Viral : કોહલીનું નામ ‘ચીકુ’ કેવી રીતે પડ્યું? વિરાટે જ કર્યો ખુલાસો, જુઓ Video

|

Oct 26, 2023 | 12:47 PM

વિરાટ કોહલીને તેના ફેન્સ 'કિંગ કોહલી' કહે છે. વિશ્વભરમાં ક્રિકેટ પ્રેમીઓ કોહલીને 'રન મશીન' કહે છે, પરંતુ શું તમેં જાણો છો કોહલીને તેના ખાસ અને અંગત મિત્રો શું કહીને બોલાવે છે? વિરાટને તેઓ 'ચીકુ' કહીને બોલાવે છે. આ વાતનો ખુલાસો વિરાટ કોહલીએ ખૂબ એક ટીવી શોમાં કર્યો હતો. જે બાદ કરોડો ભારતીય ફેન્સને વિરાટના આ નામ અંગે જાણકારી મળી હતી, જેનો વિડીયો આજે પણ ખૂબ વાયરલ થાય છે.

Viral : કોહલીનું નામ ચીકુ કેવી રીતે પડ્યું? વિરાટે જ કર્યો ખુલાસો, જુઓ Video
Virat Kohli Chiku

Follow us on

વર્તમાન સમયના સૌથી સફળ ક્રિકેટર વિરાટ કોહલી ( Virat Kohli) ને કોઈ ઓડખાણની જરૂર નથી, તેના રેકોર્ડ્સ તેની મહાન કારકિર્દીના સાક્ષી છે. એટલ સુધી કે ક્રિકેટ ફેન્સ તેને ‘કિંગ કોહલી‘ ના નામથી બોલાવે છે. પણ શું તમે જાણો છો, વિરાટનું હુલામણું નામ શું છે, જેનાથી વિરાટને તેના મિત્રો બોલવે છે? નહીં જાણતા હશો  તો આ વિડીયો (Viral Video) જોઈ તમે જાણી જશો.

વિરાટે ચીકુ નામ અંગે જાણકારી આપી

વિરાટને તેના અંગત મિત્રો ‘ચીકુ’ નાથી બોલાવે છે. આ નામ વિશે હવે વિરાટ અને ભારતીય ક્રિકેટના તમામ ફેન્સ હવે જાણે છે. કારણકે અનેકવાર ભારતીય ટીમના સિનિયર અને રિટાયર્ડ ખેલાડીઓ આ નામથી તેને કેમેરા સામે બોલાવી ચૂક્યા છે. આ સિવાય એક ટેલિવિઝન શો માં વિરાટે પોતે જ આ અંગે જાણકારી આપી હતી.

ધ કપિલ શર્મા શો માં કર્યો હતો ખુલાસો

કેટલાક વર્ષો પહેલા વિરાટ કોહલી કોમેડિયન કપિલ શર્માના શો પર આવ્યો હતો, ત્યારે એક યુવતી એ વિરાટના નામ અંગે પ્રશ્ન કર્યો હતો, ત્યારે કોહલીએ ખુલાસો કર્યો હતો કે તેનું નામ ‘ચીકુ’ કેવી રીતે પડ્યું. વિરાટે જણાવ્યું હતું કે, અન્ડર 17 દિલ્હીના કોચ અજીત ચૌધરીએ તેને પહેલી વાર ચીકુ કહીને બોલાવ્યો હતો, ત્યારથી બધા મને ચીકુ કહીને બોલાવવા લાગ્યા હતા.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

દિલ્હી અન્ડર 17 ના કોચે વિરાટને પહેલીવાર ‘ચીકુ’ કહી બોલાવ્યો

તે સમયે હું થોડો ગોલુ મોલુ હતો અને એક દિવસ હું વાળ કપાવી માથામાં તેલ લગાવી મેદાનમાં ગયો ત્યારે દિલ્હી અન્ડર 17 ના કોચ અજીત ચૌધરીએ મને કહ્યું કે હું ચંપક કોમિક બુકમાં ચીકુ નામનું કેરેક્ટર હતું તેના જેવો દેખાઉ છું, ત્યારથી બધા મને ‘ચીકુ-ચીકુ’ કહીને બોલાવવા લાગ્યા અને હવે અનેકવાર ભારતીય ટીમમાં પણ કેટલાક ખેલાડીઓ મને ચીકુ કહીને બોલાવે છે.

આ પણ વાંચો : World Cup 2023: બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન વર્લ્ડ કપની વચ્ચે ટીમ છોડી ઢાકા પરત ફર્યો

વર્ષો જૂનો વિડીયો આજે પણ થાય છે વાયરલ

ધ કપિલ શર્મા શો નો આ વિડીયો આશરે 10 વર્ષ જૂનો છે, છતાં આજે પણ વિરાટ કોહલીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર અનેક વાર વાયરલ થતો જ રહે છે અને કરોડો ફેન્સ તેણે લાઈક અને શેર કરતાં જ રહે છે. આ વિડીયો ખૂબ જ ફની અને મજેદાર છે અને વિરાટ કોહલી ખૂબ જ પ્રેમ અને માસૂમતાથી ‘ચીકુ’ નામ અંગે ખુલાસો કરે છે, જે કરોડો ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 12:44 pm, Thu, 26 October 23

Next Article