AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચશે ? ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા જાણો 2 જો.. અને તો…અંગે 

T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8ની દરેક મેચ હવે ભારત માટે નોકઆઉટ બની ગઈ છે. T20 વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે હવે જીતવું જ જરૂરી નથી, પરંતુ ઝિમ્બાબ્વે ઉપર માત્ર મોટી જીત મેળવીને નેટ રન રેટમાં સુધારો કરવો અતિ જરૂરી છે. ટીમ કોમ્બિનેશન, ઓપનિંગ જોડીમાં ફેરફારો અને સ્પિન સ્ટ્રેટેજી પર ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. આગામી મેચ ભારતના અભિયાનની દિશા ચોક્કસથી નક્કી કરી શકે છે.

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચશે ? ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા જાણો 2 જો.. અને તો...અંગે 
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2026 | 2:34 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમનું T20 વર્લ્ડ કપ અભિયાન ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં પહોચ્યું છે. સુપર 8 માં દક્ષિણ આફ્રિકા સામે ભારે હાર બાદ, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમને સેમિફાઇનલની દાવેદારીમાં ટકી રહેવા માટે હવે માત્ર જીત જ નહીં, પરંતુ મોટા માર્જીનથી જીતની જરૂર છે.

આજથી બે દિવસ બાદ 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામેની મેચ હવે ઔપચારિક મેચ રહેવા નથી પામી, પરંતુ સેમિફાઇનલમાં પહોચવા માટે ગણિત આધારીત પરીક્ષા સાબિત થવાની છે. સુપર 8 માં દક્ષિણ આફ્રિકા સામેની હારથી ભારતનો નેટ રન રેટ -3,800 થઈ ગયો છે, જેના કારણે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પાછળ સરકી ગઈ છે. આ સમસ્યાને વધુ મુશ્કેલ વેસ્ટ ઈન્ડિઝની ટીમે બનાવી છે. ગઈકાલે વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બામબ્વેને 107 રને હરાવીને સેમિફાઇનલમાં પહોચવા માટેની ભારતની આશા પર પોતુ ફેરવવાની તૈયારી કરી નાખી છે.

વેસ્ટ ઇન્ડીઝ (+ 5.350) અને દક્ષિણ આફ્રિકા (+ 3.800) સારા રન રેટ સાથે ભારતથી ક્યાય આગળ છે. જો ત્રણેય ટીમો સમાન પોઈન્ટ પર પહોંચે તો પણ નિર્ણય નેટ રન રેટ ઉપર આધારિત રહેશે, અને હાલમાં, ભારત આ ગણતરીમાં ઘણું પાછળ છે.

ભારત માટે 100થી વધુ રને વિજય કેમ મહત્વપૂર્ણ છે?

જો ભારત પહેલા બેટિંગ કરીને 220 રન બનાવે છે, તો તેમણે વિરોધી ટીમને 120 કે તેથી ઓછા રન સુધી મર્યાદિત રાખીને હરાવવા પડશે. આનો અર્થ એ થયો કે માત્ર 100 કે તેથી વધુ રનનો તફાવત જ ભારતના નેટ રન રેટને ફરીથી ઉપર લાવવા માટે જરૂરી મદદ પૂરી પાડશે. એક સરળ જીત હવે પૂરતી નથી; ભારતે મેચ પર પ્રભુત્વ મેળવવાની જરૂર પડશે.

અમદાવાદમાં ભારતની ભૂંડી હારથી સમીકરણ સાવ જ બદલાઈ ગયું છે. જો દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડીઝ અને ભારત, બે બે મેચ જીતીને ચાર પોઈન્ટ સાથે અટકે છે, તો NRR નક્કી કરશે કે કોણ આગળ જશે. જો કે હાલમાં, ભારત ઘણું પાછળ છે.

જો ભારત ઝિમ્બાબ્વેએ આપેલા લક્ષ્યાંકનો પીછો કરે તો…

જો ઝિમ્બાબ્વે પહેલા બેટિંગ કરે અને લક્ષ્ય નક્કી કરે તો શું કરવું જોઈએ ? જો ભારત પીછો કરે તો, તેની સેમિફાઇનલ આશાઓ જાળવી રાખવા માટે તેણે ખૂબ જ આક્રમક બનવું પડશે. NRR સુધારવા માટે, જો ઝિમ્બાબ્વે 150-160 નો સ્કોર કરે છે, તો ભારતે 11-12 ઓવરમાં તે લક્ષ્ય પાર પાડવું પડશે. 11 ઓવરમાં 150 રનનો પીછો કરવાથી NRR ને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. સામાન્ય રીતે, 100+ રન કે તેથી વધુના વિજય માર્જિન પછી પણ જરૂરી છે.

ઓપનિંગ કોમ્બિનેશન પર પ્રશ્નો ઉભા થયા

વારંવાર નિષ્ફળતાઓ બાદ, અભિષેક શર્માને સંજુ સેમસન સાથે બદલવાની માંગ વધી રહી છે. ટીમ મેનેજમેન્ટ શરૂઆતથી જ મેચને એકતરફી બનાવવા માટે પાવરપ્લેમાં 70+ રનના આક્રમક લક્ષ્ય પર વિચાર કરી રહ્યું છે.

ચેપોક પિચ અને સ્પિન ભારતના હથિયાર હશે. મેચ MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જે પરંપરાગત રીતે સ્પિનરોને પસંદ કરે છે. તેથી, ભારત ત્રણ પ્રાથમિક સ્પિન વિકલ્પો મેદાનમાં ઉતારી શકે છે: કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ.

આનો અર્થ એ થાય કે ભારતની રણનીતિ સ્પષ્ટ છે: શરૂઆતમાં મોટો સ્કોર બનાવવો, પછી વિરોધી ટીમને સ્પિન જાળમાં ફસાવીને ઝડપથી આઉટ કરવી. ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે, આ ટુર્નામેન્ટ હવે ગતિની કસોટી નથી, પરંતુ હિંમત અને નિર્ણય લેવાની કસોટી છે. T20 વર્લ્ડ કપના આ રાઉન્ડમાં, ભારતે 2024 થી તેમની આક્રમક ઓળખને ફરીથી જાગૃત કરવી પડશે. ઝિમ્બાબ્વે સામેની મેચ જીતવી એ ધ્યેય નથી; તેમણે એવી રીતે જીતવી જોઈએ કે જેનાથી સેમિફાઇનલમાં પહોંચવાની તેમની આશાઓ ફરી જીવંત થાય.

સંભાવના 1 – ભારત બંને મેચ જીતે તો…

જો ભારત હવે પછીની તેની વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની બંને મેચ જીતે છે, તો તેના ચાર પોઈન્ટ થશે. જે સામાન્ય પરિસ્થિતિઓમાં સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે પૂરતા હોવા જોઈએ. પરંતુ જો દક્ષિણ આફ્રિકા, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બે -બે મેચ જીતીને ત્રણેણ ટીમો ચાર પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, નિર્ણય નેટ રન રેટ (NRR) પર આધારિત હશે.જો કે આ સ્થિતિમાં ભારતનો નેટ રન રેટ અન્ય બે ટીમ કરતા હાલમાં પાછળ છે તેથી તેના માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ભારત માટે સૌથી સરળ પરિસ્થિતિ એ હશે કે જો દક્ષિણ આફ્રિકા તેની બાકીની બંને મેચ જીતે, તો આ ગણિત વધુ સરળ બની શકે છે.

સંભાવના 2 – ભારત એક મેચ જીતે તો

જો ભારત હવે પછીની તેની બે પૈકી ફક્ત એક જ મેચ જીતે છે, તો પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં આશા રાખવી પડશે કે, દક્ષિણ આફ્રિકા તેની બાકીની બન્ને મેચ જીતે. વધુમાં, તેનો એકમાત્ર વિજય વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હોવો જોઈએ. આવી સ્થિતિમાં, ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સમાન પોઈન્ટ પર સમાપ્ત થઈ શકે છે, અને પછી નિર્ણય નેટ રન રેટ પર આધારિત હશે.

ભારત અને શ્રીલંકામાં સયુક્ત રીતે રમાઈ રહેલ ટી20 વર્લ્ડ કપ અંગેની તમામ નાના મોટા સમચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો. 

g clip-path="url(#clip0_868_265)">