IND vs NZ : રિષભ પંત 99 રન બનાવી થયો આઉટ, ભારતીય ક્રિકેટમાં 12 વર્ષ બાદ આવું બન્યું
રિષભ પંત બેંગલુરુ ટેસ્ટ મેચમાં સદી ફટકારવાથી માત્ર 1 રન દૂર રહ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ સાતમી વખત બન્યું જ્યારે 90 કે તેથી વધુ રન બનાવ્યા બાદ સદી ફટકારી ન શક્યો હતો. જ્યારે ભારતીય ક્રિકેટમાં 12 વર્ષ પછી કોઈ ભારતીય વિકેટકીપર બેટ્સમેન 99 રન પર આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયાએ બેંગલુરુ ટેસ્ટ મેચમાં જોરદાર વાપસી કરી છે. પ્રથમ દાવમાં 356 રનથી પાછળ હોવા છતાં ભારતીય ટીમે મેચમાં ન્યુઝીલેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું છે. ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સરફરાઝ ખાન બાદ રિષભ પંતે પણ શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ તે પોતાની સદીથી 1 રન દૂર રહ્યો હતો. તેણે 99 રન પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આઉટ થતા પહેલા તેણે ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું.
રિષભ પંત સદીથી 1 રન દૂર રહ્યો
રિષભ પંત એક સમયે મુશ્કેલ સંજોગોમાં ટીમ ઈન્ડિયાનો મુશ્કેલીનિવારક બન્યો હતો. તેણે ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં 105 બોલમાં 99 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ સાતમી વખત હતો, જ્યારે પંત 90 કે તેથી વધુ રન બનાવ્યા બાદ સદી ફટકારી શક્યો ન હતો. આ પહેલા રિષભ પંત પણ ટેસ્ટમાં 97 રન, 96 રન, 93 રન, 92 રન, 92 રન અને 91 રન બનાવીને આઉટ થયો છે.
Bigger the challenge, better the #RP17 knock #AavaDe | #INDvNZ | #RishabhPant pic.twitter.com/Sh7rA8m8DD
— Gujarat Titans (@gujarat_titans) October 19, 2024
ભારતીય ક્રિકેટમાં 12 વર્ષ બાદ આવું બન્યું
રિષભ પંતની ટેસ્ટ કારકિર્દીમાં આ પ્રથમ વખત છે જ્યારે તે 99 રન બનાવીને આઉટ થયો હોય. ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં 12 વર્ષ પછી કોઈ વિકેટકીપર બેટ્સમેન 99 રન બનાવીને આઉટ થયો છે. આ પહેલા વર્ષ 2012માં એમએસ ધોની 99 રન પર આઉટ થયો હતો. ઈંગ્લેન્ડની ટીમ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ધોની 99 રન બનાવીને રનઆઉટ થયો હતો. હવે 12 વર્ષ પછી પંત સાથે આવું બન્યું છે. આ સિવાય રિષભ પંત ટેસ્ટમાં 99 રન બનાવીને આઉટ થનાર પાંચમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. પંત અને ધોની ઉપરાંત મુરલી વિજય, વીરેન્દ્ર સેહવાગ અને સૌરવ ગાંગુલી સાથે પણ આવું બન્યું છે.
ટી સમય સુધી ટીમ ઈન્ડિયાએ 356 રનની લીડ લીધી
ટીમ ઈન્ડિયા આ મેચની પ્રથમ ઈનિંગમાં 46 રનમાં આઉટ થઈ ગઈ હતી. પરંતુ તેણે બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. ચોથા દિવસે ટી સમય સુધીમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન પર 438 રન બનાવ્યા હતા અને 82 રનની લીડ મેળવી લીધી હતી. જો ટીમ ઈન્ડિયા બોર્ડ પર મોટું ટોટલ લગાવવામાં સફળ રહે છે, તો તે મેચ પણ જીતી શકે છે.
આ પણ વાંચો: BCCIએ પાકિસ્તાનની ઓફર ફગાવી, ચેમ્પિયન્સ ટ્રોફી માટે PCBની યુક્તિ કામ ન આવી