AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: RCB મેચ રમ્યા વિના ફાઈનલમાં પહોંચશે? ગુજરાતને લાગશે મોટો ઝટકો! જાણો IPLનો ખાસ નિયમ

IPL 2026 ક્વોલિફાયર 1, RCB vs GT: IPL 2026 ની ક્વોલિફાયર 1 મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. વિજેતા ટીમ સીધી ફાઇનલ માટે ક્વોલિફાય થશે. પણ જો ક્વોલિફાયર 1 રદ થાય તો RCB ફાઈનલમાં પહોંચશે અને ગુજરાતને મોટો ઝટકો લાગશે. જાણો કેવી રીતે.

Breaking News: RCB મેચ રમ્યા વિના ફાઈનલમાં પહોંચશે? ગુજરાતને લાગશે મોટો ઝટકો! જાણો IPLનો ખાસ નિયમ
RCB vs GTImage Credit source: PTI
| Updated on: May 25, 2026 | 5:53 PM
Share

IPL માં પ્લેઓફ મેચ લીગ સ્ટેજની ટોચની ચાર ટીમો વચ્ચે રમાય છે. લીગ સ્ટેજ પછી રેન્કિંગ પોઈન્ટ ટેબલના આધારે નક્કી કરવામાં આવે છે. ક્વોલિફાયર 1 માં ટેબલ ટોપર અને બીજા ક્રમે રહેલી ટીમ વચ્ચે મેચ હોય છે. વિજેતા ટીમ સીધી ફાઈનલમાં પહોંચે છે. હારનાર ટીમને ક્વોલિફાયર 2 માં બીજી તક મળે છે.

પ્લેઓફમાં ટોપ 4 ટીમોની ટક્કર

ક્વોલિફાયર 2 માં, એલિમિનેટરની વિજેતા ટીમ ક્વોલિફાયર 1 ની હારેલી ટીમ સામે ટકરાશે, અને તે મેચની વિજેતા ટીમ ફાઈનલમાં જશે. આ વખતે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થયા છે. ક્વોલિફાયર 1 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઅને ગુજરાત ટાઈટન્સ એકબીજા સામે ટકરાશે.

પ્લેઓફ મેચો માટે શું છે નિયમ?

જો લીગ સ્ટેજની મેચ વરસાદને કારણે રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવે છે. જોકે, પ્લેઓફ મેચ નોકઆઉટ મેચ હોય છે, તેથી BCCI એ આ મેચો માટે અલગ નિયમ નક્કી કર્યા છે. જો આખી મેચ ન રમાય, તો ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવરની મેચ રમાડવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી પરિણામ મેળવી શકાય. પણ જો પાંચ ઓવર પણ રમાઈ ન શકે, તો મેચ રદ કરવામાં આવે છે, કારણ કે BCCIએ પ્લેઓફ મેચો માટે કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી.

ક્વોલિફાયર 1 રદ થાય તો ફાઈનલ કોણ રમશે?

આવી સ્થિતિમાં, જો કોઈ મેચ રદ થાય છે, તો IPL ના નિયમો અનુસાર લીગ સ્ટેજ પોઈન્ટ ટેબલમાં વધુ સારી સ્થિતિ ધરાવતી ટીમને ફાયદો થાય છે. આનો અર્થ એ થયો કે જો ક્વોલિફાયર 1 રદ થાય છે, તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સીધા ફાઈનલમાં પહોંચશે, કારણ કે તેઓ લીગ સ્ટેજમાં ટોચ પર રહ્યા હતા. દરમિયાન, ગુજરાત ટાઈટન્સને ક્વોલિફાયર 2 રમવું પડશે, જ્યાં તેમને ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક મેચ રમવાની રહેશે.

RCB કે ગુજરાત, કોનો હાથ ઉપર છે?

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે હંમેશા ટક્કરના મુકાબલા જોવા મળ્યા છે. બંને ટીમોએ અત્યાર સુધી IPLમાં સામ-સામે કુલ આઠ મેચ રમી છે, જેમાં બંનેએ ચાર-ચાર મેચ જીતી છે. વર્તમાન સિઝનમાં બંને ટીમો બે વાર ટકરાઈ છે, જેમાં RCB અને ગુજરાતે એક-એક વખત જીત મેળવી છે. તેથી, ચાહકો આ મેચમાં પણ જોરદાર ટક્કરની અપેક્ષા છે.

લીગ સ્ટેજમાં પ્રદર્શન કેવું રહ્યું?

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ નો લીગ સ્ટેજ મજબૂત રહ્યો હતો. તેમણે 14 માંથી નવ મેચ જીતીને કુલ 18 પોઈન્ટ મેળવ્યા હતા. આ દરમિયાન તેમનો નેટ રન રેટ o.783 હતો, જે અન્ય ટીમો કરતા વધારે સારો છે. જ્યારે ગુજરાત ટાઈટન્સે પણ 14 માંથી નવ મેચ જીતી હતી, પરંતુ તેમનો નેટ રન રેટ 0.695 હતો, જે RCB કરતા ઓછો છે. જેથી તેઓ લીગ સ્ટેજમાં બીજા સ્થાને રહ્યા છે.

Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ માત્ર 25 બોલમાં ફટકારી સદી, છતાં ના તોડી શક્યો શ્રેયસ અય્યરનો રેકોર્ડ

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">