AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે જોયું કે નહીં..! ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા પર્યટકો માટે બન્યું સ્વર્ગ, જુઓ Video

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા પ્રવાસીઓ માટે શીતળ આશ્રયસ્થાન બન્યું છે. બદલાયેલું વાતાવરણ અને ઠંડી હવાને કારણે બોટિંગ, ઝીપ-લાઇનિંગ, ઘોડેસવારી જેવી વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે.

તમે જોયું કે નહીં..! ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા પર્યટકો માટે બન્યું સ્વર્ગ, જુઓ Video
| Updated on: May 25, 2026 | 5:37 PM
Share

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ગુજરાતભરમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે ગુજરાતના એકમાત્ર પર્વતીય સ્થળ સાપુતારામાં પ્રકૃતિની અનોખી મહેર જોવા મળી રહી છે. વેકેશનનો માહોલ અને છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા વાતાવરણને કારણે ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારામાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

દિવસભર ફૂંકાતી ઠંડી અને ખુશનુમા હવા પ્રવાસીઓને ગરમીમાંથી રાહત આપી રહી છે, જેના પરિણામે લોકો ગરમીથી બચવા અને ઉનાળું વેકેશન માણવા માટે સાપુતારા તરફ દોટ મૂકી રહ્યા છે.

સાપુતારા તેના રમણીય વાતાવરણ અને વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. અહીં આવતા પ્રવાસીઓ બોટિંગ, ઝીપ-લાઇનિંગ, ઘોડેસવારી અને ઊંટ સવારી જેવી વિવિધ રાઈડ્સનો આનંદ માણી રહ્યા છે. આ ઉપરાંત, કેટલાક સાહસિક પ્રવાસીઓ પેરાગ્લાઈડિંગ, હોર્સ રાઇડિંગ અને ગો-કાર્ટિંગ જેવી રોમાંચક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ રહ્યા છે.

સાપુતારાના કુદરતી સૌંદર્યનો શ્રેષ્ઠ નજારો માણવા માટે પ્રવાસીઓ ટેબલ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ જેવા સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. ઘણા પ્રવાસીઓ સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્તનો નજારો માણવા માટે ખાસ આયોજન કરતા હોય છે અને કેટલાક તો એકાદ દિવસ વધુ રોકાઈને સાપુતારાની સુંદરતાને સંપૂર્ણપણે માણવાનો પ્રયાસ કરે છે.

આ વર્ષે, ઈંધણની અસ્થિર સ્થિતિ અને તેની આસપાસ ફેલાયેલી અફવાઓને કારણે શરૂઆતમાં પ્રવાસીઓની સંખ્યામાં ધાર્યા કરતાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને કારણે સ્થાનિક હોટેલ ઉદ્યોગ અને નાના પાયાના ધંધાર્થીઓને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં, રાઈડ સંચાલકો અને સ્થાનિક વેપારીઓને હવે સારી કમાણીની આશા બંધાઈ છે.

સાપુતારાનું કુદરતી સૌંદર્ય અને ખુશનુમા વાતાવરણ મોટેરાંઓ તેમજ બાળકો એમ બધા જ વય જૂથના પ્રવાસીઓને આકર્ષે છે. બાળકો અહીં વિવિધ રમતો અને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને તેમના વેકેશનનો પૂરો આનંદ માણી રહ્યા છે. પરિવાર સાથે શાંતિપૂર્ણ અને આનંદદાયક વેકેશન ગાળવા માટે સાપુતારા એક આદર્શ સ્થળ બની ગયું છે. જો તમે પણ તમારા પરિવાર સાથે વેકેશન કે ટ્રીપનું આયોજન કરી રહ્યા હો, તો સાપુતારા ચોક્કસપણે મુલાકાત લેવા જેવું સ્થળ છે, જ્યાં તમને ગરમીથી રાહતની સાથે પ્રકૃતિનો અદ્ભુત અનુભવ પણ મળશે.

ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં બનશે Tourist પોલીસ સ્ટેશન, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">