AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Bowling : બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ બોલિંગ કરવા ઊતરવું પડ્યું, જાણો શું છે કારણ ?

ભારતીય ટીમ ગુરુવારે વર્લ્ડ કપ 2023માં તેની ચોથી મેચ રમી રહી છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો સામનો બાંગ્લાદેશ સામે હતો. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પહેલા બોલિંગ કરી રહી છે અને આ મેચમાં એવી સ્થિતિ સર્જાઈ કે વિરાટ કોહલીને પહેલા બોલિંગ કરવી પડી.

Virat Kohli Bowling : બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ બોલિંગ કરવા ઊતરવું પડ્યું, જાણો શું છે કારણ ?
Virat Kohli Bowling
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2023 | 4:22 PM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ફેન્સને ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર ખૂબ જ આશા છે. ભારતના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી (Virat Kohli) એ રોહિતની આગેવાનીમાં વર્લ્ડ કપની પહેલી ચાર મેચોમાં બેટિંગ અને ફિલ્ડિંગમાં દમદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ પુણેમાં ટીમ ઈન્ડિયા (Team India) તરફથી રમતા તેણે એ ભૂમિકા ભજવી જેના માટે તે ફેમસ નથી.

પુણેમાં બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ કરી બોલિંગ

વર્લ્ડ કપમાં ભારતના ચોથા મુકાબલામાં વિરાટ બેટિંગ કરતાં પહેલા ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને અચાનક તે મેચમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. આ મેચ પહેલાની પ્રેક્ટિસ નહીં, પરંતુ લાઈવ મેચ હતી જેમાં વિરાટ બોલિંગ કરી રહ્યો હતો, અને તે પણ વર્લ્ડ કપમાં. આ જોઈ ફેન્સના મનમાં ઉત્સાહની સાથે અનેક પ્રશ્નો ઊભા થયા હતા.

હાર્દિક ઈજાગ્રસ્ત થતા તેની ઓવર કોહલીએ પૂર્ણ કરી

વાસ્તવમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈનિંગની નવમી ઓવર ફેંકી રહ્યો હતો. ત્રણ બોલ ફેંક્યા બાદ તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ અને તે બહાર થઈ ગયો. આ પછી રોહિત શર્માએ વિરાટ કોહલીને ઓવર પૂરી કરવા માટે બોલાવ્યો હતો અને હાર્દિકની બાકીની ઓવરના ત્રણ બોલ કોહલીએ પૂર્ણ કર્યા હતા.

6 વર્ષ પછી વિરાટ કોહલીએ કરી બોલિંગ

આ મેચમાં વિરાટ કોહલીએ લાંબા સમય બાદ બોલિંગ કરી હતી. આ પહેલા તેણે 31 ઓગસ્ટ 2017ના રોજ શ્રીલંકા સામે વનડેમાં બોલિંગ કરી હતી. ODIમાં પણ તેના નામે ચાર વિકેટ છે. તેણે T20માં પણ ચાર વિકેટ લીધી છે. આ મેચમાં તેણે વધારે રન આપ્યા નથી. કોહલીએ ત્રણ બોલમાં માત્ર બે રન આપ્યા હતા.

આ પણ વાંચો : Happy Birthday Virender Sehwag : પિતા વીરેન્દ્ર સેહવાગની જેમ જ વિસ્ફોટક બેટિંગ કરે છે તેનો પુત્ર ‘આર્યવીર’ જુઓ Video

ODI-T20 માં વિરાટના નામે ચાર-ચાર વિકેટ

આ મેચમાં વિરાટ કોહલીએ લાંબા સમય બાદ બોલિંગ કરી હતી. વિરાટ પોતાના જમણા હાથથી મધ્યમ ગતિની બોલિંગ કરે છે. ODIમાં તેના નામે ચાર વિકેટ છે. આ સિવાય T20માં પણ વિરાટ કોહલીએ ચાર વિકેટ લીધી છે. પુણેમાં બાંગ્લાદેશ સામે વિરાટે જોકે માત્ર ત્રણ જ બોલ ફેંક્યા હતા અને બે જ રન આપ્યા હતા. લાંબા સમય બાદ બોલિંગ કરવા છતાં વિરાટે સારી બોલિંગ કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">