AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA T20 WC Live Score : સુપર 8 માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન

| Updated on: Feb 22, 2026 | 11:10 PM
Share

India vs South Africa T20 world Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026માં સુપર 8 મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકાના 188 રનની સામે ભારત ફક્ત 111 રન જ બનાવી શક્યું.

IND vs SA T20 WC Live Score : સુપર 8 માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન

India vs South Africa T20 world Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026 માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ટુર્નામેન્ટના સુપર 8 રાઉન્ડની શરૂઆતની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. રવિવાર, 22 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ડેવિડ મિલરની શાનદાર અડધી સદીની મદદથી 187 રનનો શાનદાર સ્કોર બનાવ્યો. જવાબમાં, ભારતીય બેટિંગ જેન્સન સહિત આફ્રિકાના બોલિંગ આક્રમણ સામે ખરાબ રીતે નિષ્ફળ ગઈ અને આખી ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Feb 2026 11:09 PM (IST)

    ભારતનો 76 રનથી પરાજય

    ભારતને દક્ષિણ આફ્રિકા સામેની પહેલી સુપર 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો, જેમાં ભારતનો 76 રનથી પરાજય થયો. દક્ષિણ આફ્રિકાએ ભારતને જીત માટે 188 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, ભારતીય ટીમ 20 ઓવર પણ પૂર્ણ કરી શકી નહીં, 18.5 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

  • 22 Feb 2026 10:36 PM (IST)

    ટીમ ઈન્ડિયાની હાર

    સુપર 8 માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન

  • 22 Feb 2026 10:34 PM (IST)

    ભારતે ગુમાવી નવમી વિકેટ

    ભારતે ગુમાવી નવમી વિકેટ, શિવમ દુબેની લડાયક ઈનિંગ સમાપ્ત

  • 22 Feb 2026 10:14 PM (IST)

    હાર્દિક પંડ્યા સસ્તા આઉટ

    ભારતને છઠ્ઠો ઝટકો, હાર્દિક પંડ્યા મોટો શોટ રમવા જતા આઉટ

  • 22 Feb 2026 10:13 PM (IST)

    14 ઓવરમાં ભારતનો સ્કોર 86-5

    14 ઓવરમાં ભારતનો સ્કોર 865, હાર્દિક અને શિવમ ક્રીઝ પર હાજર

  • 22 Feb 2026 09:51 PM (IST)

    કેપ્ટન સૂર્યા સસ્તામાં આઉટ

    ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી, કેપ્ટન સૂર્યા પણ સસ્તામાં આઉટ

  • 22 Feb 2026 09:40 PM (IST)

    ભારતને ચોથો ઝટકો

    ભારતને ચોથો ઝટકો, વોશિંગ્ટન સુંદર સસ્તામાં આઉટ, કોર્બીન બોશે પોતાની પહેલી જ ઓવરમાં લીધી વિકેટ

  • 22 Feb 2026 09:35 PM (IST)

    પાવરપ્લેમાં ભારતનો ધબડકો

    પાવરપ્લેમાં ભારતનો ધબડકો, ઇશાન કિશન, અભિષેક શર્મા અને તિલક વર્મા સસ્તામાં આઉટ થયા

  • 22 Feb 2026 09:27 PM (IST)

    અભિષેક સસ્તામાં આઉટ

    ભારતને ત્રીજો ઝટકો, અભિષેક શર્મા 15 ર બનાવી આઉટ, ફરી એકવાર અભિષેક નિષ્ફળ

  • 22 Feb 2026 09:14 PM (IST)

    અમદાવાદ: રાણીપ વિસ્તારની સોસાયટીમાં મારામારી

    અમદાવાદ: રાણીપ વિસ્તારની સોસાયટીમાં મારામારીની ઘટના સામે આવી, શુકન સ્માઇલ સિટી નામની સોસાયટીમાં મેન્ટેનન્સ મુદ્દે બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ. સોસાયટીના ખર્ચ મુદ્દે બંને પક્ષોએ સોસાયટી બાનમાં લીધી સોસાયટીના હોદ્દેદાર દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો. લાકડી ડંડા વડે મારામારી થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો છે. વાયરલ વીડિયો એક મહિના પહેલાનો હોવાનું અનુમાન છે. અરજદારે સેશન્સ કોર્ટમાં  ફરિયાદ કરી.

  • 22 Feb 2026 09:13 PM (IST)

    ભરૂચ: રિકવરી એજન્ટના ત્રાસના કારણે મોત

    ભરૂચ: રિકવરી એજન્ટના ત્રાસના કારણે મોત મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. ધમકાવ્યા બાદ મોપેડ ચાલકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. “મોપેડની નંબર પ્લેટ કેમ નથી?” કહી મૃતકને ધમકાવ્યા હતા. આરોપીઓ પોતે નંબર પ્લેટ વગરના 2 વાહનો સાથે ઝડપાયા. 43 વર્ષીય ઉર્વીશ મોદીના મોત મામલે પોલીસે કાર્યવાહી કરી. બે દિવસ પૂર્વે રહાડપોર રોડ ઉપર રિકવરી એજન્ટોએ પોલીસના સ્વાંગમાં 43 વર્ષીય ઉર્વીશ મોદીને અટકાવ્યા હતા.. અને ટુ વ્હીલરની નંબર પ્લેટ કેમ નથી? કેમ મળતો નથી? કહી ધમકાવ્યા હતા.. ત્યારે મૃતક ઉર્વીશ મોદીએ કહ્યું હતું કે તેમનું હ્રદયનું ઓપરેશન થોડા દિવસ પૂર્વ થયું છે. ધમકાવશો નહીં. પરંતુ શખ્સોએ તેમને હેરાન કર્યા હતા. બાદમાં ગભરામણના કારણે ઢળી પડતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને હ્રદયરોગના કારણે મોત થયાનું કહ્યું હતું. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે યોગેશ બેલેરાવ, સંજુ વસાવા, પ્રીતેશ રાણા અને ભાવેશ વસાવાની ધરપકડ કરી છે.. અને તેમની પાસેથી નંબર પ્લેટ વગરના બે વાહનો પણ ઝડપ્યા છે.

  • 22 Feb 2026 09:11 PM (IST)

    અભિષેક શર્માએ ચોગ્ગો ફટકાર્યો

    અભિષેક શર્માએ વર્લ્ડ કપમાં ખાતું ખોલ્યું, ચોગ્ગો ફટકારી સતત 0 પર આઉટ થવાનો સિલસિલો અટકાવ્યો

  • 22 Feb 2026 09:10 PM (IST)

    ભારતને બે મોટા ઝટકા

    ભારતને બે મોટા ઝટકા, ઇશાન કિશન 0 અને તિલક વર્મા 1 રન બનાવી આઉટ

  • 22 Feb 2026 08:50 PM (IST)

    ભારતને જીતવા 188 રનનો ટાર્ગેટ

    દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા 188 રનનો આપ્યો ટાર્ગેટ, ટ્રિસ્ટન સ્ટબ્સની અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ, હાર્દિકની ઓવરમાં ફટકાર્યા 20 રન ફટકાર્યા, બે જોરદાર સિકદર પણ ફટકારી

  • 22 Feb 2026 08:37 PM (IST)

    અર્શદીપે માર્કો જેન્સેનને કર્યો આઉટ

    દક્ષિણ આફ્રિકાને છઠ્ઠો ઝટકો, અર્શદીપે માર્કો જેન્સેનને કર્યો આઉટ. આફ્રિકાનો સ્કોર 150 ને પાર પહોંચી ગયો છે પણ રણ ની ગતિ ઓછી થઇ ગઈ છે

  • 22 Feb 2026 08:28 PM (IST)

    ચક્રવર્તીએ મિલરને કર્યો આઉટ

    દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ પોવેલિયન ભેગી, વરુણ ચક્રવર્તીએ ડેવિડ મિલરને કર્યો આઉટ, તિલક વર્માએ લીધી કેચ

  • 22 Feb 2026 08:13 PM (IST)

    મિલરની ફિફ્ટી

    ડેવિડ મિલરે 26 બોલમાં અડધી સદી ફટકારી, આફ્રિકા મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે.

  • 22 Feb 2026 08:12 PM (IST)

    સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામત મુદ્દે કોંગ્રેસના પ્રહાર

    સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામત મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા. કોંગ્રેસ OBC ચેરમેનના પદગ્રહણ સમારોહમાં અમિત ચાવડાએ કહ્યુ OBCને સ્થાનિક સ્વરાજ્યમાં મળેલું 27 ટકા અનામત પૂરતું નથી, OBC અનામત અંગે ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકાર જાહેર કરે, કમિશનની ભલામણો મુજબ અમદાવાદમાં OBCની 40 ટકા બેઠકો રિઝર્વ થાય. OBC સમાજ એક ન હોવાથી ભાજપ સરકાર હિંમત કરી રહી છે.

  • 22 Feb 2026 08:11 PM (IST)

    સુરત: ડાયમંડના કારખાનામાં રોમિયોની પીટાઈ

    સુરત: ડાયમંડના કારખાનામાં છેડતી કરનારા  રોમિયોની પીટાઈ  કરવામાં આવી. સુમુલ ડેરી રોડ વિસ્તારમાં આવેલા ડાયમંડના કારખાનામાં આ ઘટના બની.  યુવતીઓએ ભેગા મળી રોમિયોને માર માર્યો. માર મારતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં થયા વાયરલ. હજી સુધી આ મામલે ફરિયાદ નથી થઈ .

  • 22 Feb 2026 08:09 PM (IST)

    બ્રેવિસ 45 રન બનાવી આઉટ

    શિવમ દુબેએ ભારતને અપાવી ચોથી સફળતા, બ્રેવિસ 45 રન બનાવી આઉટ, માત્ર 5 રન માટે ફિફ્ટી ચુકી ગયો. ભારતનું મેચમાં ફરી કમબેક, હવે રનની ગતિ ઓછી થશે તેવી ભારતીય ફેન્સને આશા.

  • 22 Feb 2026 08:06 PM (IST)

    આફ્રિકાનો સ્કોર 100 ને પાર

    દક્ષિણ આફ્રિકાનો સ્કોર 100 ને પાર, બ્રેવિસ-મિલરની દમદાર પાર્ટનરશીપ, બંને મેદાનમાં જોરદાર શોટ રમી રહ્યા છે. બંને ફિફ્ટી તરફ આગળ વધી રહ્યા છે

  • 22 Feb 2026 07:55 PM (IST)

    બ્રેવિસ-મિલરની 50+ પાર્ટનરશીપ

    10 ઓવર બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 77/3, બ્રેવિસ-મિલરની 50+ પાર્ટનરશીપ, પહેલી ત્રણ વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાફ આફ્રિકાની દમદાર વાપસી, બ્રેવિસ-મિલર બંનેએ મજબુત બેટિંગ શરુ કરી. મિલરે હાર્દિકની ઓવરમાં જોરદાર સિક્સર ફટકારી

  • 22 Feb 2026 07:50 PM (IST)

    સુરત : ભેસ્તાનમાં જાહેરમાં મારામારી

    સુરત : ભેસ્તાનમાં જાહેરમાં મારામારીની ઘટનાસામે આવી. પ્રેમનગર નજીક SMC કોમ્પલેક્ષમાં જાહેરમાં મારામારી કરતા યુવકોનો વીડિયો વાયરલ થયો છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે. SMC આવાસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાની ફરિયાદ વ્યાપક રીતે સામે આવી રહી છે.

  • 22 Feb 2026 07:49 PM (IST)

    વિરમગામ પાસે કમીજલા ગામે યોજાયુ 48 કોળી સમાજનું મહાસંમેલન

    અમદાવાદના વિરમગામ તાલુકાના વસવેલીયા ગામ પાસે કમીજલા 48 કોળી સમાજનું મહાસંમેલન યોજાયું.. જેમાં સમાજમાં થતા સમૂહલગ્ન, સમાજના વ્યવહારો, શિક્ષણ તેમજ મરણ પ્રસંગમાં બંધારણમાં સુધારા-વધારા કરવામાં આવ્યા. ખાસ કરીને, 24 વર્ષથી વિવિધ ગામોમાં યોજાતા સમૂહલગ્નમાં હવે સોનાના દાગીના અઢી તોલા જ આપવાનો નિર્ણય કરાયો. જે પહેલા 5 તોલા આપવાનો રિવાજ હતો. સાથે ચાંદી પણ 500 ગ્રામ જ આપવાનો નિર્ણય લેવાયો.

  • 22 Feb 2026 07:48 PM (IST)

    મોરબીઃ મચ્છુ-2 ડેમ નજીક આવેલા બ્રિજ પર ફરી અકસ્માત

    મોરબીઃ મચ્છુ-2 ડેમ નજીક આવેલા બ્રિજ પર ફરી અકસ્માત સર્જાયો. સ્પીડમાં આવતી ટ્રકે ટર્નિંગ પાસે પલટી મારી. અકસ્માતમાં ટ્રકચાલકને ગંભીર ઈજા પહોંચી. અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે.  થોડા દિવસ પહેલા આજ સ્થળે છકડો રીક્ષા પલટી ગઈ હતી.

  • 22 Feb 2026 07:47 PM (IST)

    મોરબીઃ નાળામાં કાર ખાબકતા બે યુવાનોના મોત

    મોરબીઃ નાળામાં કાર ખાબકતા બે યુવાનોના મોત થયા છે. જેતપર અને રાપર ગામ વચ્ચે કાર પલટી મારી પાણી ભરેલા નાળામાં ખાબકી હતી, આ દરમિયાન કારમાં સવાર બે યુવકોના મોત નીપજ્યા છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • 22 Feb 2026 07:23 PM (IST)

    બુમરાહે લીધી બીજી વિકેટ

    બુમરાહે ભારતને અપાવી ત્રીજી સફળતા, 4 ઓવરમાં જ આફ્રિકાના ટોપ 3 આઉટ, આફ્રિકા પાવરપ્લેમાં જ ઢળી પડ્યું

  • 22 Feb 2026 07:16 PM (IST)

    અર્શદીપે ભારતને અપાવી બીજી સફળતા

    આફ્રિકાને બીજો ઝટકો, અર્શદીપે ભારતને અપાવી બીજી સફળતા, અર્શદીપ સિંહે માર્કરામને સસ્તામાં કર્યો આઉટ, હાર્દિક પંડ્યાએ પકડ્યો મજેદાર કેચ, ત્રીજી ઓવરમાં જ બે વિકેટ ગુમાવી

  • 22 Feb 2026 07:10 PM (IST)

    બુમરાહે આફ્રિકાને આપ્યો પહેલો ઝટકો

    બુમરાહે આફ્રિકાને આપ્યો પહેલો ઝટકો, ડી કોક ફક્ત 6 રન બનાવી થયો આઉટ, બુમરાહે  ડી કોકને ક્લીન બોલ્ડ કર્યો

  • 22 Feb 2026 06:52 PM (IST)

    દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન

    એડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રાયન રિકેલ્ટન, ડી વોલ્ડ બ્રુઇસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, માર્કો જેન્સન, કોર્બિન બોશ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગીડી

  • 22 Feb 2026 06:51 PM (IST)

    ભારતની પ્લેઈંગ ઈલેવન

    અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ

  • 22 Feb 2026 06:38 PM (IST)

    ટીમમાં કોઈ ફેરફાર નહીં

    ટીમ ઇન્ડિયાએ પ્લેઇંગ ઈલેવનમાં  કોઈ ફેરફાર નથી કર્યો. વાઈસ કેપ્ટન અક્ષર પટેલ ફરી ટીમમાંથી ડ્રોપ

  • 22 Feb 2026 06:34 PM (IST)

    દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

    દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ટીમ ઇન્ડિયા પહેલા બોલિંગ કરશે

  • 22 Feb 2026 06:08 PM (IST)

    ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પહોંચી

    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026 ના પોતાના પહેલા સુપર 8 મેચ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા ઉપરાંત, દક્ષિણ આફ્રિકાની ટીમ પણ સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. બંને ટીમો મેચ પહેલા પોતાની તૈયારીઓને અંતિમ રૂપ આપી રહી છે.

  • 22 Feb 2026 06:05 PM (IST)

    ભારત અને દક્ષિણ આફ્રિકાનો T20 રેકોર્ડ

    ભારત અને દક્ષિણ આફ્રિકા 36 મી વખત T20I માં એકબીજા સામે ટકરાશે. અગાઉની 35 મેચોમાંથી, ભારતે 21 જીત મેળવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 13 વખત જીત મેળવી છે, જેમાં એક મેચ ડ્રો રહી હતી.

  • 22 Feb 2026 06:02 PM (IST)

    T20 વર્લ્ડ કપમાં 8મો મુકાબલો

    ભારત અને દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આઠમી વખત આમને-સામને થશે. ટીમ ઈન્ડિયાએ અગાઉની સાત મેચોમાં 5-2થી જીત મેળવી છે.

Published On - Feb 22,2026 6:01 PM

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">