T20 Rankings માં બાબર આઝમનો દબદબો યથાવત, વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ તોડ્યો

ICC T20 Rankings: બાબર આઝમ (Babar Azam) લાંબા સમયથી T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન છે. બાબર આઝમે હવે વિરાટ કોહલી (Virat Kohli) નો ખૂબ જ ખાસ રેકોર્ડ તોડ્યો છે.

T20 Rankings માં બાબર આઝમનો દબદબો યથાવત, વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ તોડ્યો
Babar Azam and Virat kohli (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 5:53 PM

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) પોતાના શાનદાર ફોર્મને કારણે લાંબા સમયથી T20 રેન્કિંગમાં ટોચ પર છે. આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં બાબર આઝમે ભારતના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ને પછાડીને ખૂબ જ ખાસ સ્થાન હાંસલ કર્યું છે. બાબર આઝમ T20 રેન્કિંગમાં સૌથી લાંબો સમય ટોચ પર રહેનાર બેટ્સમેન બની ગયો છે.

બાબર આઝમે તોડ્યો આ ખાસ રેકોર્ડ

આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) 1013 દિવસ સુધી T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન રહી ચુક્યો છે. પરંતુ હવે પાકિસ્તાનના સુકાની બાબર આઝમે આ રેકોર્ડ તોડી નાખ્યો છે. બાબર આઝમ 1014 દિવસ સુધી T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન છે.

આ પણ વાંચો

બાબર આઝમ વન-ડે અને ટી20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન

બાબર આઝમ (Babar Azam) હાલમાં મર્યાદિત ઓવરના ક્રિકેટમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. બાબર આઝમ T20 રેન્કિંગમાં 818 પોઈન્ટ સાથે નંબર વન પર છે. ODI રેન્કિંગમાં બાબર આઝમ 892 પોઈન્ટ સાથે નંબર વન સ્થાન પર છે. હાલમાં કોઈ ખેલાડી મર્યાદિત ઓવરની ક્રિકેટમાં બાબર આઝમને પછાડી શકે તેવું લાગતું નથી.

ઇશાન કિશનને થયું નુકસાન

T20 રેન્કિંગની વાત કરીએ તો પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (Mohammed Rizwan) 794 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાનો માર્કરામ 757 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર યથાવત છે.

ટોપ 10ની યાદીમાં ઇશાન કિશન સીવાય કોઇ પણ ભારતીય નહીં

ટીમ ઇન્ડિયાના યુવા સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) ને તાજેતરની આયર્લેન્ડ સામે મોટી ઈનિંગ ન રમવાનું નુકાસન ટી20 રેન્કિંગમાં સહન કરવું પડ્યું હતું. ભારતના ઈશાન કિશનને તાજેતરની રેન્કિંગમાં બે સ્થાનનું નુકસાન થયું છે. ઈશાન કિશન 683 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. ટોપ 10 બેટ્સમેનોની યાદીમાં ઈશાન કિશન સિવાય કોઈ ભારતીય બેટ્સમેન સામેલ નથી.

g clip-path="url(#clip0_868_265)">