાના પથુમ નિસાંકા અને અવિષ્કા ફર્નાન્ડો મેદાનમાં ઉતર્યા છે. તે જ સમયે, મોહમ્મદ સિરાજ ભારત માટે પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે.

  • 02 Aug 2024 02:40 PM (IST)

    India vs Sri Lanka, 1st ODI Live: : ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી પહેરીને રમશે

    ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું બુધવારે નિધન થયું છે. તેમની યાદમાં ટીમ ઈન્ડિયા આજે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે.

Published On - Aug 02,2024 2:39 PM

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">