રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલ ફરી વિવાદમાં, ડિઝાઇનને લઇને ઉઠ્યા સવાલો, મનપાએ કન્સલટન્ટ કંપનીને ફટકારી નોટિસ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલ ફરી વિવાદમાં ઘેરાયો છે. પુલની ડિઝાઇનમાં પાણીના નિકાલ સહિતની ખામીઓ સામે આવતાં રાજકોટ મહાનગરપાલિકાએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની ડેલ્ફ કન્સલ્ટિંગને નોટિસ ફટકારી છે
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલ ફરી વિવાદમાં આવ્યો છે. આ વખતે પૂલની ડિઝાઈનને લઈને કેટલાક સવાલ ઉઠ્યા છે. હાલ મનપાએ કન્સલટન્ટ કંપનીને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. જેના કારણે પૂલના લોકાર્પણમાં વિલંબ થઈ શકે છે.
રાજકોટમાં નવા બનેલો સાંઢિયા પૂલ ફરી વિવાદમાં આવ્યો છે. પૂલની ડિઝાઈનમાં કેટલીક ખામીઓને લઈને સવાલ ઉઠ્યા છે. પૂલ નિર્માણનું કામ જેને સોંપાયુ હતુ તે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ કંપનીને રાજકોટ મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે. પુલના કામમાં ચોક્કસાઇ ન રાખવા બદલ નોટિસ ફટકારાઈ છે. ડેલ્ફ કન્સલ્ટીંગ નામની કંપનીને RMC એ નોટિસ મોકલી છે. પૂલના કામમાં પાણીના નિકાલ સહિતની ખામીઓ સામે આવી છે. મેયરની મુલાકાત દરમિયાન પૂલમાં ક્ષતિઓ જોવા મળી હતી અને પાણીના નિકાલ માટે પાઇપ ન નાખ્યાનું સામે આવ્યુ હતુ.
રાજકોટના મેયરે આ અંગે કહ્યું કે પુલની મુલાકાત વખતે કેટલીક ખામીઓ સામે આવી છે. જેને દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખામીઓ દૂર કર્યા બાદ પુલનું લોકાર્પણ કરવામાં આવશે
Input Credit- Mohit Bhatt- Rajkot
ન્યાય માગતા વિદ્યાર્થીઓને ‘એન્ટી નેશનલ’ ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
