IPO: ‘Lenskart, PhysicsWallah અને Groww’ આ 3 કંપનીઓમાંથી કોના શેર મલ્ટિબેગર બની શકે છે? જાણો GMP અને બજાર ટ્રેન્ડ દ્વારા
દલાલ સ્ટ્રીટ પર રોકાણકારોમાં IPO ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતા અઠવાડિયે ભારતની ત્રણ ફેમસ નવા યુગની કંપની Lenskart, PhysicsWallah અને Groww શેરબજારમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

ગ્રે માર્કેટ ટ્રેન્ડ્સ અનુસાર, રોકાણકારોની ભાવના અને બજારની ગતિવિધિઓના આધારે આ કંપનીઓનું લિસ્ટિંગ રિટર્ન 4% થી 22% સુધીનું હોઈ શકે છે.

ઓટોમોટિવ સિસ્ટમ્સ સપ્લાયર Tenneco Clean Air India આ અઠવાડિયાના સૌથી ચર્ચિત IPO માંનું એક છે. તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ₹87 છે, જે તેની ₹397 ની ઇશ્યૂ કિંમત કરતાં લગભગ 22% પ્રીમિયમ દર્શાવે છે.

ભારતમાં એક લોકપ્રિય ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ PhysicsWallah પણ રોકાણકારોમાં મુખ્ય આકર્ષણ બની રહ્યું છે. કંપનીનો ₹3,480 કરોડનો IPO 11 નવેમ્બરે ખુલશે અને 18 નવેમ્બરે લિસ્ટ થશે. આનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ₹5 છે, જે ₹109 ની ઇશ્યૂ કિંમત કરતાં લગભગ 5% નો વધારો દર્શાવે છે.

સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગમાં અગ્રણી કંપની Emmvee Photovoltaic Power તેના IPO દ્વારા ₹2,900 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ₹20 છે, જે આશરે 9% નો વધારો દર્શાવે છે. કંપની આ મૂડીનો ઉપયોગ તેની પ્રોડક્શન કેપેસિટી વધારવા અને વર્કિંગ કેપિટલને મજબૂત કરવા માટે કરશે.

Groww નો ₹6,632 કરોડનો IPO તાજેતરમાં બંધ થયો અને તેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. રીટેલ અને મોટા ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારો બંનેએ આ IPOમાં રોકાણ કર્યું હતું. આ IPO ને કુલ 17.6 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે, જ્યારે ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ રૂ. 5 છે, જેનો અર્થ રૂ. 100 ના ઇશ્યૂ ભાવ પર 5% નું સંભવિત લિસ્ટિંગ ગેઈન મળી શકે છે. વેલ્યુએશન ઊંચું હોવાથી રોકાણકારો કંપનીના ફિનટેક મોડેલમાં લાંબાગાળાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

લેન્સકાર્ટ સોલ્યુશન્સનો ₹7,278 કરોડનો IPO 28 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના શેર ગ્રે માર્કેટમાં ₹17 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે, જે ઇશ્યૂ કિંમત કરતાં 4% નો સંભવિત લાભ દર્શાવે છે. વેલ્યુએશન અંગે કેટલીક ચિંતાઓ હોવા છતાં કંપનીની બ્રાન્ડ અને રિટેલ નેટવર્ક રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવી રહ્યું છે.

નાની કંપનીઓ (SME IPO) માં, ક્યુરિસ લાઇફસાયન્સિસના શેર ₹7.5 (6%) ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે શાઇનિંગ ટૂલ્સમાં પણ લગભગ 6% નો વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મહામાયા લાઇફસાયન્સિસ અને વર્કમેટ્સ કોર 2 ક્લાઉડ જેવા ઇસ્યૂમાં ગ્રે માર્કેટ એક્ટિવિટી ખૂબ જ નબળી જોવા મળી રહી છે. આ પરથી કહી શકાય કે, રોકાણકારો ફક્ત પસંદગીના IPO પર ધ્યાન રાખી રહ્યા છે.
આ પણ વાંચો: Silver Rate: વર્ષના સૌથી મોટા સમાચાર! ચાંદીને લઈને અમેરિકાએ કરી મોટી જાહેરાત, હવે ભારત સહિત આખી દુનિયા પર અસર જોવા મળશે
